છે, તે આસ્રવ તત્ત્વ છે. પુણ્ય–પાપ બંને મૂળ ચૈતન્ય સ્વભાવમાં નથી, જીવે અવસ્થામાં નવાં કૃત્રિમ ઊભાં કર્યાં
છે. માટે બેયનું એક રૂપ આપીને તેને આસ્રવ તત્ત્વ કહ્યું છે. એ રીતે પુણ્ય–પાપ આત્માનો સ્વભાવ નહિ
હોવાથી, અને ક્ષણિક પરલક્ષે નવાં થતાં હોવાથી–નવાં આવતાં હોવાથી એટલે કે કૃત્રિમ ઊભા થતાં હોવાથી
બેયને એક નામ આપીને આસ્રવ કહ્યાં છે. એ પ્રમાણે આશ્રવ તત્ત્વ સિદ્ધ થયું.
અટકીને વિકારને લંબાવવો તે બંધ છે. એ રીતે આત્માના પર્યાયમાં પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ, એ મલિન
ભાવોનો સ્વીકાર ન થાય તો તેનાથી છૂટવારૂપ ધર્મ કરવાનો અવકાશ રહેતો નથી. ભગવાન ત્રિલોકનાથ
સર્વજ્ઞદેવે જે પ્રમાણે જીવાદિ નવતત્ત્વનું સ્વરૂપ કહ્યું છે તેમ ન સમજે તો તેને અજ્ઞાન ટાળીને ધર્મ કરવાનો
અવસર રહેતો નથી.
મારી વર્તમાન અવસ્થામાં અટકું છું, તે અટકવામાં બીજું મારાથી વિજાતીય તત્ત્વ નિમિત્ત છે, કારણ કે એકલો
આત્મસ્વભાવ અટકવાનું કારણ હોય નહિ, પરંતુ આત્મસ્વભાવથી વિપરીત સ્વભાવવાળા પરદ્રવ્યને લક્ષે જીવ
અટકે છે. માટે એક બીજું નિમિત્ત છે તે અજીવ તત્ત્વ છે. જીવ પોતે પોતાની ભૂલથી પરલક્ષે વિકારરૂપ પરિણમે
છે. તે વિકાર પુણ્ય અને પાપ એમ બે પ્રકારનો છે. પુણ્ય–પાપ બેય વિકાર હોવાથી મલિનતાની અપેક્ષાએ બંન્ને
થઈને આસ્રવ છે. તે મલિનદશામાં અટકવું તે બંધ દશા છે એ રીતે ચાર મલિન તત્ત્વો જીવની ક્ષણિક હાલતમાં
ઊઠી શકે નહિ, અને ‘પુણ્ય–પાપ આદિથી છૂટીને સ્વભાવમાં જવું, બંધમાં નહિ અટકતાં સ્વભાવમાં જવું’ એમ
રહેતું નથી, માટે જીવની અવસ્થામાં ચાર મલિન તત્ત્વો સિદ્ધ થાય છે.
અને બંધ નથી, હું તો નિર્મળ જ્ઞાન સ્વભાવી ધુ્રવ તત્ત્વ છું, એવી શ્રદ્ધા થતાં અવસ્થામાં વિકારને અટકાવ્યા તે
સંવર છે. વિકારનું અંશે અટકવું અને સ્વભાવના આશ્રયે અંશે નિર્મળ થવું તે સંવર છે.
પ્રગટ થતી સંપૂર્ણ નિર્મળ પર્યાય–એ બધાનું યથાર્થ શ્રદ્ધાજ્ઞાન ત્રિકાળી ચૈતન્ય સ્વભાવના આશ્રયે થાય છે; તે
સંવર છે. તેને કબૂલે નહિ તો તે જીવને સમ્યગ્દર્શનરૂપી ધર્મ થતો નથી. હું ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય છું, ક્ષણિક
અવસ્થામાં વિકાર હોવા છતાં તે વિકાર મારા ત્રિકાળી સ્વભાવમાં નથી. પુણ્યાદિ ચાર મલિનતત્ત્વો છે તે દુઃખ
દશા પ્રગટે છે તે સંવર છે. શુદ્ધ ચૈતન્ય સ્વભાવ તરફ વળવાની દશા, શુદ્ધતાનો અંશ અને વિકારને ટાળવાનો
ઉપાય એવો સંવર ન માને તો તેને “ધર્મ કરવો છે,” એમ રહેતું નથી. ધર્મદશા શરૂ થયા પછી અંશે વિકાર અને
અંશે શુદ્ધતા બેય અધૂરી દશામાં સાથે હોય છે. જેને ધર્મ કરવો છે તેને આ નવ તત્ત્વની યથાર્થ પ્રતીતિ વિના
બને નહિ એટલે કે થઈ શકે નહિ.