થાય છે તે પોતાનો દોષ છે, તે ક્ષણિક દોષને જાણે નહિ અને આત્માને એકાંત શુદ્ધ માને તે પણ એકાંતવાદી
અજ્ઞાની છે. ક્ષણિક અવસ્થામાં વિકાર છે, અને ત્રિકાળસ્વરૂપ તે વિકારરહિત નિર્મળ છે એમ બંને પડખાં જાણીને
સમ્યગ્જ્ઞાન પ્રગટ કરવું જોઈએ. આત્મામાં જ્ઞાનસ્વભાવ ભર્યો છે. પચાસ વર્ષ પહેલાંંની વાત જાણવા માટે જ્ઞાનને
સામર્થ્ય છે. અને તે જ્ઞાન આગળ લંબાય તો આ ભવ, પૂર્વભવ અને અનંતકાળનું જ્ઞાન કરે એવી આત્માની
તાકાત છે. ચોપડામાં તો પાના ફેરવવા પડે, પણ જ્ઞાનમાં પાનાં ફેરવવા પડતાં નથી. જ્ઞાનનો સ્વભાવ એક
સમયમાં ત્રણકાળ ત્રણલોકને જાણવાની તાકાતવાળો છે. વળી જ્ઞાનમાં ઘણું જાણતાં ભાર લાગતો નથી.
ત્રિકાળસ્વભાવમાંથી જ્ઞાનનો પ્રવાહ આવે છે. અજ્ઞાનીઓ ને અનંતકાળથી ચૈતન્યના સામર્થ્યનો મહિમા આવ્યો
નથી, ચૈતન્ય સામર્થ્યનો મહિમા જાણે તેને સમ્યગ્જ્ઞાન થયા વિના રહે નહિ, અને એક સેકંડ પણ એવું સમ્યગ્જ્ઞાન
પ્રગટ કરે તેને જન્મમરણનો નાશ થયા વિના રહે નહિ. ધર્મ અંતરની અપૂર્વ ચીજ છે, એ બહારથી ઓળખાય તેવી
ચીજ નથી. આવા આત્માનું ભાન થયા પછી ધર્મીજીવ સ્ત્રી–પુત્રના સંયોગ વચ્ચે હોય, પણ જેમ મડદા ઉપર
શણગાર કર્યો હોય તેથી કાંઈ મડદું રાજી થતું નથી, તેમ ધર્મી જીવને બહારના સંયોગની અને રાગની અંતરમાં
ઓળખાણ વગર ત્યાગી થાય ને શુભભાવ કરીને તેનો અહંકાર કરે તે અધર્મી છે, તે સંસારમાં રખડે છે.
અંતરમાં વિકારરહિત કાયમી જ્ઞાનસ્વભાવ છે તે સ્વભાવમાં તારું સુખ છે. આત્મા અતિશય ચૈતન્યનો ભંડાર
છે, કાલનો પાપી પણ આજે ધર્મ પામી જાય છે; શાસ્ત્રોમાં એવા ઘણા દાખલા છે કે રાજાઓ જંગલમાં શિકાર
કરવા ગયા ત્યાં મુનિનો ભેટો થતાં આત્મભાન પામીને ધર્મી થઈ ગયા છે. અનંતકાળમાં દરેક જીવે મહાન પાપો
કર્યાં છે, પણ સાચું સમજવા માંગે તો એક ક્ષણમાં સત્ય સમજીને ધર્મ પામી શકે છે. ધર્મી જીવોએ અંદરમાં
ચૈતન્યની ક્રિયા કરી છે, અજ્ઞાની તેની બહારની ક્રિયાની અને પુણ્યની નકલ કરીને ધર્મ માને છે. પણ અંતરમાં
જાય છે. તેથી આચાર્યદેવ કહે છે કે અતિશય ચૈતન્ય તેજથી ભરેલો આત્મા જયવંત વર્તો. હે આત્માઓ! એની
તમે ઓળખાણ કરો, તે તમારી રક્ષા કરશે. ચૈતન્યશક્તિમાં કેવળજ્ઞાન ભર્યું છે, તેનો વિશ્વાસ કરો. આ
મનુષ્યપણું પામીને એ જ કરવા જેવું છે.
જૈન સિદ્ધાંત પ્રવેશિકા