આત્મા જે સ્વરૂપે છે તેનું સાચું જ્ઞાન જીવે એક સેકંડમાત્ર પણ અનંતકાળમાં કર્યું નથી, અનાદિથી પુણ્ય–
અને નાટકીઓ જેમ ભેખને પોતાનું સ્વરૂપ માને તેમ તે વિકારને જ પોતાનું સ્વરૂપ માને છે. પુણ્ય–પાપરહિત
નિર્મળાનંદ આત્મસ્વભાવ ભગવાને કહ્યો છે તેને જાણે તો મુક્તિ થયા વિના રહે નહિ. આત્મામાં પૂરું જાણવાની
તાકાત છે. ભગવાન બધાના જાણનારા છે, પણ કોઈનું કાંઈ કરનારા નથી, આત્મા પોતાને ભૂલીને અનંતકાળથી
અવતારમાં રખડે છે, તે અવતાર કેમ ટળે તેની આ વાત છે. જીવે પૂર્વે આત્મસ્વભાવની વાત સાંભળી છે પણ
અંતરમાં તેની રુચિ કરી નથી. ભાઈ, આત્માની સમજણ તેં અનંતકાળમાં નથી કરી, તે અપૂર્વ છે, મન–વાણી–
દેહ રહિત જ્ઞાનમૂર્તિ સ્વભાવ છે, તેની સત્સમાગમે ઓળખાણ કર. મનુષ્યપણું પામીને એ કરવા જેવું છે; આ
શરીર તો રાખ થઈ જશે, ને આત્મા બીજે ચાલ્યો જશે તે આત્માનું સ્વરૂપ શું છે તેને જાણ.
સાંબેલા જેવો છે, જેના હાથમાં કાન આવ્યો તે કહે કે હાથી સૂંપડા જેવો છે, જેના હાથમાં પૂછડું આવ્યું તે કહે કે
હાથી સાવરણી જેવો છે. એમ તે આંધળાઓ હાથીના એકેક અંગને જ આત્મા માને છે, કેમકે આખો હાથી
તેમણે જોયો નથી. તેમ આત્માના પરિપૂર્ણ સ્વભાવને નહિ જાણનારા અજ્ઞાનીઓ એક પડખાંને જ આત્મા
માની લે છે. આત્મામાં જ્ઞાન, દર્શન, સુખ, સ્વચ્છતા, પ્રભુતા વગેરે અનંત ધર્મો છે; તેવા આત્માને જે
ઓળખતા નથી તેઓ આત્માને એકાંત નિત્ય કે સર્વથા ક્ષણિક માને છે; કોઈ રાગાદિને આત્મા માને છે, પણ
શરીર અને રાગાદિથી ભિન્ન પરિપૂર્ણ આત્મા કેવો છે તેને અનંતકાળમાં એક સેકંડ પણ જાણ્યો નથી. જો
આત્માના પરિપૂર્ણ સ્વભાવને એક સેકંડ પણ જાણે તો સમ્યગ્જ્ઞાન થઈને મુક્તિ થયા વિના રહે નહિ. માટે આ
મનુષ્યપણામાં એ જ કરવા જેવું છે.
જગતમાં અનંત આત્મા છે તે દરેક જુદા છે, પણ જાત એક છે. દરેક આત્મામાં સિદ્ધ ભગવાન જેવી પરિપૂર્ણ
તાકાત પડી છે. એને ભૂલીને અજ્ઞાની જીવ પરમાં ને પુણ્ય–પાપમાં સુખ માને છે. જેમ આંધળો સૂંઢને જ હાથી
માને છે તેમ અજ્ઞાની ક્ષણિક પુણ્યની લાગણીમાં જ સુખ માને છે એટલે કે તે વિકારને જ આત્મા માને છે, તેને
આત્માના આનંદનો સ્વાદ આવતો નથી, પણ વિકારનો સ્વાદ આવે છે. સમ્યગ્દર્શન થતાં આત્માના આનંદનો
સ્વાદ આવે છે. જેમ આંખ ઉઘડતાં આખો હાથી જણાય છે, તેમ જ્યાં સત્સમાગમે ભાન કર્યું કે આ પુણ્ય–પાપ
તો મારા સ્વભાવની ઊલટી દશા છે, તેમાં દુઃખ છે, તે મારું સ્વરૂપ નથી; પુણ્ય–પાપરહિત મારા સ્વભાવમાં સુખ
છે–એમ ઓળખીને સમ્યગ્જ્ઞાન પ્રગટ કરતાં આત્મા જણાય છે. ભાઈ! આવો મનુષ્યભવ પામીને સાચા જ્ઞાનરૂપી
દોરો તારા આત્મામાં પરોવી લે તો તારો આત્મા સંસારમાં ખોવાય નહિ. જેમ સોયમાં દોરો પરોવે તો તે ઉકરડે
ખોવાય નહિ, તેમ આત્માના સમ્યગ્જ્ઞાનરૂપી દોરો પરોવી લ્યે તે જીવ આ જગતના અવતારમાં રખડે નહિ.