Atmadharma magazine - Ank 071
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 17

background image
: ૨૦૦ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૭૫ :
દ્રષ્ટિ કરે તો સમ્યગ્દર્શન ધર્મ થાય; કેવળ નવ તત્ત્વના ભેદના રાગમાં રોકાય તો ધર્મ થાય નહિ. નવ તત્ત્વના
ભેદનો રાગ પણ વિકાર છે. શું વિકારના લક્ષે નિર્મળતા આવે? ન જ આવે.
() િર્ત્ત્
પુણ્ય–પાપની રુચિ, વિકારની રુચિ અને તેમાં અટકવાની એટલે કે બંધની રુચિ ન છોડે તો પ્રથમ
સમ્યગ્દર્શન ધર્મ થતો નથી. વિકાર થવાની અને વિકારમાં અટકવાની રુચિ છોડવી અને વિકારરહિત
ધુ્રવસ્વભાવની રુચિ કરવી તે સમ્યગ્દર્શન ધર્મ છે; પછી જે કંઈ અશુદ્ધતા રહી તેનો અંશે અંશે નાશ કરવો અને
શુદ્ધતાની અંશે અંશે વૃદ્ધિ કરવી, તેને નિર્જરા કહે છે.
() ક્ષ ત્ત્
ત્રિકાળી સ્વભાવ શુદ્ધ છે તેમાંથી પર્યાયમાં શુદ્ધતા થઈ છે; જો સ્વભાવ શુદ્ધ ન હોય તો તેને શુદ્ધતા
કરવાનું રહેતું નથી. માટે ત્રિકાળી સ્વભાવ શુદ્ધ છે. શુદ્ધિનું બહારમાં કોઈ સાધન નથી. કોઈ નિમિત્તો, કે બહારના
સંયોગો શુદ્ધિનું સાધન નથી, પરંતુ પોતાનો ત્રિકાળી શુદ્ધ સ્વભાવ જ શુદ્ધિ એટલે કે ધર્મનું નિશ્ચય સાધન છે.
લોકો વાતો કરે છે કે દુશ્મનને અટકાવવો જોઈએ કે જેથી આપણને નુકસાન ન કરે; પરંતુ ખરેખર તો
આત્માનો દુશ્મન બહારમાં કોઈ નથી. પોતાની વિકારી દશા જ પોતાનો દુશ્મન છે, માટે તેને અટકાવવી જોઈએ.
સ્વભાવના આશ્રયે શુદ્ધતા વધતાં વધતાં સંપૂર્ણ વિકાર ટળી ગયો અને પૂર્ણ નિર્મળ દશા પ્રગટી ગઈ, તે મોક્ષ છે.
એ રીતે વિકારી અને અવિકારી એવા પર્યાયના ભેદો, તથા પર્યાયમાં થતા નિર્મળતાના ભેદો ન સ્વીકારે
તેને શુદ્ધિની વૃદ્ધિના પ્રકારો સિદ્ધ થતા નથી.
() ત્ત્ ર્ શ્રદ્ધ
જો આ નવ તત્ત્વો ન માનવામાં આવે તો કોઈ વાત સિદ્ધ થતી નથી. (૧) જીવ ન હોય તો દુઃખ ટાળવું
કોને? (૨) અજીવ ન હોય તો દુઃખ કોના લક્ષે થયું? (૩–૪) પુણ્ય–પાપરૂપ ભૂલ, (પ) ભૂલનું થવું; (૬)
અને ભૂલનું અટકી જવું–એ રીતે ભૂલ એટલે કે દુઃખ ન હોય તો કરવાનું શું રહ્યું? ભૂલને ટાળીને નિર્મળતાને ન
માને તો મોક્ષના કારણરૂપ (૭) વિકારનું અટકવું–નિર્વિકારનું પ્રગટ થવું, (૮) વિકારનું અંશે ટળવું અને
શુદ્ધિમાં વિશેષ ટકવું તથા (૯) વિકારને સર્વથા ટાળીને, સંપૂર્ણ શુદ્ધતા–મોક્ષ પ્રગટ કરવો, એ કાંઈ રહેતું નથી.
