પરવસ્તુઓથી સ્પષ્ટપણે ભિન્ન અનુભવવું.
પરનું કાંઈ પણ ગ્રહણ–ત્યાગ જ્ઞાનમાં નથી. તત્ત્વાર્થ રાજવાર્તિકમાં કહ્યું છે કે આત્માને કાંઈ હાથ પગ નથી કે તે
પર વસ્તુઓને પકડે છોડે. પરમાર્થ તો આત્મા વિકારનો ય ગ્રહનાર કે ત્યાગનાર નથી. ‘હું વિકારી છું’ એવી
ઊંધી શ્રદ્ધાનો ત્યાગ થયો તે જ વિકારનો ત્યાગ છે અને વિકાર રહિત શુદ્ધસ્વભાવ છે’ એવી શ્રદ્ધા કરી તે જ
સ્વરૂપનું ગ્રહણ છે. અજ્ઞાનદશામાં જીવ પરનું ગ્રહણ–ત્યાગ કરવાનું માને છે પણ પરનું ગ્રહણ કે ત્યાગ કરી તો
અને પછી તે કહે કે ‘હવે હું આ પાણીને છોડી દઉં છું. ’ ત્યાં તે મનુષ્યે ખરેખર પાણીને પકડયું પણ નથી ને
છોડ્યું પણ નથી. પાણી તો તેના પ્રવાહમાં વહ્યું જ જાય છે. તે માણસે પાણીનું ગ્રહણ–ત્યાગ કરવાની માત્ર
માન્યતા કરી હતી, પણ પાણીને તો ગ્રહણ કે ત્યાગ કર્યું નથી. માણસ તો પાણીના ગ્રહણ ત્યાગ રહિત છે. આ
દ્રષ્ટાંતે જ્ઞાનને પણ ગ્રહણ–ત્યાગ રહિત સમજવું, આ જગતના પદાર્થો સૌ પોત પોતાના સ્વભાવ ક્રમમાં પરિણમે
છે. ત્યાં જ્ઞાન તો તેનાથી જુદું રહીને તેને જાણે છે, પણ તેનું ગ્રહણ કે ત્યાગ કરતું નથી. પરમાર્થથી તો જ્ઞાનમાં
વિકારનું પણ ગ્રહણ ત્યાગ નથી. ‘વિકારને છોડ, વિકારના નિમિત્તોને છોડ, કુસંગને છોડ!’ –એવો ઉપદેશ
ચરણાનુયોગમાં આવે, તે કથન નિમિત્તનાં છે. ઉપદેશમાં તો એવાં વચનો આવે પણ વસ્તુસ્વભાવ જ પર–
વસ્તુના ગ્રહણ અને ત્યાગ વગરનો છે, જ્ઞાનમાં પરવસ્તુનું ગ્રહણ–ત્યાગ નથી, એવો સ્વભાવ છે.
સ્વભાવ જ પરમાં કાંઈ કરવાનો નથી. જ્ઞાન તો આત્મામાં જાણવાની ને ઠરવાની ક્રિયા કરે, એ સિવાય પરમાં
કાંઈ ગ્રહણ–ત્યાગ કરી શકે નહિ. જેમ દુકાનમાં અરીસો ટાંગ્યો હોય તેમાં અનેક પ્રકારના મોટર, ગાડી, માણસો
વગેરેના પ્રતિબિંબ પડે અને પાછા ચાલ્યા જાય; ત્યાં અરીસાએ તે વસ્તુઓને ગ્રહી કે છોડી નથી, તેમ જ્ઞાનમાં
બધું જણાય છે પણ જ્ઞાન કોઈને ગ્રહતું કે છોડતું નથી. એવા ગ્રહણ–ત્યાગરહિત, સાક્ષાત સમયસાર ભૂત
શુદ્ધજ્ઞાનને અનુભવવું. એવો અહીં ઉપદેશ છે.
કાંઈ ન કરી શકે. જો આમ યથાર્થપણે સમજે તો પર તરફથી પાછો ફરીને પોતાના
જ્ઞાનસ્વભાવ તરફ વળે, ને રાગનો પણ કર્તા થાય નહિ. હે ભાઈ, તને પ્રત્યક્ષ દેખાય છે કે
તારો રાગ પરમાં કાંઈ જ કરી શકતો નથી. જેમ પરને માટે તારો રાગ વ્યર્થ છે, તેમ તે રાગ
આત્માને પોતાને પણ કાંઈ લાભ કરતો નથી. જો સ્ત્રી પુત્ર–શરીર વગેરે પદાર્થો તારાં હોય તો
તેના ઉપર તારો અધિકાર કેમ ન ચાલે? અને તારી ઈચ્છા પ્રમાણે જ તે પદાર્થો કેમ ન
પરિણમે? માટે તું તારા જ્ઞાનમાં એમ નિર્ણય કર કે મારું જ્ઞાનસ્વરૂપ બધાય પદાર્થોથી જુદું છે,
પર પદાર્થો તરફના વલણથી રાગની ઉત્પત્તિ થાય તેનાથી પણ જુદું છે, ને પર તરફ વળીને
રાગમાં જે જ્ઞાન અટકી જાય તેનાથી પણ મારું જ્ઞાનસ્વરૂપ જુદું છે;–એમ જાણીને તારા
શ્રદ્ધા કર, તેનો જ અનુભવ કર. નિરંતર તે જ એક કરવા જેવું છે.