: જેઠ : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૪૫ :
સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થ પણ શ્રેષ્ઠ છે
જે સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થ છે તે મોક્ષમાર્ગમાં રહેલો છે, પરંતુ
મિથ્યાદ્રષ્ટિ મુનિ મોક્ષમાર્ગી નથી; માટે મિથ્યાદ્રષ્ટિ મુનિ કરતાં
સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થ શ્રેષ્ઠ છે. –રત્નકરંડ શ્રાવકાચાર: ૩૩
ગંભીર સ્વભાવ છે. એવા સ્વભાવની સમ્યક્પ્રતીતિરૂપે પરિણમન થઈ જવું તે સમ્યગ્દર્શન છે;
[૬૪] જૈનધર્મના પ્રથમ આચાર–વિચાર
આવું સમ્યગ્દર્શન આચાર્ય–ઉપાધ્યાય–સાધુને હોય છે. આ સમ્યગ્દર્શન તે જ પહેલો ધર્મનો આચાર છે.
દર્શનાચાર પહેલાંં વ્રતાચાર હોઈ શકે નહિ. જે ગૃહસ્થ સમ્યગ્દ્રષ્ટિ હોય તેને પણ આવો દર્શનાચાર હોય છે. ધર્મી
જીવના આચાર–વિચાર કેવા હોય અથવા તો જૈનના આચાર–વિચાર શું? રાગાદિ કે અધૂરું જ્ઞાન તે હું નહિ પણ
પૂર્ણ શુદ્ધાત્મતત્ત્વ તે હું એવું જે જ્ઞાન તે વિચાર છે અને તેની પ્રતીતિરૂપ પરિણમન તે આચાર છે. આ જ ધર્મી
જીવના (જૈનના) આચાર–વિચાર છે. પણ બહારમાં અમુક ખપે ને અમુક ન ખપે એ કાંઈ ધર્મનો આચાર નથી,
કેમકે ધર્મી જીવો પરદ્રવ્ય સાથે સંબંધ જ માનતા નથી.
[૬૫] રુચિરૂપી ઇંડું અને કેવળજ્ઞાનરૂપી મોરલો
જેમ મોરના ઇંડામાંથી સુંદર મોર પાકે છે, પરંતુ ઇંડામાં પહેલાંં તો રસ હોય છે, તેની શ્રદ્ધા કરીને સેવન
કરવાથી મોર પાકે છે. તેમ ચૈતન્યદ્રવ્ય સ્વભાવનો જેને રસ થાય (રુચિ થાય) તેને કેવળજ્ઞાનરૂપી મોર
પાકવાની શંકા ન પડે. પણ પહેલેથી જ શંકા કરીને ઇંડાને ખખડાવે તો મોર થાય નહિ. તેમ ચૈતન્યસ્વભાવની
શ્રદ્ધા પણ કરે નહિ તો તે ચૈતન્યનું સેવન કરે નહિ અને તેને કેવળજ્ઞાનરૂપી મોર પાકે નહિ. જેમ મોર પ્રગટ્યા
પહેલાંં ઇંડામાં મોરની શ્રદ્ધા કરે છે તેમ કેવળજ્ઞાનદશા પ્રગટ્યા પહેલાંં આત્માના પૂર્ણ સ્વભાવની પ્રતીતિ કરીને
તેનું સેવન કરે તો કેવળજ્ઞાન પરમાત્મદશા પ્રગટે. માટે જ્ઞાનીઓ કહે છે કે ભાઈ, માન રે માન! તારો સ્વભાવ
પરિપૂર્ણ ચિદાનન્દ ચિદ્રૂપ છે, અને રાગાદિનો સંબંધ તારા સ્વભાવમાં નથી;–એ જ સમ્યગ્દર્શન છે.
સુખ ક્યાં છે? અને કેમ થાય?
જેને આત્માનું સાચું સુખ જોઈતું હોય તેણે શું કરવું? –કઈ ક્રિયા કરવાથી સાચું સુખ થાય? તે વાત ચાલે
છે. સુખ ક્યાં છે? આત્મા સિવાય કોઈ બીજા પદાર્થોમાં આત્માનું સુખ નથી. શરીર વગેરે બધા પર પદાર્થો આ
આત્માથી ખાલી છે; અને આત્મા તે પદાર્થોથી ખાલી છે; તો જ્યાં આ આત્માનું હોવાપણું નથી ત્યાંથી આત્માનું
સુખ આવે નહિ. જ્યાં સુખ હોય તેમાંથી સુખ પ્રગટે, ન હોય તેમાંથી પ્રગટે નહિ. આત્મા પોતાના જ્ઞાન અને
સુખ સ્વભાવથી ભરેલો છે, પુણ્ય–પાપ કે પર વસ્તુઓથી તે શૂન્ય છે, એટલે કે તેમાં જ્ઞાન કે સુખ નથી.
આત્મા પરથી ખાલી છે–એમ કહેતાં કાંઈ આત્માનો સર્વથા અભાવ થતો નથી, કેમકે તે પોતાના
સ્વભાવથી પરિપૂર્ણ ભરેલો છે. કોઈ વસ્તુ પોતે પોતાના સ્વભાવથી ખાલી ન હોય અને એક વસ્તુમાં બીજાનો
પ્રવેશ કદી હોય નહિ. દરેક વસ્તુ પોતાના સ્વભાવથી પૂરી છે. આત્મા પોતે જાણવું–દેખવું–શ્રદ્ધા–સુખ–ચારિત્ર–
વીર્ય વગેરે અનંત શક્તિઓથી ભરેલો છે, એવા આત્મસ્વભાવની શ્રદ્ધા અને સ્થિરતા કરતાં આત્મા પોતે જ
સુખરૂપે પરિણમે છે, આત્મામાંથી જ સુખનો પ્રવાહ વહે છે. ‘આત્મામાં જ પરિપૂર્ણ સુખ છે, પરમાં ક્યાંય સુખ
નથી તેમ જ પર પદાર્થો સુખનાં સાધન પણ નથી’ –એમ નક્કી કરે તો પર પદાર્થોમાંથી સુખબુદ્ધિ ટળે અને
જેમાંથી સુખ ઝરે છે એવા આત્મદ્રવ્યનું લક્ષ થાય, ને તેના આશ્રયે સુખનો અનુભવ થાય. પણ શરીર–પૈસા–સ્ત્રી
વગેરે પર પદાર્થોમાં જ સુખ ભાસતું હોય તે જીવ ત્યાંથી ખસીને આત્મસ્વભાવ તરફ વળવાનો પ્રયત્ન કરે નહિ,
ને તેને સાચું સુખ થાય નહિ. “ભેદવિજ્ઞાનસાર”
સમ્યક્ત્વના પ્રતાપથી પવિત્રતા
શ્રી ગણધરદેવોએ સમ્યગ્દર્શન–સંપન્ન ચંડાળને પણ દેવ સમાન કહ્યો છે. ભસ્મમાં છૂપાયેલ
અગ્નિની ચિનગારીની જેમ તે આત્મા ચાંડાળ દેહમાં રહેલો હોવા છતાં સમ્યગ્દર્શનના પ્રતાપથી તે
પવિત્ર થઈ ગયો છે તેથી તે દેવ છે. –રત્નકરંડશ્રાવકાચાર: ૨૮