: ભાદ્રપદ : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૯૭ :
નહિ. કારણ કે વિકાર કેવળ જીવ સ્વભાવથી થતો નથી, પણ પર–અજીવને લક્ષે થાય છે. માટે સામો અજીવ
પદાર્થ પણ કાયમી છે, અને તેની જુદી જુદી અવસ્થા દરેક સમયે થયા કરે છે.
આત્મા ત્રિકાળી હયાતી ધરાવનાર પદાર્થ છે. તેનું લક્ષણ જાણવાપણું–દેખવાપણું છે. જડથી જુદું તેનામાં
એંધાણ હોય તો તે જડથી જુદો પાડી શકાય; અને તે અવસ્થામાં પલટતો હોય તો પલટીને સુખી થાય અને દુઃખ
ટાળે. એ રીતે આત્મદ્રવ્ય, તેના જ્ઞાનાદિ ગુણો અને તેની સમયે સમયે પલટતી અવસ્થા, એ ત્રણેનો પિંડ તે
આત્મા છે. તે પ્રમાણે જડ દ્રવ્ય, તેના સ્પર્શાદિ ગુણો અને તેની પલટતી અવસ્થા એ ત્રણેનો પિંડ તે અજીવ–જડ
છે એ રીતે જીવ અને અજીવ બે તત્ત્વો સિદ્ધ થયાં.
(૧) પૂર્ણ સુખની પ્રાપ્તિનો ઉપાય
વળી, જીવદ્રવ્યમાં સમયે સમયે અવસ્થા બદલાય છે. તે અવસ્થા મલિન અને નિર્મળ એમ બે પ્રકારની
હોય છે. અજ્ઞાન અને રાગદ્વેષાદિને લઈને મલિન હોય છે, અને અજ્ઞાન રાગદ્વેષાદિ ટળતાં નિર્મળ હોય છે. તે
પ્રમાણે જીવ દ્રવ્યમાં મલિન અને નિર્મળ દશાસ્વરૂપ બે પ્રકાર ન માનવામાં આવે તો તેને અજ્ઞાન–રાગદ્વેષ એટલે
કે દુઃખ ટાળવું અને જ્ઞાન–વીતરાગતા એટલે કે સુખ પ્રાપ્ત કરવું એવું કાંઈ રહેતું નથી. માટે જીવમાં મલિન–
દુઃખરૂપ અવસ્થા છે, અને તે દુઃખરૂપ અવસ્થા ટાળીને નિર્મળ–સુખરૂપ અવસ્થા તેને પ્રગટ કરવાની છે. જીવ,
તેની પુણ્ય–પાપ–આશ્રવ બંધરૂપ વિકારી અવસ્થા, વિકારનું નિમિત્ત અજીવ, વિકાર રહિત સાધક અવસ્થા–
નિર્મળ દશા–સંવર, નિર્જરા અને પૂર્ણ નિર્મળ દશા–મોક્ષ, એ નવતત્ત્વનું વાસ્તવિક સ્વરૂપ જેમ છે તેમ સમજીને,
નવ ભેદના વિકલ્પ રહિત પોતાના શુદ્ધ આત્માને યથાર્થ ઓળખવો તે સુખ પ્રગટ કરવાનો સાચો ઉપાય છે.
અને એ રીતે આત્માને ઓળખીને આત્મામાં વારંવાર સ્થિરતાનો અભ્યાસ કરીને સંપૂર્ણ રાગ–દ્વેષને ટાળવા તે
પૂર્ણ સુખ પ્રાપ્ત કરવાનો ઉપાય છે.
જીવ વિકારદશામાં પર–અજીવનાં લક્ષે સુખદુઃખની કલ્પના કરે છે. તેથી તેને એક સમયની વિકારી
મલિન અવસ્થા છે. જો એક સમયની મલિન અવસ્થા જીવમાં માનવામાં ન આવે તો તે મલિન અવસ્થાનો નાશ
કરું અને નિર્મળ અવસ્થા પ્રગટ કરું એટલે કે શરીર વગેરે અજીવ પદાર્થોનું લક્ષ છોડીને ત્રિકાળી આત્મસ્વભાવ
તરફ વળું એવા ભાવની હયાતી રહેતી નથી.
