અમુક પ્રકારે આહાર કરે છે ને અમુક પ્રકારનો ત્યાગ છે–એમ બહારની ક્રિયા ઉપરથી ધર્મી જીવના ધર્મનું માપ થતું
નથી, પણ અંતરમાં આત્મસ્વભાવની શ્રદ્ધા અને એકાગ્રતા કરીને કેટલો રાગ તોડયો તે ઉપરથી ધર્મીનું માપ થાય છે.
અજ્ઞાનીઓ કહે છે કે ‘આત્મામાં અનતશક્તિ છે અને આત્મા સ્વતંત્ર છે–એમ જો તમે માનો છો તો છ મહિનાના
ઉપવાસ કરી નાંખો ને?’ પણ જ્ઞાની કહે છે કે ભાઈ! આત્માની શક્તિનું માપ બહારની ક્રિયાથી નથી. કોણ આહાર
લ્યે? ને કોણ તેને છોડે? ચૈતન્યમૂર્તિ અરૂપી આત્મા છે તે જડ આહારને લેવા–મૂકવાની ક્રિયા કરી શકતો નથી.
તે ભાવનું કારણ પણ ધર્મી જીવ પોતાને માનતા નથી. સ્વભાવદ્રષ્ટિથી આત્મા વિકારનું કારણ છે જ નહીં. અને
નિમિત્તથી પણ આત્મા શરીર–મન–વાણીનું કારણ નથી.
આત્માની બહાર ન હોય; એટલે બહારની શરીર–મન–વાણીની ક્રિયા તો આત્મા વ્યવહારે પણ કરતો નથી. બહુ તો
આત્મા પોતાના પર્યાયમાં તે તરફનો રાગ કરે, તેને જાણવો તે વ્યવહાર છે. ત્રિકાળી સ્વભાવમાં રાગ નથી ને પર્યાયમાં
આ ક્ષણિક રાગ થાય છે–એમ તે રાગને જાણવો તે અસદ્ભુતવ્યવહાર છે. અને ત્રિકાળી રાગરહિત સ્વભાવને જાણવો
તે નિશ્ચય છે. નિશ્ચયને જાણ્યા વિના વ્યવહારનું પણ સાચું જ્ઞાન થાય નહીં. ત્રિકાળી સ્વભાવ રાગરહિત છે તેને જાણે
નહિ અને ક્ષણિક રાગને જ પોતાનું સ્વરૂપ માની લ્યે તેને તો વ્યવહારનું પણ સાચું જ્ઞાન નથી.
ઈચ્છા ન હોવા છતાં વાણી છૂટે છે અને ઘણા જીવોને ઈચ્છા હોવા છતાં તે ઈચ્છા અનુસાર વાણી નીકળતી નથી,
કેમ કે વાણી આત્માના કારણે થતી નથી પણ જડના કારણે થાય છે. આ પ્રમાણે જડથી હું ભિન્ન છું–એમ
ભેદજ્ઞાન કરવું તે ધર્મ છે.
ત્યાં અજ્ઞાની જીવ કહે છે કે “એ તો નિશ્ચયની વાત છે, નિશ્ચયથી આત્મા શરીરાદિનું ન કરી શકે પણ વ્યવહારથી
કરે” નિશ્ચય શું અને વ્યવહાર શું? તેનું અજ્ઞાનીને ભાન નથી તેથી તે એમ માને છે કે વ્યવહારથી આત્મા બોલે, ને
વ્યવહારથી આત્મા શરીરને ચલાવે. ‘નિશ્ચયથી ન કરે ને વ્યવહારથી કરે’ એમ અજ્ઞાની માને છે એટલે તેને કદી બે
નયોનો વિરોધ ટળતો નથી; ને બે નયોનો વિરોધ ટાળીને તેને સ્વભાવમાં ઢળવાનું રહેતું નથી, એટલે કે તેને અધર્મ
ટળીને ધર્મ થતો નથી. નિશ્ચય અને વ્યવહારનો પરસ્પર વિરોધ છે, તે વિરોધ કઈ રીતે ટળે? નિશ્ચય જે કહે છે તે
વસ્તુસ્વરૂપ છે અને વ્યવહાર કહે છે તે પ્રમાણે વસ્તુસ્વરૂપ નથી પણ ઉપચારથી કહ્યું છે–એમ સમજે તો બે નયોનો
તો તેને બે નયોનો વિરોધ મટતો નથી એટલે કે મિથ્યાત્વ ટળતું નથી. નિશ્ચય કહે છે કે આત્મા શરીરાદિનું કાંઈ જ
કરતો નથી;–એ તો યથાર્થ વસ્તુ સ્વરૂપ જ છે; અને વ્યવહાર કહે છે કે આત્મા શરીરાદિની ક્રિયા કરે છે;–એ યથાર્થ
વસ્તુસ્વરૂપ નથી પણ ઉપચારનું કથન છે, એનો અર્થ એમ છે કે ખરેખર આત્મા શરીરાદિનું કરે નહિ.
ભગવાન! તારો અપાર મહિમા છે, તારા મહિમાને ભૂલીને બહારના પદાર્થોનો મહિમા કરી કરીને તું