Atmadharma magazine - Ank 075
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 21

background image
: ૫૦ : આત્મધર્મ: ૭૫
શરીરના રજકણો કામ કરે છે તેનું સ્વામિત્વ અંતરમાંથી ઊડી ગયું છે, એવા સંતને શરીરનુ રક્ષણ કરવાની કે
તેને ઢાંકવાની વૃત્તિ ઊઠવાનો પણ અવકાશ રહ્યો નથી. અહો, આત્માને એ દશા પ્રગટે તે ધન્ય પળ છે! ધન્ય
કાળ છે! ધન્ય ભાવ છે! એ ધન્ય અવસરની ભાવના કરતાં શ્રીમદ્ રાચચંદ્રજી કહે છે કે––
નગ્નભાવ ભુંડભાવ સહ અસ્નાનતા,
અદતધોવન આદિ પરમ પ્રસિદ્ધ જો;
કેશ, રોમ, નખ કે અંગે શ્રૃંગાર નહીં,
દ્રવ્ય–ભાવ સંયમમય નિર્ગ્રંથ સિદ્ધ જો;
–અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?
–આવી દશા વગર ત્રણકાળ ત્રણલોકમાં પૂર્ણદશાની પ્રાપ્તિ થતી નથી. શરીર–મન–વાણીની કોઈ ક્રિયા
ઉપર આત્માનો અધિકાર નથી એવા અંતરભાન પૂર્વક શરીરશણગારની વૃત્તિ ટળી ગઈ છે, અંતરમાં ચૈતન્યના
ધ્યાન માટે બાહ્યમાં સહજપણે મુખ્યપણે મૌનદશા વર્તે છે. મુનિવરોને સ્વભાવની લીનતામાં આવી ઉત્કૃષ્ટ
વૈરાગ્યદશા હોય છે.
(૭) વરગ્ય
પરમાગમ શ્રી સમયસાર ભગવાન વૈરાગ્યનો અર્થ એમ કહે છે કે પુણ્ય–પાપથી રુચિ ખસેડીને
આત્મસ્વભાવની રુચિ કરવી તે જ વૈરાગ્ય છે. ચૈતન્યમૂર્તિ આત્મા તરફ વળતાં પુણ્ય પાપ પ્રત્યે વિરકત થઈ
ગયો છે, સ્વભાવની રુચિ થઈ તે અસ્તિ અને સ્વભાવની રુચિ થતાં જ પુણ્ય પાપ બંનેની રુચિ ટળી ગઈ તે
નાસ્તિ અખંડાનંદ સ્વભાવની રુચિ થતાં ‘પુણ્ય સારું અને પાપ ખરાબ’ એવી ઊંધી માન્યતા ટળી ગઈ અને
પુણ્ય–પાપમાં મધ્યસ્થતા થઈ ગઈ તે વૈરાગ્ય છે; તેને પાપનો તિરસ્કાર નથી ને પુણ્યનો આદર નથી; પણ પુણ્ય
અને પાપ બંનેથી તે વિરક્ત છે.
જીવ રક્ત બાંધે કર્મને વૈરાગ્ય પ્રાપ્ત મુકાય છે,
એ જિનતણો ઉપદેશ તેથી ન રાચ તું કર્મો વિષે. ૧પ૦.
શુભકર્મથી આત્માને લાભ થાય એવી જેની બુદ્ધિ છે તે જીવ કર્મમાં જ રક્ત છે, તેને સાચો વૈરાગ્ય હોતો
જ નથી, ને તે કર્મને બાંધે છે. ધર્મી જીવ શુભ–અશુભ બંને કર્મોથી ભિન્ન આત્મસ્વભાવને જાણીને તે શુભ–
અશુભકર્મ પ્રત્યે વિરક્ત છે, તેથી તે મુક્તિ પામે છે. પુણ્ય અને પાપ બંને મારું સ્વરૂપ નથી એવા ભાનથી તે બંને
પ્રત્યે મધ્યસ્થ થઈને પોતાના સ્વભાવના આશ્રયે થતા નિર્મળ પર્યાયને ભગવાન વૈરાગ્ય કહે છે.
(૮) દીક્ષા બાદ, અંતરની શાતિના શેરડાના અનુભવમાં ભગવાને થયેલા એક વર્ષના ઉપવાસ
ચારિત્રદશા ધારણ કર્યા પહેલાંં પણ ભગવાન ઋષભેદવને આત્મામાં નક્કી હતું કે આ ભવમાં જ હું
કેવળજ્ઞાન અને મુક્તિ પામવાનો છું. પરંતુ સાથે સાથે એમ પણ નક્કી હતું કે પુરુષાર્થ વગર કેવળજ્ઞાન થતું
નથી. જ્યારે હું પુરુષાર્થ વડે મુનિદશા પ્રગટ કરીને આત્મધ્યાનમાં ઠરીશ ત્યારે જ કેવળજ્ઞાન થશે. ભગવાને
જ્યારે દીક્ષા લીધી ત્યારે તેમની સાથે દેખાદેખીથી બીજા ચાર હજાર મોટા રાજાઓ પણ પોતાની મેળે દીક્ષિત થઈ
ગયા હતા. પણ તે તો માત્ર બાહ્ય નકલ હતી; અંદરમાં અકકલ વગરની નકલ હતી. ઋષભદેવ ભગવાન તો
આત્માના આનંદના અનુભવની લીનતામાં રહેતાં તેમને છ મહિના સુધી આહારની વૃત્તિ ન થઈ; પણ તેમની
સાથે દીક્ષિત થયેલા રાજાઓ ક્ષુધી વગેરે સહન કરી શક્યા નહિ, તેથી તે બધા ભ્રષ્ટ થઈ ગયા. તેથી કહેવાય છે
કે ‘ભૂખે મરતાં ભાગી ગયા.’ અંતરની શાંતિના શેરડા વગર સમતા ક્યાંથી રહે? ‘મેં આટલા દિવસ આહાર ન
કર્યો’ એમ જ્યાં આહાર ન કરવાના દિવસો ગણાતા હોય તેને આત્માની સાચી સમતા ક્યાંથી રહે? તેનું લક્ષ
તો આહાર ઉપર પડ્યું છે. આહાર અને શરીરાદિ બાહ્ય પદાર્થોનું લક્ષ છોડીને અંતરમાં પરમ આનંદના
અનુભવમાં એકાગ્ર થતાં સાચી સમતા રહે છે. શ્રીઋષભદેવ ભગવાન આત્મામાં સ્થિર થતાં આહારનો વિકલ્પ
તૂટી ગયો અને છ મહિના પછી આહારની વૃત્તિ ઊઠી પણ છ મહિના સુધી આહારનો યોગ ન બન્યો. ત્યાં
ભગવાન તો આત્માના આનંદમાં મસ્ત છે, બહારમાં આહારનો સંયોગ તો તેટલો કાળ થવાનો જ ન હતો, તેથી
ન થયો. બાહ્યદ્રષ્ટિથી જોનારા અજ્ઞાની લોકો બાર મહિના સુધી આહાર ન થયો તેને ભગવાનનો તપ ગણે છે
અને એની નકલમાં વર્ષીતપ કરે છે. પણ આહાર ન આવ્યો તે તો જડની ક્રિયા છે, તેમાં