: ભાદ્રપદ : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૯૫ :
અવસ્થાને શરીરના દ્રવ્ય–ગુણ–અવસ્થાથી ભિન્ન સ્વતંત્ર કબૂલ કરે, તો આત્માનો ધર્મ સમજી શકે, નહિંતર
આત્માનો ધર્મ સમજી શકે નહિ. માટે ધર્મ સમજવાના જિજ્ઞાસુઓએ જીવ અજીવાદિ નવ પદાર્થનું સ્વરૂપ પ્રથમ
યથાર્થ સમજવું જ જોઈએ; તેમાં પ્રથમના જીવ અને અજીવ એવા બે પદાર્થ સિદ્ધ કરાય છે.
જેમ જાણનાર એવો જીવ પદાર્થ છે, તેમ જગતમાં નહિ જાણનાર એવા અજીવ પદાર્થો પણ છે. તેમાં તેના
ગુણો–શક્તિઓ પણ છે. સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ વગેરે જડના ગુણો છે. અહીં, ચૈતન્ય સ્વભાવ તે આત્મા છે,
અને સ્પર્શાદિ સ્વભાવવાળા તે જડ છે. જડમાં અહીં પુદ્ગલની જ વાત કહેવી છે. ધર્માસ્તિ, અધર્માસ્તિ–આદિ
બીજાં ચાર દ્રવ્યો છે, તેની વાત નથી.
વળી જેમ આત્મામાં ક્ષણે ક્ષણે જુદા જુદા ભાવ થાય છે–આત્મદ્રવ્યમાં અવસ્થાઓ બદલે છે તેમ ક્ષણે
ક્ષણે જડ પદાર્થ પણ બદલે છે. જો જડ પદાર્થ શરીર, વાણી, ધન, મકાન વગેરે બદલતા ન હોય તો આત્મામાં
થતા જુદા જુદા ભાવો ઠીક–અઠીકના ભાવોનું નિમિત્ત રહેતું નથી. ઠીક–અઠીકરૂપી વિકારી ભાવોમાં, જડનાં
દ્રવ્ય–ગુણો ત્રિકાળી હોવાથી નિમિત્ત ન થાય. વિકાર વર્તમાન હોવાથી જડનું વર્તમાન એટલે કે જડની વર્તમાન
પલટતી દશા ઠીક–અઠીકનું નિમિત્ત થાય. માટે આત્માની પેઠે જડ પણ બદલે છે એમ સ્વીકારવું જોઈએ. જડનું
પરિણમન સ્વીકારવામાં ન આવે તો જ્ઞાનનું જ્ઞેય તેમજ ભૂલનું નિમિત્ત પણ સિદ્ધ ન થાય; એમ થતાં ભૂલ પણ
સિદ્ધ ન થાય, અને જો ભૂલ જ સિદ્ધ ન થાય, તો પછી ટાળે કોને?
હું શુદ્ધ છું એમ નિર્ણય કર્યો ત્યાં, મારામાં અશુદ્ધ દશા હતી, તેના નિમિત્તો હતાં, ઠીક–અઠીક ભાવો હતા
અને તેનાં નિમિત્તો પણ હતાં; જેમ મારા ઠીક–અઠીક ભાવો બદલતાં તેમ સામે નિમિત્તો પણ બદલતાં. જો
નિમિત્તોમાં પલટો થતો ન હોય તો આ ઠીક છે, આ અઠીક છે, પૂર્વે નિરોગીપણાને લીધે આ સ્ત્રી ઠીક હતી,
વર્તમાન રોગીપણાને લીધે તે ઠીક નથી, એવી કલ્પના થાય નહિ. માટે સામા જડ પદાર્થો પણ બદલે છે. એ રીતે
જીવ અને અજીવ એમ બે જાતના દ્રવ્યો વસ્તુપણે અનાદિ–અનંત છે. અને તેમનામાં ક્ષણે ક્ષણે હાલતો બદલાય
છે, તેથી તે બંન્નેનું નિત્યપણું અને પરિણામીપણું બન્ને સિદ્ધ થાય છે.
