Atmadharma magazine - Ank 075
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 21

background image
બ્રહ્મચર્ય – પ્રતિજ્ઞા
પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી સોનગઢ
તરફથી વિહાર કરીને કારતક વદ ૧૪,
શનિવારે ઉમરાળા પધાર્યા હતા. ત્યાં પૂ.
ગુરુદેવશ્રીએ ચાર દિવસ સ્થિરતા કરીને
તેમની અપૂર્વ અધ્યાત્મ વાણીનો લાભ
આપ્યો હતો. (કારતક વદ ૦)) રવિવાર,
વ્યા ખ્યાન બાદ ભાઈ મોહનલાલ નાનચંદ
ઉમર વર્ષ ૬૧; તથા તેમના ધર્મપત્ની
મણિબેન, ઉંમર વર્ષ પ૩, –બંનેએ સજોડે પૂ.
ગુરુદેવશ્રી સન્મુખ બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કર્યું
છે; એ શુભકાર્ય માટે તેમને ધન્યવાદ.
– પ્રભુતા –
અહો! આત્માનો પોતાનો સ્વભાવ જ પ્રભુ
છે, મહિમાવાળો છે. જીવે પોતાના સ્વભાવની
પ્રભુતા કદી હોંશથી સાંભળી નથી અને
સ્વીકારી નથી. જો જ્ઞાનીઓ પાસેથી
સાંભળીને એકવાર પણ પોતાની પ્રભુતાનો
મહિમા ઓળખે તો પોતે પ્રભુ થયા વગર રહે
જ નહિ.
નિયમસાર–પ્રવચનો
પોષ: ૨૪૭૬ : ૫૭:
જેમ પાણી ઊનું થયું ત્યારે પણ તેનો ઠંડો સ્વભાવ છે, પાણીનો ઠંડો સ્વભાવ ઈન્દ્રિયોથી જણાતો નથી,
આંખથી દેખાય નહિ, અંદર ઊંડો હાથ નાંખે તો જણાય નહિ, પણ જ્ઞાનમાં એમ નક્કી કરે કે આ પદાર્થ પાણી
છે, અગ્નિ નથી; પાણીનો સ્વભાવ તો ઠંડો હોય. એમ પદાર્થના સ્વભાવને જ્ઞાનથી જ નક્કી કરી શકાય છે,
ઈન્દ્રિયોથી નક્કી થતો નથી; તેમ આત્માનો સ્વભાવ અતીંદ્રિયજ્ઞાનથી જણાય તેવો છે. કોઈ ઈન્દ્રિયથી, રાગથી,
દેહની ક્રિયાથી, ભગવાનની ભક્તિથી કે મનના તર્કથી તે સ્વભાવ જણાય તેવો નથી. પણ જ્ઞાન વડે જ તે જણાય
છે. જેમ કોઈ મૂઢબુદ્ધિ પુરુષ હાથમાં રાખેલ સોનાને ભૂલીને બહાર વનમાં શોધે, તેમ અંતરના સ્વભાવને ભૂલીને
જગત બહારમાં જ્ઞાન–દર્શન–ચારિત્રને શોધે છે. તે મૂઢબુદ્ધિ છે. સત્સમાગમે શ્રવણ કરીને અંતરમાં શોધે તો મળે
તેમ છે. માત્ર શ્રદ્ધાનો અભિપ્રાય ફેરવવાનો છે. જો મૂઠીમાં રાખેલું સોનું બહાર વનમાં શોધ્યે મળે તો અંતરનું
ચૈતન્યતત્ત્વ બહારના અવલંબને પ્રગટે! એક સેકંડ પણ જો સ્વાવલંબી ચૈતન્યતત્ત્વને માને તો સદ્બોધચંદ્રની
કણિકા પ્રગટી, તેમાંથી કેવળજ્ઞાન થયા વિના રહે નહિ. પહેલાંં પુણ્ય–પાપ રહિત શુદ્ધ તત્ત્વનું ભાન અને વિશ્વાસ
થાય, પણ એવું ભાન થતાં તરત જ બધા પુણ્ય–પાપ ટળી ન જાય. શુદ્ધ સ્વભાવનું ભાન થવા છતાં ક્રોધ હોય,
માન હોય, માયા હોય, લોભ હોય. પણ અંદરનો વિવેક ખસે નહિ. જેમ કોઈને ભાષા કેમ બોલવી જોઈએ તેનું
ભાન હોય છતાં બોબડાપણું ચાલુ રહે. પણ બોબડાપણું હોવા છતાં તેને ભાષા કેમ બોલવી તેનું જ્ઞાન છે તે