Atmadharma magazine - Ank 068
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 17

background image
: ૧૪૬ : આત્મધર્મ : જેઠ : ૨૪૭૫ :

ગતાંકથી ચાલુ

હવે આત્માના સર્વગતપણા સંબંધી અનેકાંત બતાવે છે:–
स्वदेहप्रमितश्चायं ज्ञानमात्रोऽपि नैव सः।
ततः सर्वगतश्चायं विश्वव्यापी न सर्वथा।।
५।।
સામાન્ય અર્થ:– આ આત્મા કથંચિત્ પોતાના શરીરપ્રમાણ છે અને કથંચિત્ પોતાના શરીર પ્રમાણ નથી;
કથંચિત્ જ્ઞાનમાત્ર છે અને કથંચિત્ જ્ઞાનમાત્ર નથી. આમ હોવાથી આત્મા કથંચિત્ સર્વગત છે પણ સર્વથા
વિશ્વવ્યાપી નથી.
ભાવાર્થ:– આત્માનો આકાર શરીર પ્રમાણ છે તેથી આત્મા શરીર પ્રમાણ છે; પણ પ્રદેશોની સંખ્યા
અપેક્ષાએ આત્મા લોકના પ્રદેશ જેટલો છે એ અપેક્ષાએ તે શરીરપ્રમાણ નથી પણ લોકપ્રમાણ છે. આત્માના
લોકપ્રમાણ અસંખ્ય પ્રદેશો સદાય એકરૂપ રહે છે, તેમાં વધારો–ઘટાડો થતો નથી તેથી આત્મા લોક પ્રમાણ
અસંખ્ય પ્રદેશી છે તે નિશ્ચય છે, અને શરીરના આકારો તો બદલાયા કરે છે, તેથી આત્માનો એક સરખો આકાર
રહેતો નથી, માટે આત્મા દેહપ્રમાણ છે તે વ્યવહાર છે. બંને પ્રકારમાં શરીરથી તો આત્મા જુદો જ છે.
વળી આત્મા જ્ઞાનમાત્ર છે. જ્ઞેય પદાર્થોને જાણવા છતાં જ્ઞેયપદાર્થો સાથે એકમેક થતો નથી પણ પોતાના
જ્ઞાનરૂપે જ રહે છે તેથી આત્મા જ્ઞાનમાત્ર છે. પરંતુ આત્મા સર્વથા જ્ઞાનમાત્ર પણ નથી. આત્માના કેવળજ્ઞાનમાં
સર્વ લેકાલોક જણાય છે, તેથી જાણવાની અપેક્ષાએ આત્મા સર્વગત છે. સર્વ પદાર્થોને જાણવા છતાં આત્માનું
જ્ઞાન બહારમાં લંબાતું નથી તેથી આત્મા સર્વગત (અર્થાત્ વિશ્વવ્યાપી) નથી. અને જગતના સર્વ પદાર્થોને તેનું
જ્ઞાન પહોંચી વળે છે–જાણી લે છે તેથી તે સર્વગત પણ છે.
આત્મસ્વરૂપનું સંબોધન કરવા માટે તેના ગુણોદ્વારા તેની બરાબર ઓળખાણ કરવી જોઈએ. આત્મા
અનેકાંતસ્વરૂપી પદાર્થ છે, તેના અનેકાંત સ્વરૂપને જેમ છે તેમ જાણવાથી જ તેનો સમ્યક્ પ્રકારે બોધ થાય છે
અને સ્વરૂપની જાગૃતિ થાય છે. વસ્તુસ્વરૂપ અનેકાંતમય છે ને તેને જાણનારું જ્ઞાન પણ અનેકાંતમય છે, તે જ
સમ્યગ્જ્ઞાન છે. અને એ સમ્યગ્જ્ઞાન જ સ્વરૂપ–સંબોધન (સ્વરૂપની જાગૃતિ) કરે છે. વસ્તુના મૂળ સ્વરૂપને
બરાબર જાણ્યા વગર જ્ઞાન સાચું થતું નથી. અને સાચા જ્ઞાન વગર આત્મસ્વરૂપની જાગૃતિ થતી નથી. માટે
જેઓ શુદ્ધાત્મસ્વરૂપની પ્રાપ્તિના ઈચ્છુક છે તેઓએ આત્માના ધર્મોની ઓળખાણ દ્વારા આત્મસ્વરૂપની સાચી
સમજણ કરવી જોઈએ.
–૫–
હવે એક આત્મામાં જ કથંચિત્ એકપણું અને અનેકપણું છે તે બતાવે છે:–
नानाज्ञानस्वभावत्वादेकोऽनेकोऽपि नैव सः।
चैतनैकस्वभावत्वादेकानेकात्मको भवेत्।।
६।।
સામાન્ય અર્થ:– આત્મા એક–અનેકાત્મક છે. પર્યાયમાં જુદા જુદા અનેક જ્ઞાનભાવોની અપેક્ષાએ આત્મા
અનેક છે અને નિત્યરૂપ સામાન્ય એક ચૈતન્યસ્વભાવની અપેક્ષાએ આત્મા અનેક નથી પણ એક છે.
ભાવાર્થ:– આત્મા સર્વથા કૂટસ્થ નથી પણ જુદા જુદા જ્ઞાનભાવોરૂપે પરિણમે છે. અનેક જ્ઞાનપર્યાયોરૂપે આત્મા
પોતે જ પરિણમતો હોવાથી આત્મા અનેકરૂપ છે. અને વિધ વિધ અનેક જ્ઞાનપર્યાયો વખતે દરેક પર્યાયમાં સામાન્ય
ચૈતન્યસ્વભાવ એક જ પ્રકારનો છે તેથી આત્મા એક છે. આ રીતે આત્મામાં જ એકપણું અને અનેકપણું સમજવું.
બહારના પદાર્થોના આધારે અનેકાંતપણું નથી પણ દરેક વસ્તુમાં પોતાના સ્વભાવથી જ અનેકાંતપણું છે.
અહીં શ્રી આચાર્યદેવ આત્મામાં ને આત્મામાં જ અનેકાંતસ્વરૂપ ઓળખાવીને, પર લક્ષ છોડાવીને, સ્વરૂપનું
સંબોધન કરાવે છે.
‘જગતમાં અનેક આત્માઓ છે અને દરેક આત્મા જુદો છે’ –એમ બહારના જીવોની વાત ન કરતાં,
આત્મામાં ને આત્મામાં જ એકપણું અને અનેકપણું ઓળખાવીને અનેકાંતધર્મ સમજાવ્યો છે. આત્મા પોતાના
દ્રવ્ય–સ્વરૂપથી એક છે અને જ્ઞાન–સુખ ઈત્યાદિ અનેક ધર્મોની અપેક્ષાએ અનેક છે. એકપણું અને અનેકપણું એમ
બે ધર્મો જુદા છે પણ એક વસ્તુના આશ્રયે બંને ધર્મો