Atmadharma magazine - Ank 071
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 17

background image
: ભાદ્રપદ : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૮૯ :
(૧) સ્વમાં એકતાનો અભિપ્રાય તે ધર્મ, પરમાં એકતાનો અભિપ્રાય તે અધર્મ.
જ્ઞાનને સ્વમાં વાળીને એમ પ્રતીત કરી કે જ્ઞાનસ્વરૂપ તે જ હું છું, ને પુણ્ય–પાપ તથા પરવસ્તુઓ હું
નથી, તે જ અનેકાંત છે. જે પુણ્ય–પાપ છે તે જ હું છું, તેનાથી જુદું કાંઈ મારું સ્વરૂપ નથી એમ માનવું તે એકાંત
છે, મિથ્યાત્વ છે, તે જ પુણ્ય–પાપની ઉત્પત્તિનું મૂળ છે. અને જ્ઞાનસ્વરૂપ હું છું, પુણ્ય–પાપ હું નથી–એવી પ્રતીતિ
તે પુણ્ય–પાપનો નાશ કરીને કેવળજ્ઞાન પ્રગટ કરવાનું મૂળ છે. બસ, સ્વમાં એકતાનો અભિપ્રાય તે ધર્મ છે ને
પરમાં એકતાનો અભિપ્રાય તે અધર્મ છે; જેને સ્વમાં એકતાનો અભિપ્રાય છે તેને સ્વના આશ્રયે ધર્મની જ
ઉત્પત્તિ છે, ને જેને પરમાં એકતાનો અભિપ્રાય છે તેને પરના આશ્રયે અધર્મની જ ઉત્પત્તિ થાય છે. જેને પુણ્ય–
પાપનો જ ઉત્પાદ ભાસે છે તેને તે વખતે તેનો વ્યય ભાસતો નથી. પુણ્યપાપ વખતે તે પુણ્ય–પાપનો વ્યય
કરનારો સ્વભાવ છે, તે તેને ભાસતો નથી. પુણ્ય–પાપથી જુદો, પુણ્ય પાપનો વ્યય કરનારો સ્વભાવ જેને
ભાસતો નથી તે પુણ્ય–પાપનો વ્યય કરી શકતો નથી, એટલે તેને શુદ્ધતા થતી નથી. જેને પુણ્ય–પાપ રહિત
સ્વભાવનું ભાન છે તે જીવ પુણ્ય–પાપ વખતે ય સ્વભાવની એકતારૂપે જ ઊપજે છે, તેથી તે વખતે ય તેને
જ્ઞાનની શુદ્ધતાની ઉત્પત્તિ જ વધે છે. પુણ્ય–પાપ ની ઉત્પત્તિ વધતી નથી. આ ‘સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર’ છે
તેથી, સ્વભાવની શ્રદ્ધાથી પર્યાયમાં સમયે સમયે જ્ઞાનની વિશુદ્ધતા થતી જાય છે તેનું આ વર્ણન છે.
(૨) જ્ઞાનીને જ્ઞાન વધે છે, અજ્ઞાનીને વિકાર વધે છે.
હે ભાઈ? જે ક્ષણે પુણ્ય–પાપ છે તે ક્ષણે આત્મસ્વભાવ છે કે નથી? જો છે તો તે વખતે તને તારું જ્ઞાન
આત્મસ્વભાવ તરફ વળેલુ ભાસે છે, કે પુણ્ય–પાપ તરફ વળેલું જ ભાસે છે? જેનું જ્ઞાન આત્મસ્વભાવમાં વળેલું
છે તેને તો, પુણ્ય–પાપ વખતે ય આત્મ સ્વભાવમાં એકતા રૂપે જ જ્ઞાન કાર્ય કરે છે તેથી, જ્ઞાનની શુદ્ધિ વધતી
જાય છે, અને જેનું જ્ઞાન આત્મસ્વભાવનો આશ્રય છોડીને પુણ્ય પાપમાં જ વળ્‌યું છે તેને મિથ્યા–જ્ઞાન છે, તેને
જ્ઞાન હણાતું જાય છે ને પુણ્ય–પાપ રૂપ વિકાર ભાવો વધતા જાય છે.
