ગાથા – ૮
ગાથા – ૯
: ૧૯૨ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૭૫ :
નમસ્કાર કરતાં તેમના સ્વરૂપની ઓળખાણ કરાવી છે અને તેમાં ધર્મ કઈ રીતે આવે છે તે જણાવ્યું છે.
[૮૪] શ્રીસાધુને નમસ્કાર
આચાર્ય–ઉપાધ્યાયને ઓળખીને તેમને નમસ્કાર કર્યા, હવે સાધુને ઓળખીને તેમને નમસ્કાર કરવામાં
આવે છે–શુદ્ધજ્ઞાનસ્વભાવી શુદ્ધાત્મતત્ત્વની આરાધનારૂપ વીતરાગનિર્વિકલ્પ સમાધિને જે સાધે છે તે સાધુ છે.
તેમને મારા નમસ્કાર હો.
એ રીતે પ્રથમના સાત દોહાઓમાં શ્રીયોગીન્દ્રાચાર્યદેવે પંચપરમેષ્ઠીને નમસ્કાર કર્યા; એ નમસ્કાર દ્વારા
પોતાના શિષ્ય પ્રભાકરભટ્ટને પણ પંચપરમેષ્ઠીનો ઉપદેશ કર્યો. –૭–
[૮૫] શ્રી પ્રભાકરભટ્ટ વિનંતિ કરે છે
પૂર્વોક્ત રીતે પંચપરમેષ્ઠીના સ્વરૂપને ઓળખીને અને તેમને નમસ્કાર કરીને હવે પ્રભાકર ભટ્ટ પોતાના
ગુરુને વિનંતિ કરે છે–
भाविं पणविवि पंचगुरु सिरि जोइंदु जिणाउ।
भट्टपहायरि विण्णविउ विमलु करेविणु भाउ।। ८।।
અર્થ:– પ્રભાકરભટ્ટ શુદ્ધભાવોવડે પંચપરમેષ્ઠીઓને નમસ્કાર કરીને, પોતાના ભાવોને પવિત્ર કરીને
શ્રીયોગીન્દ્રદેવ નામના પોતાના ગુરુ પ્રત્યે શુદ્ધાત્મતત્ત્વ જાણવા માટે મહા ભક્તિપૂર્વક વિનંતિ કરે છે.
જેમની પાસેથી શુદ્ધાત્મતત્ત્વ જાણવું છે તે પુરુષ પ્રત્યે મહાન વિનય ને મહા ભક્તિ વગર જીવને
શુદ્ધાત્મતત્ત્વનો ઉપદેશ યથાર્થ સમજાય નહિ. અધ્ધરથી બુદ્ધિમાં ન્યાય પકડીને માને કે હું સમજી ગયો, પણ
યથાર્થ વિનય વગર તે જ્ઞાન પરિણમે નહિ.
તેથી અહીં પ્રભાકરભટ્ટ પોતાના ગુરુ પ્રત્યે વિનય અને ભક્તિથી વિનંતિ કરતાં કહે છે;–શું કહે છે? તે
આ પ્રમાણે–
[૮૬] શ્રીગુરુ પાસેથી શુદ્ધાત્મ સ્વરૂપ સમજવા પ્રભાકરભટ્ટની ઝંખના
गउ संसारि वसंताहं सामिय कालु अणंतु।
पर मइं किं पि ण पत्तु सुहु दुकखु जि पत्तु महंत्तु।। ९।।
અર્થ:– હે સ્વામી! આ સંસારમાં વસતાં મારો અનંતકાળ વીતી ગયો, પરંતુ હું જરાપણ સુખ પામ્યો
નથી, મહાન દુઃખ જ પામ્યો છું.
અહીં પ્રભાકરભટ્ટ પોકાર કરીને ધગશથી વિનંતિ કરે છે કે હે ભગવન્! મેં શુદ્ધાત્મતત્ત્વ કદી સાંભળ્યું
નથી તેથી અનંત અનંતકાળ સંસારમાં વીતી ગયો પણ જરાય સહજાનંદ ન પામ્યો. અહીં શુદ્ધાત્મસ્વરૂપ જાણવા
માટે ઝંખનાથી પ્રશ્ન પૂછયો છે. શ્રીજયધવલામાં કહ્યું છે કે જે શિષ્ય પ્રશ્ન નથી પૂછતો તેને શ્રીગુરુ ઉપદેશ કરતા
નથી. તેનો અર્થ એવો છે કે જે શિષ્યને અંતરથી સમજવાની ધગશ નથી જાગી અને જે મહા ભક્તિ–વિનયથી
શ્રીગુરુના ઉપદેશને સાંભળતો નથી તેને શુદ્ધાત્મતત્ત્વનો ઉપદેશ નહિ સમજાય.
જેવો પંચપરમેષ્ઠી ભગવાનનો સહજ આનંદ બતાવ્યો તેવો આનંદ હું કદી પામ્યો નથી પણ સંસારમાં
મહાન દુઃખ જ પામ્યો છું. તેથી હવે હું પરમાત્મસ્વરૂપનો ઉપદેશ સાંભળવા ઈચ્છું છું. જે શિષ્ય લાયક હોય તેને
શુદ્ધાત્મસ્વરૂપને સમજવાની જ ઝંખના હોય છે, પણ કોઈ વ્યવહારની વાતમાં તેને હોંશ હોતી નથી. તે કહે છે કે
હે નાથ, શુદ્ધાત્માના ભાન વગર સંસારમાં રખડતાં ચારે ગતિમાં હું દુઃખ જ પામ્યો છું સ્વર્ગમાં પણ દુઃખ જ
પામ્યો છું, પણ શુદ્ધ આત્મસ્વરૂપની ઓળખાણ વગર હું ક્યાંય જરાય સુખ પામ્યો નથી. માટે મને તે
શુદ્ધાત્મસ્વરૂપનો ઉપદેશ કૃપા કરીને આપો.
આત્મકલ્યાણની અપૂર્વ વાત
આ આત્મકલ્યાણની અપૂર્વ વાત છે. ઝટ ન સમજાય તો અરુચિ કે કંટાળો લાવવો નહિ પણ
વિશેષ અભ્યાસ કરવો, ‘આ મારા આત્માની અપૂર્વ વાત છે, આ સમજવાથી જ કલ્યાણ છે’ –એમ
અંતરમાં તેનો મહિમા લાવીને રુચિથી શ્રવણ–મનન કરવું. બધા આત્મામાં આ સમજવાની તાકાત છે.
હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું વૃદ્ધ છું, હું બાળક છું–એવી શરીરબુદ્ધિને છોડીને અંતરમાં એમ લક્ષ કરવું કે હું
આત્મા છું, શરીરથી જુદો જ્ઞાનસ્વરૂપ છું. દરેક આત્મા ભગવાન છે–જ્ઞાનસ્વરૂપી છે, તેનામાં પૂરેપૂરું
સમજવાની તાકાત ભરી છે. માટે ‘મને ન સમજાય’ એવું શલ્ય કાઢી નાખીને, ‘મને બધું સમજાય એવી
મારી તાકાત છે’ એમ વિશ્વાસ કરીને સમજવાનો પ્રયત્ન કરવો. રુચિપૂર્વક પ્રયત્ન કરે તેને ન સમજાય
એમ બને નહીં. આમાં બુદ્ધિના ઉઘાડની બહુ જરૂર નથી પણ રુચિની જરૂર છે. “ભેદવિજ્ઞાનસાર”