હું જાણનાર–દેખનાર પદાર્થ છું. આનંદ મારો સ્વભાવ છે. મારે તેનો આનંદ લેવો છે. સંસારમાં અજ્ઞાની
જીવ પણ સ્ત્રીનો કે રોટલાનો સ્વાદ લેતો નથી, પરંતુ મને તેમાં સુખ છે એવી મિથ્યા માન્યતારૂપ આકુળતાનો
સ્વાદ લે છે. અજ્ઞાની જીવ પણ લાડવા, પેંડા વગેરે ખાતો નથી, માત્ર આકુળતાને ભોગવે ભોગવે છે. જેને
આત્માના આનંદને ભોગવવો હોય, –આત્માના આનંદનો અનુભવ કરવો હોય, તેને માટે પ્રથમ આત્માની સાચી
સમજણ કરવાની આ વાત છે.
દાળ, ભાત, વગેરે ઠીક–અઠીક પદાર્થો પર છે. તે જો પલટતાં ન હોય, –જડ પદાર્થમાં કાયમ રહીને
બદલવાની તાકાત ન હોય તો તે શુભ અશુભ વિકારમાં નિમિત્ત થઈ શકે નહીં. અને ઠીક–અઠીક આદિ અનેક
પ્રકારની વિકારી લાગણીઓમાં અનેક પ્રકારના જુદાં જુદાં જડ પદાર્થની અવસ્થારૂપ નિમિત્તો તો જોવામાં આવે
છે, માટે, કાળી–ધોળી, કડવી–મીઠી વગેરે જુદી જુદી અવસ્થારૂપે બદલવાનો જડનો સ્વભાવ છે, એમ
અજીવતત્ત્વને જાણવું.
મારે આત્માનું સુખ–શાંતિ જોઈએ છે, આકુળતા નથી જોઈતી, તેમાં જીવ, અજીવ તથા વિકારી અને
અવિકારી અવસ્થાઓ–એ બધાની સિદ્ધિ થાય છે, અને તેમાં નવે તત્ત્વોનો સમાવેશ થઈ જાય છે. તેમાંથી જીવ
અને અજીવ એમ બે પદાર્થો સિદ્ધ થયા.
હું જ્ઞાનાનંદ સ્વરૂપ આત્મા છું. સ્વભાવથી શુદ્ધ છું, મારું સુખ અંતર ચૈતન્ય સ્વભાવમાં છે. તેને વ્યક્ત
કરીને હું સુખી થવા માગું છું. એ રીતે આત્માને અને તેના ત્રિકાળી સ્વભાવને ન જાણે તો તે સુખ પ્રગટ કરી
શકે નહિ. વળી ત્રિકાળી સ્વભાવ શુદ્ધ હોવા છતાં, વર્તમાન અવસ્થામાં પરને પોતાનું માનીને મલિનતા કરે છે,
પરમાં સુખ માને છે. ત્યાં, પર શરીરાદિ અજીવ પદાર્થ કે જેના તરફ પોતે લક્ષ કરીને મલિનતા–અજ્ઞાન, રાગ
અને દ્વેષ કરે છે તે પણ સિદ્ધ થાય છે. વર્તમાન અવસ્થામાં અશુદ્ધતા દુઃખ અને તેના નિમિત્તો છે તેને જો ન
જાણે તો પણ દુઃખ ટાળીને સુખ પ્રગટ કરવાનો પ્રયત્ન કરે નહિ.
(૮) ભમ
કેટલાક જીવોનો અભિપ્રાય છે કે “જગતમાં સર્વવ્યાપી એક બ્રહ્મ છે. અને આ જે બીજું દ્રશ્ય દેખાય છે તે
બધું ભ્રમ છે; વાસ્તવિક તે કોઈ પદાર્થ નથી; જેમ દોરડીમાં સર્પનો ભ્રમ થાય છે તેમ આ બધું ભ્રમ છે.” ખરેખર
તેમનો તે અભિપ્રાય જુઠ્ઠો છે,