Atmadharma magazine - Ank 075
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 21

background image
પોષ: ૨૪૭૬ : ૫૧:
તપ નથી. તપ તો આત્માના ધ્યાનમાં લીન થતાં સહેજે ઈચ્છા તૂટી જાય તેનું નામ છે. અંતરની દશાને ભગવાન
દર્શન–જ્ઞાન–ચારિત્ર ને તપ કહે છે.
(૯) પહેલાં સમ્યગ્દર્શન અને પછી સમ્યક્ચારિત્ર
પહેલાંં તો સત્સમાગમે આત્માની ઓળખાણ કરીને સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન પ્રગટ કરે, અને પછી
તેમાં વિશેષ એકાગ્ર થતાં પાંચ ઈન્દ્રિયોના વિષયોની ઈચ્છા સહેજે ઊડી જાય તેનું નામ ત્યાગ છે. સમ્યગ્દર્શન
થતાં જ રાગની મીઠાસ તો ઊડી જાય છે એટલે વિષયોમાં સુખબુદ્ધિ રહેતી નથી. અવિરતિ સમ્યગ્દ્રષ્ટિને રાગ
થાય અને બાહ્યમાં સ્ત્રી આદિ સંયોગ હોય પણ તેને તેમાં ક્યાંય સુખબુદ્ધિપૂર્વકનો રાગ હોતો નથી, માત્ર
આસકિતનો રાગ હોય છે. પછી આત્મામાં વિશેષપણે ઠરતાં આસકિતનો રાગ પણ રહેતો નથી, ને બાહ્યમાં પણ
સ્ત્રી આદિ કાંઈ પરિગ્રહ હોતો નથી. આવી દશાને ચારિત્ર કહેવાય છે. જે જીવ વિષયોમાં સુખ માનતો હોય, તથા
પુણ્યમાં અને તેના ફળમાં જેને મીઠાસ હોય તે તો મિથ્યાદ્રષ્ટિ છે. આત્મામાં આનંદ નથી એમ જે માનતો હોય તે
જ વિષયોમાં ને વિકારમાં સુખ માને છે. ધર્મી જીવને તો સુખસ્વરૂપી આત્માનું ભાન છે, પછી તેમાં ઠરતાં રાગ
છૂટી જતાં ‘બાહ્ય સ્ત્રી આદિને છોડી’ એમ કહેવામાં આવે છે. ખરેખર ‘હું રાણીઓને છોડું’ એમ જ્ઞાનીનો
અભિપ્રાય હોતો નથી. રાગ હતો ત્યારે રાણીનું નિમિત્તપણું હતું, પણ સ્વરૂપની ચારિત્રદશા વડે પોતાના
ઉપાદાનમાંથી રાગ ટળી ગયો એટલે રાણીનું નિમિત્તપણું પણ છૂટી ગયું, તેથી ‘રાણીઓને છોડી’ એમ કહેવાય
છે. આ સમજ્યા વગર અને આવી દશા પ્રગટ કર્યા વગર કોઈ જીવ પરમાત્મા થઈ શકે નહીં.
(૧૦) અહ, ધન્ય ત દશ!
અહો, ભગવાને આવા ભાનપૂર્વક ચારિત્રદશા લીધી અને વીતરાગી ધ્યાનમાં ઠર્યા. અહા, ધન્ય તે દશા!
એહ પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં,
ગજા વગર ને હાલ મનોરથ રૂપ જો;
તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો,
પ્રભુ આજ્ઞાએ થાશું તેજ સ્વરૂપ જો...
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?
ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો;
સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને,
વિચરશું કવ મહત્ પુરુષને પંથ જો...
અહો, અંતરના ભાન સહિતની નિર્ગ્રંથતા! શ્રીમદ્રાજચંદ્રજીને આત્માનું ભાન છે તે ગૃહસ્થપણામાં આ
ભાવના કરે છે. શ્રીમદે ૧૯પ૨ની સાલમાં ૨૮ વર્ષની ઉમરે આ ભાવના કરી છે. આવી ભાવના ભાવ્યા વગર અને
તેવી સાક્ષાત્ દશા પ્રગટ કર્યા વગર કોઈ પણ જીવને કલ્યાણ થતું નથી. ચારિત્રદશા વગર એકલા સમ્યગ્દર્શનથી
મોક્ષ થઈ જતો નથી. ૨૮ મૂળગુણ તે સંતોનો સનાતન માર્ગ છે. આમાં એ ધન્ય અવસર એટલે આત્માની
વીતરાગી દશાનો સ્વકાળ ક્યારે આવશે! તેની ઊગ્ર ભાવના કરી છે, દરેક જીવોએ આત્માનું ભાન કરીને એ
ભાવના કરવા જેવી છે. એવી ભાવનાથી આત્માની રાગરહિત દશા થઈને કેવળજ્ઞાન થાય, તે જ કલ્યાણ છે.
આજનો વખત મહા વૈરાગ્ય ભાવનાનો છે. વીછીયામાં
[કેવળજ્ઞાન કલ્યાણિક પ્રસંગના તેમજ પ્રતિષ્ઠા થઈ તે દિવસના ખાસ વ્યાખ્યાનો માટે આવતો અંક જુઓ.]
ત્રણ ભટ પસ્તક.
આત્મધર્મના ગ્રાહકોને ત્રણ ભેટ પુસ્તકો ક્યારે મળશે તે સંબંધી અનેક પત્રો મળે છે, તે સંબંધી ખુલાસો
નીચે મુજબ છે.
(૧) ભેદવિજ્ઞાનસાર–રૂબરૂ લઈ જવા ગોઠવણ કરે તેને આપીએ છીએ.
(૨) ચિદ્દવિલાસ–છપાય છે. તે તૈયાર થયેથી ગ્રાહકોને મોકલાશે.
(૩) સમ્યગ્દર્શન– બધા ગ્રાહકોને જાન્યુઆરીની ૧લી તારીખથી ટપાલથી આંકડિયાથી મોકલાશે.
વ્યવસ્થાપક:
આત્મધર્મ–સોનગઢ