: ૧૯૬ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૭૫ :
કેમ કે દોરડીમાં સર્પનો ભ્રમ થાય છે, તો સર્પની અન્યત્ર હયાતી છે કે નહિં? જો સર્પની જગતમાં અન્યત્ર ક્યાંય
હયાતી જ ન હોય તો સર્વથા અસત્ પદાર્થની દોરડીમાં કલ્પના કેમ થાય? ન જ થાય. દોરડીને જ સર્પ માનવો
તે ભ્રમ છે, કેમકે દોરડીમાં સર્પનો અભાવ છે. પરંતુ સર્પમાં સર્પનો અભાવ નથી, જગતમાં તો સર્પની હયાતી છે.
એ પ્રમાણે આત્મામાં શરીરાદિ અજીવ પદાર્થોનો અભાવ છે, પરંતુ જગતમાં તેમનો અભાવ નથી. અજીવ
પદાર્થની પોતાની પોતામાં હયાતી તો છે જ, તેઓ સર્વથા ભ્રમ એટલે કે અસત્ નથી પણ તે અજીવને પોતાનું
માનવું તે ભ્રમ છે. જેમ જગતમાં ભિન્ન ભિન્ન અનેક આત્મા છે તેમ ભિન્ન ભિન્ન અજીવ પદાર્થો પણ છે.
જગતમાં દોરડી પણ છે, સર્પ પણ છે અને દોરડીમાં સર્પ માનવારૂપ ભ્રાંતિ પણ છે. એમ આ વિશ્વમાં
અનંત જીવ પદાર્થો છે; ભ્રાંતિમાં નિમિત્ત અજીવ પદાર્થો છે, અને ભ્રાંતિરૂપ જીવની વિકારી દશા પણ છે, એમ
જીવ, અજીવ અને જીવની ભૂલ એ ત્રણ સિદ્ધ થાય છે.
(૯) જીવ – અજીવન અક અન અક્ષર
જેમ અંક અને અક્ષરના જ્ઞાન વિનાનોમાણસ નામું લખી ન જાણે, તેમ આત્માના અંક અને અક્ષર
જાણ્યા વિના તેને ઓળખી ન શકાય. અહીં, ‘અંક’ એટલે આત્માનું ચિહ્ન–લક્ષણ અથવા એંધાણ છે. આત્માનું
ચિહ્ન લક્ષણ–એંધાણ શું? એનું જ્યાં સુધી જ્ઞાન ન કરે ત્યાંસુધી તેને ધર્મની શરૂઆત થાય નહિ. જ્ઞાન, દર્શન તે
આત્માનું એંધાણ છે. જાણવું દેખવું તે આત્માને જણાવનારું લક્ષણ છે.
‘અક્ષર’ જેનો નાશ ન થાય તે અક્ષર છે. જીવ અને જડ બંને અક્ષર અવિનાશી છે. જીવ અને જડનાં
ચિહ્ન તથા તેમનો અવિનાશી સ્વભાવ જાણ્યા વિના આત્મા અને પરને સમજી શકાય નહિ આત્માનું લક્ષણ તથા
જડનું લક્ષણ શું છે? તે જાણ્યા વિના આત્માને જડથી જુદો જાણી શકાય નહિ, અને જો આત્માને જડથી જુદો ન
જાણે તો તેને સમ્યગ્દર્શન એટલે કે ધર્મનું પ્રથમ પગથિયું પણ થાય નહિ.
જડ પદાર્થ કે જે શરીરાદિ અનેકરૂપે છે, તેનું લક્ષણ સ્પર્શ–રસ–ગંધ, વર્ણ વગેરે છે. તે એંધાણ વડે તે જડ
છે અચેતન છે એમ ઓળખી શકાય છે. અને ચૈતન્ય લક્ષણવડે જીવને ઓળખાય છે.
ભગવાન આચાર્યદેવ જગતના જીવોને સંબોધીને કહે છે કે: હે જીવો! અનંત કાળથી પોતાનો આત્મા
વાસ્તવિક શું ચીજ છે, અને તેના હોવાપણાનું શું સ્વરૂપ છે, તે તમે કદી જાણ્યું નથી; જો તે જાણ્યું હોય તો વિકાર
અને દુઃખ રહે નહિ. વિકાર અને દુઃખ તો વર્તમાન દશામાં છે. તો તેનું નિમિત્ત જડ પદાર્થ છે. સ્પર્શ, રસ વગેરે
તેનું લક્ષણ છે. સ્પર્શાદિ વડે જડને અને જ્ઞાનાદિ વડે આત્માને–એ રીતે બંન્નેને જુદા પાડીને ન જાણે તો ધર્મ થાય
નહિ. માટે ધર્મ કરવાના જિજ્ઞાસુ જીવે પ્રથમ જ આત્મા અને જડ પદાર્થને યથાર્થ રીતે જુદાં જુદાં સમજવાં.
સમજણ એટલે કે ધર્મ પરથી ન થાય, કારણ કે ભૂલનો કરનાર પણ પોતે છે અને ભૂલને ભાંગીને ધર્મનો
કરનાર પણ પોતે છે.
(૧૦) જીવમાં વિકાર અને તેનું નિમિત્ત
ભૂલ થાય આત્માની દશામાં. પરંતુ જો પર પદાર્થ નિમિત્ત ન હોય તો કોના લક્ષે ભૂલ થાય? પર લક્ષ
વિના એકલા સ્વભાવના લક્ષે ભૂલ થાય નહિ. જો એકલા પોતાથી જ ભૂલ થાય તો ભૂલ સ્વભાવ થઈ જાય,
પણ તેમ છે નહિ.
જેમ આત્મા કાયમી ટકતો પદાર્થ છે, તેમ ભૂલમાં નિમિત્ત અજીવ દ્રવ્ય કાયમી ટકતું છે. જેમ જીવ ભૂલ
બીજી ક્ષણે લંબાવ્યા કરે છે, તેમ તેનું નિમિત્ત પણ ક્ષણે ક્ષણે પોતાની અવસ્થા બદલીને ટકનારું છે. જો સામું
અજીવ દ્રવ્ય બદલાતું ન હોય તો આત્માને કાયમ ભૂલ થતી જ આવે; માટે અજીવ નિમિત્ત પણ એક અવસ્થારૂપે
ન રહેતાં કાયમ ટકીને બદલે છે. જીવ તેવું લક્ષ છોડીને સ્વભાવમાં વળે ત્યારે તેને અજીવનું નિમિત્ત રહેતું નથી,
એટલે કે સામું નિમિત્ત પણ કાયમ ટકીને બીજી દશારૂપે બદલી જાય છે. અને જીવ પણ કાયમ ટકીને બદલી જાય
છે. એ રીતે સામું અજીવ દ્રવ્ય પણ કાયમ ટકતો પદાર્થ સિદ્ધ થાય છે.
એ રીતે ન્યાયથી સમજવા માગે તેને બરાબર સમજાય કે આત્મા અને જડ એમ બે જાતના પદાર્થો છે,
તેમનાં ભિન્ન ભિન્ન લક્ષણો છે. બંનેમાં નિત્યતા છે. જીવમાં મોહ–રાગ–દ્વેષ વિકાર પલટે છે; અને વિકારનું
નિમિત્ત કર્મ–અજીવ પદાર્થ છે તે પણ પલટે છે. જો અજીવ પદાર્થ કાયમી ન હોય તો તેનું પલટન પણ હોય નહિ;
પલટન ન હોય તો તેને વિકારમાં નિમિત્તપણું પણ હોય નહિ; વિકારનું નિમિત્ત ન હોય તો વિકાર પણ હોય