णमो लोए सव्व उवज्झायाणं।
णमो लोए सव्व साहूणं।।
બોલે ત્યારે
ભૂમિકાએ હોય છે. ત્યારપછી વંદ્યવંદ્યકભાવનો વિકલ્પ હોતો નથી.
આવા ગણધરદેવ પણ જેને નમસ્કાર કરે એવા સાધુપદનો ને ચારિત્રદશાનો કેટલો મહિમા!! આવી ઉત્કૃષ્ટ
ચારિત્રદશા કુંદકુંદાચાર્ય ભગવાનને વર્તતી હતી. વર્તમાનમાં મહા વિદેહક્ષેત્રના ગણધરદેવ સર્વ સાધુને નમસ્કાર
કરે તેમાં પંચમ કાળના સાધુ પણ ભેગા આવી જાય છે.
જેને ગણધરદેવ નમસ્કાર કરે છે એવા સાધુપદનો ધારક હું આપને નમસ્કાર કરું છું. કુંદકુંદાચાર્યદેવે
પ્રવચનસારનાં મંગળાચરણમાં ગણધરાદિ સર્વ સંતોને પણ નમસ્કાર કર્યાં છે. આ રીતે ગણધરો અને મુનિઓ
અરિહંતભગવાનને નમસ્કાર કરે છે. ગણધરદેવ નમસ્કાર મંત્ર દ્વારા મુનિઓને નમસ્કાર કરે છે. અને
કુંદકુંદાચાર્યદેવ ગણધરાદિ સંતોને નમસ્કાર કરે છે. શુભ વિકલ્પ ઊઠ્યો છે તેથી પરને નમસ્કારનો ભાવ છે,
ખરેખર તો તે રાગનો નિષેધ કરીને અંદર સ્વરૂપમાં ઢળતા જાય છે તે જ ભાવ નમસ્કાર છે.
નહિ. તમારો વર્તમાન સમય તમારા હાથમાં છે. પૂર્વના વિકારનો તો વ્યય થઈ જાય છે, હવે વર્તમાન સમયને–
વર્તમાન અવસ્થાને સ્વભાવ તરફ વાળવા તમે સ્વતંત્ર છો. તમારા કેળવજ્ઞાનની તૈયારી તમારા હાથમાં છે.
તમે તમારા પરિપૂર્ણ સ્વભાવ તરફ વાળો. વર્તમાનની અપૂર્ણતાનો આશ્રય કરશો નહિ, પૂર્વના વિકારી
પર્યાયને યાદ કરશો નહિ, કેમકે તેનો તો વર્તમાનમાં અભાવ છે. સંયોગ સામે જોશો નહિ, કેમકે તેનો
આત્મામાં ત્રિકાળ અભાવ છે.
જેને ત્યાં એકેક સેકંડમાં કરોડો સોનામહોરોની પેદાશ થતી હોય એવા રાજાઓની આઠ–આઠ વર્ષની
રાજકુંવરીઓ પણ ભગવાનનો ઉપદેશ સાંભળતાં, ‘અહો, આવો મારો આત્મા!’ એમ સ્વભાવની રુચિ કરતાં
સમ્યગ્દર્શન પામી ગઈ. દેડકાં પણ સમ્યગ્દર્શન પામી ગયાં. દેડકાને પણ અંદર આત્મા છે ને! આત્મા ક્યાં
દેડકાના શરીરપણે થઈ ગયો છે? દેડકાને વ્યંજન પર્યાય નાનો છે, પણ આત્માના જ્ઞાનને નાના–મોટા વ્યંજન
પર્યાય સાથે સંબંધ નથી. એક જીવ ૫૦૦ ધનુષ્યના વ્યંજન પર્યાયવાળો હોય અને બીજો જીવ ૭ ધનુષ્યના
વ્યંજન પર્યાયવાળો હોય, તે બંને કેવળજ્ઞાન પામે તો ત્યાં બંનેનું કેવળજ્ઞાન સરખું જ છે. ક્ષેત્રની મોટાઈથી
(વ્યંજનપર્યાયથી) આત્માની મહત્તા નથી, પણ ભાવની મોટાઈથી (–અર્થ પર્યાયથી) આત્માની મહત્તા છે.
કોઈને ૫૦૦ ધનુષ્યનો દેહ હોય છતાં ઊંધા ભાવથી મરીને નરકે જાય, અને કોઈને નાનો દેહ હોય છતાં
કેવળજ્ઞાન પામીને સિદ્ધ થાય. માટે હે ભાઈ! તું શરીરની આકૃતિનું કે આત્માના નાના–મોટા વ્યંજનપર્યાયનું
લક્ષ છોડીને, આત્મા પોતાના જ્ઞાનસ્વભાવથી મોટો છે તે સ્વભાવને જો. જંગલમાંથી મોટા મોટા સિંહ–વાઘ ને
રીંછ ત્રાડ પાડતા આવે છે ને ભગવાન પાસે આવતાં શાંત થઈને ઠરી જાય છે અને વાણી સાંભળીને અંતરમાં
વળતાં તે પણ સમ્યગ્દર્શન પામે છે. મોટા ફણીધર ફૂંફાડા મારતા