જ્યારે આ જીવે નવતત્ત્વને યથાર્થપણે જાણ્યાં ત્યારથી તેને ત્રિકાળી ચૈતન્યનો યથાર્થ સ્વીકાર થયો;
પ્રથમ જે એકલા વિકારમાં અટકતો, વર્તમાન દશા જેટલો જ આત્માને માનતો, કેવળ પુણ્ય–પાપ આદિ વિકારને
જ પોતાપણે સ્વીકાર કરતો, તે હવે ત્રિકાળી સ્વભાવનું ભાન થતાં પલટયો કે ‘આ પુણ્ય–પાપ જેટલો હું ક્ષણિક
નથી; તે ક્ષણિક વિકારી શુભાશુભભાવ રહિત હું ત્રિકાળી શુદ્ધ જીવ પદાર્થ છું.’ આવા સ્વભાવનો જે ભાવે
સ્વીકાર કર્યો તે ભાવને સમ્યગ્દર્શન કહે છે. આ સમ્યગ્દર્શન એટલે કે આત્માના સાચા ભાન વિના ધર્મમાં એક
પગલું પણ આગળ ચાલે નહિ; આવી આત્માની સાચી શ્રદ્ધા વિના પુણ્ય–પાપ આદિ વિકારને ટાળવાને તથા
શુદ્ધતા પ્રગટ કરવાને કાંઈ પણ પગલું ભરી શકાય નહિ.
મોહ–રાગ–દ્વેષાદિ રહિત નિર્મળ આત્મસ્વભાવ છે તેનો જે શ્રદ્ધાએ સ્વીકાર કર્યો તે શ્રદ્ધાના બળથી
વિકાર ઘટવા માંડયો. સ્વભાવની દ્રષ્ટિ વડે શુભા શુભ વિકાર ટળતાં ટળતાં આત્માની અવસ્થામાં જે સર્વથા
નિર્મળતા થઈ, પરિપૂર્ણ અવિકારી દશા થઈ, પરિપૂર્ણ પરમાનંદ દશા પ્રગટ થઈ તેને મોક્ષ દશા કહે છે.
જીવ અને અજીવ બે પદાર્થ, તેના સંયોગે થતી પુણ્ય–પાપ આસ્રવ બંધ–એ ચાર વિકારી દશા, અને તે
બેના વિયોગથી થતી સંવર–નિર્જરા–મોક્ષ–એ ત્રણ નિર્મળ દશા; એ પ્રમાણે નવ તત્ત્વના સ્વીકાર વિના ધર્મ કરી
શકાય નહિ. પુણ્ય–પાપ આદિ મલિનતા જો બિલકુલ ન જ હોય તો ધર્મ કોને કરવો? અને જો પુણ્ય પાપ આદિ
વિકારભાવો જીવનો કાયમી સ્વભાવ હોય તો તેને ટાળવા કેમ? પરંતુ જીવને પુણ્ય પાપ આદિ વિકાર ભાવને
ટાળી નિર્મળ દશા પ્રગટ કરવાની છે. જીવનો નિર્મળ પર્યાય નવો પ્રગટ કરવાનો છે; જીવને કાંઈ નવો કરવો
નથી. જીવ તો ત્રિકાળી ધુ્રવ શુદ્ધ સ્વભાવી પદાર્થ છે, પરંતુ વર્તમાન દશામાં તેવી શુદ્ધતા પ્રગટ કરવાની છે. જેને
ધુ્રવ સ્વભાવનો અનુભવ કરવો હોય તેણે પ્રથમ આ નવ તત્ત્વને બરાબર જેમ છે તેમ સમજવા જોઈએ.