Atmadharma magazine - Ank 076
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 21

background image
: ૭૮ : આત્મધર્મ : મહા : ૨૦૦૬ :
અને પાપની કેટલી ગુરુતા? પાપભાવ થાય તે ગુનો છે છતાં તે ગુનાને તું આનંદ માને છે! જીવોની હિંસા
કરવી, ચોરી કરવી વગેરેમાં આનંદ માને છે, અહો! તારા પાપની કેટલી ગુરુતા છે? એક વાર એક ભરવાડણ
ઘી વેચીને તેના ત્રણ રૂપિયા લઈને જતી હતી. રસ્તામાં કોઈ લૂંટારો મળ્‌યો અને તે રૂપિયા માગ્યા, ભરવાડણ
બાઈ તે ત્રણ રૂપિયા મોઢામાં નાંખીને પેટમાં ઉતારી ગઈ. ત્યાં લૂંટારાએ તેનું પેટ ચીરીને તે ત્રણ રૂપિયા કાઢી
લીધા. અહો, જુઓ! મનુષ્ય હિંસા કરતાં જરાય અચકાતો નથી. ત્રણ રૂપિયા જેટલી પણ માણસની કિંમત ન
રહી. કેટલાં નીચ પરિણામ! એનું નામ પાપની ગુરુતા છે. એ વખતે સાધારણ માણસને સ્વપ્નેય એમ ન લાગે
કે આ જીવ પરમાત્મા થશે. પણ તે ક્રૂર પરિણામો ક્ષણિક છે, તે પલટીને બીજી ક્ષણે લઘુતા પ્રગટ કરી શકે છે.
ક્રૂર પરિણામવાળા જીવોને અંદરમાં વિચાર નથી રહેતો કે ‘અરે હું કોણ છું? મારું ચૈતન્ય સ્વરૂપ શું
છે? અરે, આ મનુષ્યદેહની સ્થિતિ અલ્પ છે, મારો આત્મા અહીંથી ક્યાં જશે?’– એમ તેને જરાય ખ્યાલ નથી
રહેતો. આચાર્યદેવ કહે છે કે એવા ક્રૂર જીવને તેનું પરમાત્મ સ્વરૂપ ઓળખવું કઠણ છે. મલિન પરિણામ કૃત્રિમ
છે, તે કૃત્રિમ પરિણામ વખતે અંદર ચૈતન્ય ભગવાન અકૃત્રિમ પડ્યો છે, તે સમજવું જગતને કઠણ પડે છે.
લોકો ક્ષણિક પરિણામને જ ભાળે છે પણ અંદરનાં ધ્રુવ પવિત્ર સ્વભાવને સમજતા નથી. જેમ ખીલે બાંધેલી
ભેંસ ઊછાળા મારતી હોય, ત્યાં લોકો ભેંસનું અને દોરડાનું જોર ભાળે છે. પણ ખરેખર ત્યાં ભેંસનું કે દોરડાનું
જોર નથી પરંતુ ભેંસ કૂદાકૂદ કરવા છતાં વચ્ચે ખીલો ધરબાઈને પડ્યો છે, તે જરાય હલતો નથી, તેનું જોર છે.
લોકો બ્રાહ્યક્રિયાને જોનારા હોવાથી ભેંસના ઊછાળાનું જોર દેખે છે પણ ખીલો ચાલ્યા વગરનો સ્થિર છે તેનું
જોર દેખતા નથી, તેમ ચિદાનંદ ભગવાન આત્માના પર્યાયમાં ક્ષણિક વિકાર થાય છે તેનું જોર નથી, પણ
ક્ષણિક વિકાર થવા છતાં સ્વરૂપ આત્મસ્વભાવ ત્રિકાળ એવો ને એવો રહે છે તેનું જોર છે. ગમે તેવો વિકાર
ભાવ તો ક્ષણિક છે, બીજી જ ક્ષણે તે નાશ પામી જાય છે, અને શાશ્વત આત્મસ્વભાવ છે તે ક્ષણિક વિકાર
ભેગો નાશ થઈ જતો નથી પણ ધ્રુવ એકરૂપ ટકી રહે છે, તેનો જ મહિમા છે, ને તેના જ જોરે પર્યાયમાં
નિર્મળતા પ્રગટેે છે. તે સ્વભાવની સમજણ જગતના જીવોને ગહન છે. લોકો પર્યાય બુદ્ધિથી જોનારા છે. તેઓ
ક્ષણિક પર્યાયના પુણ્યપાપને જ ભાળે છે પણ પુણ્ય–પાપ રહિત નિત્ય એકરૂપ જ્ઞાયક સ્વભાવ છે તેને ભાળતા
નથી.
