Atmadharma magazine - Ank 075
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 21

background image
પોષ: ૨૪૭૬ : ૫૫:
તારો ધ્રુવ નિત્યાનંદસ્વભાવી આત્મા છે, તેને તેં કદી જાણ્યો નથી. દરેક આત્મામાં પરિપૂર્ણ પરમાત્મા થવાની
તાકાત ભરી છે, તેની પ્રતીત કરીને એકાગ્ર થાય તો પરમાત્મદશાનો આનંદ પ્રગટે છે. પુણ્ય તો ક્ષણિક વિકાર છે,
તે રહિત વસ્તુસ્વભાવ છે, તેને જાણે નહિ અને પુણ્યને ધર્મ માને, તેથી કાંઈ તેને ધર્મ થાય નહિ. જેમ કોઈ માણસ
અગ્નિને ઠંડો માનીને તેને અડે તો કાંઈ અગ્નિ તેને દઝાડયા વગર રહે નહિ, અગ્નિનો ઊનો સ્વભાવ છે તે મટી જાય
નહિ. તેમ વસ્તુસ્વરૂપ જેમ છે તેમ અજ્ઞાની જીવ ન માને તો તેથી કાંઈ વસ્તુસ્વરૂપ ફરી જાય નહિ. વસ્તુસ્વરૂપ
જાણે નહિ અને પુણ્ય–પાપના ક્ષણિકભાવને પોતાનું સ્વરૂપ માને છે તે અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે. આત્મા નવો થતો
નથી, પણ પુણ્ય–પાપના ભાવ તો નવા નવા થાય છે, પાપ બદલીને પુણ્યભાવ નવા થાય છે, ને વળી પુણ્યભાવ
ટળીને પાપભાવ થાય છે, આત્મા તો ત્રિકાળ રહેનાર છે, માટે આત્માથી તે પુણ્ય–પાપ જુદા છે, અને શરીરાદિ
સંયોગો જડ છે તે પણ આત્માથી જુદા છે. અહાહા! હું જ્ઞાતાસ્વરૂપ ચૈતન્યમૂર્તિ છું આવું ભાન આઠ વર્ષની
રાજકુંવરીઓ પણ કરે છે. અહો! શરીરાદિ અને પુણ્ય–પાપથી હું જુદો છું, ચૈતન્યસ્વભાવથી પરિપૂર્ણ છું––એમ
પહેલાંં સાચી સમજણ કરીને રુચિ કરે, પછી વીતરાગતા ને કેવળજ્ઞાન થતાં એક બે ભવની વાર લાગે, પણ
અંતરમાં આત્માની શ્રદ્ધા–જ્ઞાનનો ધર્મ કાયમ રહે છે. પોતાના સ્વભાવથી પરિપૂર્ણતા છે તેને ભૂલીને અજ્ઞાની
બહારના સંયોગમાં પરિપૂર્ણતાની ભાવના કરે છે. ધર્મીની દ્રષ્ટિમાં પર ઉપર રુચિ નથી, અંતરસ્વભાવની જ રુચિ
છે. રુચિ એક પળમાં પલટી શકે છે. જેમ કુંવારી કન્યા પીયરમાં ઊછરે, અને બાપના ઘરને તથા મૂડીને પોતાની
કહેતી હોય, પણ જ્યાં સગપણ થયું ત્યાં ફડાક રુચિ પલટી જાય છે કે આ ઘર મારું નહિ પણ જ્યાં સગપણ કર્યું છે
તે ઘર અને તે વર મારાં છે. તેમ જીવ અનાદિથી પુણ્ય–પાપ અને પરવસ્તુને જ પોતાનું ઘર માની રહ્યો છે, પણ
સત્સમાગમે જ્યાં અંતરમાં સ્વભાવનું ભાન થયું ત્યાં પર પ્રત્યેની રુચિ એક ક્ષણમાં પલટી જાય છે, અનંતકાળની
ઊંધી રુચિ પલટતાં વાર લાગતી નથી.
બગાસું ખાય ને મોઢામાં સાકરનો ગાંગડો પડી જાય, એવો આ મનુષ્યદેહ અને સત્સમાગમ મળ્‌યો છે.
તેમાં જો આત્માનું ભાન કરે તો મુક્તિ થયા વિના રહે નહિ. માટે આ મનુષ્યભવમાં સત્સમાગમ કરીને
આત્માની ઓળખાણ કરવી જોઈએ; એ જ આ ચાર ગતિના પરિભ્રમણથી છૂટવાનો રસ્તો છે.
ભરતેશવૈભવ જૈન બાળપોથી
[ભાગ ૧ થી પ] [આવૃત્તિ ત્રીજી]
બહાર પડી ચૂકયું છે બહાર પડી ચૂકી છે.
પાકું પૂઠું : ત્રિરંગી જેકેટ સાથે કિંમત ૦–૪–૦ ટપાલખર્ચ ૦–૧–૦ અલગ
કિંમત પ–૮–૦ ટપાલખર્ચ ૦–૮–૦ : પ્રાપ્તિસ્થાન:
પ્રાપ્તિસ્થાન શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય સોનગઢ: સૌરાષ્ટ્ર
મોટાઆંકડિયા: સૌરાષ્ટ્ર