અધિકાર ચાલે છે.
મંદ પાડીને એકાંતમાં જઈને આત્માનું ચિંતવન કરવું જોઈએ. પહેલાંં જગતની તીવ્ર મમતા ઘટાડીને સત્સમાગમે
આત્માનું સ્વરૂપ સાંભળે, પછી એકાંતમાં જઈને અંતરમાં તેના ધ્યાનનો પ્રયત્ન કરવો જોઈએ. અનંતકાળથી
આત્માના જ્ઞાનનો પ્રયત્ન કર્યો નથી, તેથી એક જ દિવસના પ્રયત્નથી તે જણાતો નથી, તેને માટે વારંવાર
અભ્યાસ કરવો જોઈએ. બહારમાં પૈસા વગેરેની પ્રાપ્તિ થવામાં આત્માનો પુરુષાર્થ નથી, પણ આત્માનું સ્વરૂપ
શું છે તે ઓળખવામાં આત્માનો પુરુષાર્થ છે. અભ્યાસ કરતાં કરતાં ક્રમે ક્રમે આત્માનો અનુભવ થાય છે.
આવરણ થાય છે. પહેલાંં ભેદ ભક્તિનો શુભરાગ થાય છે પણ તે શુભ તેમ જ અશુભ બંને રહિત આત્માનું
સ્વરૂપ છે તેની ઓળખાણનો નિરંતર પ્રયત્ન કરવો જોઈએ.
ધ્યાનમાં એકાગ્ર થવું તે અભેદ ભક્તિ છે, ને તે અભેદ ભક્તિ જ મોક્ષસુખનું કારણ છે. અભેદ ભક્તિ જ મોક્ષનું
કારણ છે ને ભેદ ભક્તિ બંધનું કારણ છે,–આ વાત ભવ્ય સજ્જન પુરુષો સ્વીકારે છે, પણ જેનું હોનહાર ખરાબ
છે એવો અભવ્ય જીવ તેને સ્વીકારતો નથી.
ધર્માત્મા પતિ–પત્ની પણ આવી ધર્મચર્ચા વારંવાર કરે છે.
એક જ જાતના છે. આત્મસ્વભાવના ભાનવડે ધર્મધ્યાન સ્ત્રીને પણ થઈ શકે છે. સ્ત્રીને શુક્લધ્યાન થઈ શકતું
નથી. ધર્મધ્યાન કરતાં શુક્લધ્યાન વિશેષ નિર્મળ છે.
આત્માના અવલંબને ધર્મ ધ્યાન થાય છે. આત્મા શરીરથી જુદો છે, ને અંદરમાં પુણ્ય–પાપની લાગણી થાય તે
પણ આત્માના સ્વરૂપથી જુદી છે બધા જીવોને ધર્મ માટે તો આત્માનું જ અવલંબન છે. એવા આત્માનું અવલંબન
કરીને ધ્યાન કરે તો સ્ત્રીને પણ આત્માનો અનુભવ થાય છે. આત્મા આનંદસ્વરૂપ છે તેની ઓળખાણ કરીને તેના
ધ્યાનમાં એકાગ્ર થતાં પરને ભૂલી જવું તેનું નામ ભલું ધ્યાન છે, અને પરના વિચારમાં એકાગ્ર થતાં આનંદમૂર્તિ
આત્માને ભૂલી જવો તે ભૂંડું ધ્યાન છે. હું શરીરથી જુદો છું, પુણ્ય અને પાપની શુભ–અશુભ લાગણી પણ કૃત્રિમ
છે, તે નવી નવી થાય છે, ને તેનો જાણનાર–દેખનાર જ્ઞાનસ્વરૂપ હું ત્રિકાળ છું–એમ આત્માના મહિમામાં એકાગ્ર
થતાં પરવસ્તુના વિચારને ભૂલી જવા તે ભલું ધ્યાન છે. ને આત્માનો મહિમા ભૂલીને પરના વિચારમાં એકાગ્ર
થવું તે ભૂંડું ધ્યાન છે. આત્માને ઓળખીને તેમાં એકાગ્ર થાય તેટલી શાંતિ પ્રગટે છે. સત્સમાગમે આત્માની
ઓળખાણ અને ધ્યાન કરવાનો સતત પ્રયત્ન કરે તો આ કાળે પણ આત્માનું ધ્યાન થાય છે.