જે જીવો વધારે પાપવાળાં છે તેમને અહીં ‘ગુરુ’ કહ્યા છે. જેઓ ભારે પાપવાળાં છે તેવા જીવોને
આત્માની સમજણ દુર્લભ છે. પણ તે પાપના બોજા પાછળ ચિદાનંદ ભગવાન પડ્યો છે. તેનું ભાન કરીને
મિથ્યાત્વાદિ પાપનો નાશ કર્યો તે જીવો પાપમાં હળવા એટલે કે ‘લઘુ’ છે. અંતરમાં આત્માની સમજણ કરીને
તેમાં એકાગ્ર થતાં કેવળજ્ઞાન થાય છે. આવા આત્માની સમજણ પણ જગતના જીવોને દુર્લભ છે, અને સમજણ
વગર ................. ક્યાંથી પ્રગટે? સત્સમાગમે ચૈતન્યની સમજણ કરવી તે જ ધર્મનો ઉપાય છે.
જેમ અગ્રિનો ઊનો સ્વભાવ છે, ને પાણીનો ઠંડો સ્વભાવ છે. ઊનું પાણી થયું તે વખતે પણ તેમાં શીતળ
સ્વભાવ રહેલો છે; તે શીતળ સ્વભાવ આંખથી કે હાથથી જણાય નહિ પણ જ્ઞાનથી જ નક્કી થાય છે. તેમ આ
આત્માનો પરિપૂર્ણ જ્ઞાનસ્વભાવ છે, પર્યાયમાં ક્ષણિક વિકાર થવા છતાં તે વખતે ય મૂળ અવિકારી સ્વભાવ
નાશ થઈ ગયો નથી. શરીરથી જુદો, આત્માને અરૂપી નિર્મળ જ્ઞાન સ્વભાવ ઈન્દ્રિયોથી જણાય નહિ, પણ
અંદરમાં સ્વભાવનું જ્ઞાન કરે કે હું તો બધાને જાણું છું ને આ શરીર તો કાંઈ જાણતું નથી, રાગ રાગને જાણતો
નથી, રાગનો પણ હું જાણનાર છું, માટે જાણનાર જ હું છું.–એમ સ્વભાવની દ્રષ્ટિથી સમજે તો જ આત્માનો
સ્વભાવ જણાય.
ફદીયાં પડે તેવું ઊનું થાય તોપણ પાણીમાં અગ્નિને ઓલવી નાંખવાનો સ્વભાવ છે. અગ્નિને
ઓલવવાના પોતાના સ્વભાવને ટકાવી રાખીને પાણી ઊનું થયું છે. જે અગ્નિના નિમિત્તે પાણી ઊનું થયું તે જ
અગ્નિ ઉપર તેને ઢોળી નાંખો તો તે અગ્નિને ઓલવી નાંખે છે. તેમ આ શાંત મૂર્તિ ચૈતન્યસ્વભાવી આત્મા
અનાદિકાળથી અજ્ઞાન ભાવમાં બળ્‌યો–જળ્‌યો છે, ને આકુળતામાં તપી રહ્યો છે, પણ તેનો જ્ઞાનસ્વભાવ શીતળ–
શાંત છે. વિકાર વખતે ય વિકારનો નાશ કરવાનો સ્વભાવ છે. જો એક ક્ષણ પણ તે