એક જ કાળમાં ત્રિકાળી સ્વભાવ અને ક્ષણિક પુણ્ય–પાપ એ બંને છે. તેમાં ત્રિકાળી સ્વભાવની હયાતી
સ્વીકારીને તેનો આશ્રય કરવો તે ધર્મનું મૂળ છે. અને ત્રિકાળી સ્વભાવની હયાતી ન કબૂલતાં પરની અને
ક્ષણિક પુણ્ય–પાપની જ હયાતીને કબૂલવી તે મિથ્યાત્વ છે, તે પાપનું મૂળ છે. જ્ઞાનીને ત્રિકાળી સ્વભાવમાં
વળેલા પરિણામથી સમયે સમયે નિર્મળ સ્વભાવ જ ભાસે છે, ને વિકારની ઉત્પત્તિ નથી ભાસતી પણ વ્યય
ભાસે છે. અજ્ઞાનીને વિકારની ઉત્પત્તિ જ ભાસે છે, પણ શુદ્ધ આત્માની હયાતી ભાસતી નથી, એટલે તેને
શુદ્ધતાની ઉત્પત્તિ થતી નથી. જ્ઞાનીને શુદ્ધાત્માની હયાતી ભાસે છે ને તેમાં પુણ્ય–પાપની હયાતી ભાસતી નથી
તેથી તેને ખરેખર શુદ્ધાત્માની જ ઉત્પત્તિ થાય છે ને પુણ્ય–પાપની ઉત્પત્તિ થતી નથી.
(૩) સ્વભાવમાં વળેલું જ્ઞાન તે સ્વસમય છે ને તે જ મોક્ષમાર્ગ છે.
આ શાસ્ત્રની બીજી ગાથામાં સ્વસમય અને પરસમયનું સ્વરૂપ બતાવ્યું હતું. અહીં પર સમયને દૂર કરીને
સ્વસમયને પ્રાપ્ત કરવાની વાત કરી છે. પોતાની જ્ઞાનરૂપી આંખને જે તરફ વાળે તેની હયાતી ભાસે છે, અને તે
તરફ પરિણમન થાય છે. મિથ્યાત્વ તે જ પુણ્ય–પાપનું મૂળ છે –એમ કહીને મિથ્યાત્વનો નાશ કરવાનું કહ્યું.
મિથ્યાત્વ ટાળતાં પુણ્ય–પાપ પણ ટળી જ જાય છે. મિથ્યાત્વને પુણ્ય–પાપનું મૂળ કહ્યું તેમાં એ પણ આવી ગયું કે
સમ્યકત્વ તે વીતરાગી ચારિત્રનું મૂળ છે. સ્વભાવની શ્રદ્ધા કરીને જ્ઞાન તેમાં ઠર્યું તે જ ચારિત્ર છે. જ્ઞાન પોતાના
આત્મસ્વભાવમાં કરે તેમાં જ દર્શન જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગ આવી જાય છે. સ્વભાવમાં ઢળેલું જ્ઞાન પોતે
મોક્ષમાર્ગ છે. આત્મસ્વભાવના આશ્રયે જે જ્ઞાન પરિણમ્યું તેમાં મોક્ષમાર્ગ આવી ગયો, સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રરૂપે પરિણમેલા આત્માને પ્રાપ્ત કરવો તે સ્વસમયની પ્રાપ્તિ છે. સ્વભાવમાં વળેલી નિર્મળદશાને અહીં
સ્વસમયની પ્રાપ્તિ કીધી છે, તે મોક્ષમાર્ગ છે, તે જ ધર્મ છે. મોક્ષમાર્ગરૂપે આત્મા પોતે જ પરિણમી જાય છે.
આત્માના સ્વભાવની ઓળખાણ કરીને, આત્મામાં જ પ્રવૃત્તિરૂપ સ્વસમયને પ્રાપ્ત કરીને શુદ્ધ જ્ઞાનને દેખવું. તે
શુદ્ધજ્ઞાન ત્યાગ ગ્રહણથી રહિત છે, તેણે સંપૂર્ણ