Atmadharma magazine - Ank 076
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 21

background image
: ૭૦ : આત્મધર્મ : મહા : ૨૦૦૬ :
શ્રી વીંછિયામાં પંચ કલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ફાગણ સુદ છઠ્ઠના દિવસે બપોરે પ્રભુશ્રીના કેવળજ્ઞાન
કલ્યાણક પ્રસંગે ભગવાના દિવ્યધ્વનિા સારરૂપે પૂ. ગુરુદેવશ્રીનું
ખસ પ્રવચન
• અરિહંતદેવના દિવ્યધ્વનિો સાર •
() ર્જ્ઞ િવ્ક્ષ ? : આજે સવારે દીક્ષા કલ્યાણક થયો હતો અને અત્યારે
ભગવાનના કેવળજ્ઞાન કલ્યાણકનો ઉત્સવ થયો. ભગવાનના આત્માને સર્વજ્ઞપદ પ્રગટ્યું, અને સમવસરણમાં
તેમનો “ એવો અભેદ નિરક્ષરી ધ્વનિ છૂટયો. સામાન્ય જીવોની ભાષામાં ક્રમ અને ભેદ પડે છે, તેમ
ભગવાનની વાણીમાં નથી હોતું. ભગવાનની વાણી અભેદ, એક સમયમાં પૂરું રહસ્ય કહેનારી હોય છે. આમાં
સૂક્ષ્મ ન્યાય રહેલો છે.
આત્મા જ્ઞાનાદિ અનંત ગુણોનો અભેદ પિંડ છે, તેની શ્રદ્ધા અને જ્ઞાન થવા છતાં જ્યાં સુધી રાગ અને
વિકલ્પ વર્તે છે ત્યાં સુધી વાણીમાં અભેદ–એકાક્ષરીપણું સહજ આવતું નથી. જ્યાં ચૈતન્યમાં ભેદ પાડનારા
ઉપાધિ ભાવો છે ત્યાં વાણી પણ ભેદવાળી આવે છે. અભેદ ચૈતન્યની સ્થિરતા દ્વારા તે ચૈતન્યમાં ભેદ પાડનારા
ઉપાધિભાવોનો નાશ થતાં, અખંડ કેવળજ્ઞાનદશા વડે આત્મા પ્રત્યક્ષ જણાયો, અને ત્યારે વાણી પણ સહજપણે
અભેદ થઈ ગઈ.
શ્રી અરિહંત ભગવાનને “ એવી એકાક્ષરી વાણી કેમ નીકળી? તેની આ વાત થાય છે. આ અંતરની
વાત છે. અભેદરૂપ ચૈતન્યસ્વભાવ કેવળજ્ઞાનથી અનુભવમાં આવે ત્યારે વાણી પણ અભેદ નીકળે છે. જ્ઞાનમાંથી
જાણવાનો ક્રમ ટળી ગયો, ત્યાં વાણીમાં પણ કથનનો ક્રમ ટળી ગયો. ત્યાં કાંઈ જ્ઞાનને કારણે તેવી વાણી નથી
નીકળતી, તેમ જ જડ વાણીને કાંઈ ખબર નથી કે ભગવાનને કેવળજ્ઞાન થયું માટે હું અભેદપણે પરિણમું. છતાં
પણ જ્ઞાનને અને વાણીને એવો જ સંબંધ છે કે જ્ઞાન પૂરું થાય ત્યાં વાણી પણ અભેદ થઈ જાય. જીવને
કેવળજ્ઞાન થયું હોય અને વાણી ભેદવાળી હોય–એમ કદી બને નહિ. ભગવાનની દિવ્ય વાણી નિરક્ષરી હોવા છતાં
સાંભળનાર જીવોને તો તે સાક્ષરીપણે શ્રવણમાં આવે છે અને સૌ પોતપોતાની ભાષામાં, પોતાની યોગ્યતા
અનુસાર સમજી જાય છે. ભગવાનનું શરીર સ્તબ્ધ–સ્થિર હોય છે, હોઠ અને મોઢું બંધ હોય છે, ને “ એવો
દિવ્યધ્વનિ સર્વાંગેથી છૂટે છે. તે એકાક્ષરી હોવા છતાં શ્રોતાજનોની પાત્રતા અનુસાર સાક્ષરીપણે સમજાય છે,
એવો તેનો સ્વભાવ છે.
(૨) ભગવાની વાણી ધર્મવૃદ્ધિનું જ નિમિત્ત છે. સ્વાશ્રય કરે તે જ ભગવાની વાણીને સમજ્યો છે : –
દિવ્યધ્વનિ છૂટે એવા પરમાણુ સમ્યગ્દર્શનની ભૂમિકામાં જ બંધાય છે, ને કેવળજ્ઞાનની ભૂમિકામાં જ તે
છૂટે છે. પહેલાંં પૂર્વ ભવોમાં ભગવાનને ‘હું પરિપૂર્ણ અખંડાનંદ ચૈતન્ય પરમાત્મા છું, રાગનો એક અંશ પણ
મારો નથી’ એવું અપૂર્વ આત્મભાન તો હતું પણ હજી અસ્થિરતા હતી. પૂર્વે ત્રીજા ભવે દર્શનવિશુદ્ધિપૂર્વક એવો
વિકલ્પ થયો કે અહો, હું પરિપૂર્ણ થાઉં, અને નિમિત્તથી કહીએ તો ‘જગતના જીવો આત્માને સમજીને આ ધર્મ
પામે’–એવો ધર્મવૃદ્ધિનો વિકલ્પ ઊઠ્યો. તેના નિમિત્તે તીર્થંકર નામકર્મના જડ રજકણો બંધાયા. પછી જ્યારે તે
વિકલ્પ તૂટીને અભેદ સ્વભાવ પ્રગટ થયો ત્યારે “ એવી અભેદવાણી ધર્મસભામાં છૂટી. પૂર્વે ભગવાનને
ધર્મવૃદ્ધિના વિકલ્પથી બંધાયેલી તે વાણી જગતના જીવોને ધર્મવૃદ્ધિનું જ કારણ છે. ભગવાનની તે વાણીને કોણ
સમજ્યો કહેવાય? ભગવાન પોતે આત્માના અભેદ સ્વભાવની દ્રષ્ટિ અને સ્થિરતા કરીને ભગવાન થયા છે.
અને ઉપદેશમાં પણ અભેદ આત્મ સ્વભાવની દ્રષ્ટિ અને સ્થિરતા કરવાનું જ ભગવાન બતાવે છે, ભગવાનની
વાણી પરિપૂર્ણ રાગરહિતપણું જ બતાવે છે, રાગનો એક અંશ પણ આદરણીય નથી.–આમ જે સમજે તે જીવ
ભગવાનની વાણીને સમજ્યો છે. જે કોઈ જીવ પાછો પડવાની કે પુરુષાર્થના શિથીલપણાની વાત કાઢે, અથવા
રાગથી ધર્મમાને કે નિમિત્ત વગેરે પરનો આશ્રય માને તે જીવ ભગવાનની વાણીને સમજ્યો નથી. ભગવાનની
વાણીમાં પરિપૂર્ણ સ્વાશ્રયનો જ ઉપદેશ છે. પહેલાંં દ્રષ્ટિથી