(૧૨) પપતત્ત્વ
જીવ અને અજીવ, બે પદાર્થો સિદ્ધ થયા, જીવનું લક્ષ પર અજીવ તરફ હતું ત્યાં હિંસા, જુઠું, ચોરી મૈથુન
અને પરિગ્રહાદિના પાપ ભાવ ક્ષણિક થતા હતા. જો તે પાપ ભાવ ન સ્વીકારવામાં આવે તો તે હિંસાદિ પાપ
ભાવ ટાળી હું ધર્મ કરું, એવો ભાવ તેને ન થાય; પરંતુ જીવને હિંસાદિ પાપભાવ છોડવાનો ભાવ થાય છે માટે
પાપ તત્ત્વની હયાતી સિદ્ધ થાય છે.
હિંસા, જૂઠ વગેરે ભાવો જીવમાં થાય છે તે કાંઈક છે કે નહિ? તે પાપરૂપ ભાવ આત્માની વિકારી પર્યાય
છે. પાપ પરમાં થતું નથી, આત્માની ક્ષણિક દશામાં થાય છે. જો આત્માની ક્ષણિક દશમાં પાપ તત્ત્વની હયાતીની
કબૂલાત કરે તો ‘મારે પાપ કરવું નથી’ એવો ધ્વનિ નીકળે, પરંતુ જો વર્તમાન ક્ષણિક અવસ્થામાં પાપ તત્ત્વને
સ્વીકારવામાં ન આવે તો ‘મારે પાપ કરવું નથી’ એવો ધ્વનિ પણ હોય નહિ. માટે પાપતત્ત્વ છે.
સ્વભાવને ચૂકીને જીવને સ્ત્રી, પુત્ર, મકાનાદિ ઉપર લક્ષ જાય છે, તે સંબંધી રાગ–દ્વેષ થાય છે તે ભાવને
એટલે કે પાપને કબૂલે નહિ તો તેને ધર્મ કરવાનો પ્રસંગ રહેતો નથી.
(૧૩) મિલન તત્ત્વો અને િનમર્ળ તત્ત્વો
પુણ્ય, પાપ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ, એ સાત તત્ત્વો ત્રિકાળી પદાર્થ નથી, પરંતુ ત્રિકાળી
જીવ પદાર્થની ક્ષણિક અવસ્થાઓ છે. તેમાં પુણ્ય, પાપ, આસ્રવ અને બંધ મલિન ભાવો છે, સંવર–નિર્જરા અપૂર્ણ
નિર્મળ ભાવ છે; અને મોક્ષ પરિપૂર્ણ નિર્મળ ભાવ છે. મોક્ષ થયા પછી જીવ અનંત કાળ, સદાય પરિપૂર્ણ નિર્મળ
જ રહે છે. પછી તેને કદી જરા પણ મલિનતા થતી નથી. મલિન ચાર ભાવો કહ્યાં, તેને જો ન માનવામાં આવે
તો વિકારથી રહિત થઈને સ્વભાવને–પરિપૂર્ણ નિર્મળ દશાને પ્રગટ કરવાનું રહેતું નથી, કારણ કે એક સમયની
અવસ્થામાં મલિનતા માને તો સ્વભાવને ઓળખીને મલિનતાને ટાળવાનો ઉપાય કરે, પરંતુ મલિનતાને જ ન
માને તો શેનો ઉપાય કરે?
વળી, તે પાપ ભાવનું અસ્તિત્વ જીવની પોતાની દશામાં છે. પાપ શરીર–પુત્રાદિમાં રહેતું નથી; પોતાની
વર્તમાન દશામાં થાય છે. પોતાની