સંસારમાં રખડતાં આ જીવે, પૂર્વભવની સ્ત્રીને માતા તરીકે અને પૂર્વભવની માતાને સ્ત્રી તરીકે અનંતવાર સેવી
છે. પુણ્ય કરીને સ્વર્ગમાં અને પાપ કરીને નરકનિગોદમાં જીવ રખડે છે. આવા સંસારને ધિક્કાર છે! સંસાર કોઈ
બીજી ચીજ નથી પણ આત્માનો જ વિકાર છે.. આત્મા સદાય પવિત્ર મૂર્તિ છે, ને વિકાર તથા શરીર તે
અશુચિમય છે... ત્રિકાળ એકરૂપ મારો સ્વભાવ છે એટલે મારે મારા સ્વભાવથી એકત્વ છે... હું એક
જ્ઞાયકસ્વભાવ છું, શરીર અને રાગાદિ મારું સ્વરૂપ નથી, તેનાથી મારે અન્યત્વ છે... પુણ્ય–પાપ આસ્રવ છે તે
મારું સ્વરૂપ નથી,... સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન કરીને તેમાં લીન થતાં સંવર–નિર્જરા પ્રગટ થાય છે... આ સંસારમાં
જીવને રત્નત્રયરૂપ બોધિની પ્રાપ્તિ જ અત્યંત દુર્લભ છે. પૂર્વે અનંતકાળમાં આત્માને બધું મળી ચૂકયું છે,
આત્માને અનંતકાળમાં નહિ મળેલ એક રત્નત્રય જ છે. –ઈત્યાદિ પ્રકારે બાર વૈરાગ્ય ભાવનાઓનું ચિંતવન
ભગવાન કરતા હતા. પછી લોકાંતિક દેવો આવીને પ્રભુની સ્તુતિ કરીને વૈરાગ્યને અનુમોદન આપે છે, અને દેવો
દીક્ષા કલ્યાણિક ઉજવવા આવે છે. અને ભગવાન દીક્ષા લઈને ચારિત્રદશા અંગીકાર કરે છે. એ બધું દ્રશ્ય હમણાં
અહીં થઈ ગયું છે.
છઠ્ઠા–સાતમાં ગુણસ્થાનની વીતરાગીદશા પ્રગટે છે, તે ચારિત્રદશા છે. એવી ચારિત્રદશા જેને પ્રગટી હોય તેને જ
મુનિ કહેવાય છે. એવી ચારિત્રદશા વગર સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનરૂપ ધર્મ હોય, પણ મુનિદશા હોય નહીં.
તીર્થંકર ભગવાનને પણ ચારિત્રદશા વગર કેવળજ્ઞાન થતું નથી. તેથી ભગવાનને વૈરાગ્ય થતાં તેઓ દીક્ષા
અંગીકાર કરે છે. ‘હું દીક્ષા લઈને મુનિ થાઉં’ એવો વિકલ્પ તે તો રાગ છે, તે આત્માનું સ્વરૂપ નથી, તેમ જ
બાહ્યમાં કેશલોચની કે વસ્ત્રો ઉતારવાની ક્રિયા જડની છે, આત્મા તેનો કર્તા નથી. આત્માને મુનિ થવાની વૃત્તિ
ઊઠી તે રાગ છે, તે રાગને લીધે ચારિત્રદશા થતી નથી પણ સ્વભાવની લીનતાથી ચારિત્રદશા થાય છે. તેમ જ
તે રાગને લીધે વસ્ત્ર ઉતરવાની ક્રિયા થતી નથી, પણ તે જડના સ્વભાવથી થાય છે.
લાયકાત હતી. આત્મા તેનો કર્તા નથી. અને જે પંચમહાવ્રતનો શુભવિકલ્પ ઉઠયો તેને ચારિત્રદશાનું નિમિત્ત
કહેવાય પણ ખરેખર તો તે રાગ છે, તે વીતરાગીચારિત્રનું કારણ નથી. અને આત્મા તે વિકલ્પનો કર્તા પરમાર્થે
નથી. આત્માના અંતરસ્વભાવમાં ઠરતાં વિકલ્પ છૂટી જાય છે. ભગવાને વસ્ત્ર છોડયા એમ કથન આવે, પણ
ખરેખર તો સ્વરૂપમાં ઠરતાં રાગ છૂટી ગયો ને રાગ છૂટી જતાં તેના નિમિત્તરૂપ વસ્ત્રો સ્વયમેવ છૂટી ગયા છે.
પહેલાંં તો મુનિ થઈને વિકલ્પ ઊઠે પણ તેનો આશ્રય માને નહિ અને બાહ્યમાં પરિગ્રહનો સંગ હોય નહિ, પછી
અંદર ચૈતન્ય ગોળામાં લીન થતાં મુનિઓને પ્રથમ સાતમી ભૂમિકા પ્રગટે છે. જેને મુક્તિ થાય તેને આ દશા
આવ્યા વગર કદી મુક્તિ થાય નહિ. ગૃહસ્થપણામાં સમ્યગ્દર્શન અને એકાવતારીપણું થાય પણ આ દશા વગર
કોઈ સમ્યગ્દ્રષ્ટિને પણ ગૃહસ્થપણામાં મુક્તિ થઈ જાય નહીં.
પરાવર્તનનો કાળ જ તેવો હોય છે; આત્માનો