દેખાય છે તે જડ છે. આત્મા દેહ–મન–વાણીથી અતીત છે. અનાદિકાળથી આત્મા ક્યાં રહ્યો? તેણે અનાદિથી
પોતાના સ્વરૂપને ભૂલીને અજ્ઞાનભાવે જન્મ મરણમાં રખડવામાં જ કાળ વીતાવ્યો છે. અનાદિકાળથી સંસારમાં
રખડતાં જીવ એક સેકંડમાત્ર પણ ધર્મને સમજ્યો નથી. જો સત્સમાગમે પોતાના આત્માને સમજીને ધર્મ પ્રગટ
કરે તો જન્મ–મરણનો નાશ થયા વિના રહે નહિ. જીવે અનંતકાળમાં દયા, દાન, પૂજા, વ્રત, તપ, ત્યાગ વગેરે
બધું કર્યું છે, પણ પોતાનું સ્વરૂપ તે રાગથી જુદું છે તે કદી સમજ્યો નથી. અનંતકાળથી પોતાનું સ્વરૂપ સમજ્યા
વગર એક પછી એક જન્મ–મરણમાં અનંત દુઃખ ભોગવી રહ્યો છે. શ્રીમદ્ રાજચંદ્ર આત્મસિદ્ધિની પહેલી જ
ગાથામાં કહે છે કે–
દયા કર. સત્સમાગમે આત્માને ઓળખીને તારા આત્માને ચોરાશીના અવતારની રખડપટ્ટીથી હવે બચાવ.
ભવરહિત શાંતિ ક્યાંય હશે! આ અજ્ઞાનપણે પુણ્યપાપ કરીને ભવભ્રમણનાં દુઃખ ભોગવવા એવું મારું સ્વરૂપ ન
હોય. આમ જેને ભવભ્રમણનો અંતરમાં ત્રાસ લાગતો હોય તે જીવ અંતરમાં ચૈતન્યના શરણને શોધે. ભવ એક
પ્રકારના નથી પણ સ્વર્ગ, નરક, તિર્યંચ તેમ જ મનુષ્ય એ ચારે ગતિમાં જીવે અનંતવાર અવતાર કર્યો છે. આ
લોકમાં એવું કોઈ સ્થાન નથી કે જ્યાં જીવ જન્મ્યો ને મર્યો ન હોય. જ્યાં આત્માના સહજ–આનંદમાં સિદ્ધ
ભગવંતો બિરાજી રહ્યા છે તે ક્ષેત્રમાં પણ જીવ અનંતવાર એકેન્દ્રિયપણે જન્મ્યો–મર્યો છે. હે ભાઈ! હવે તને
જન્મ–મરણનો થાક લાગ્યો છે? જો થાક લાગ્યો હોય તો તે જન્મ–મરણથી છૂટવા માટે ચૈતન્ય શરણને
ઓળખીને તેના આશ્રયે વિશ્રામ કર. વિસામો કોને ન ગમે? જેને થાક ન લાગ્યો હોય તે વિસામાને ન શોધે.
તેમ નથી. આત્મસ્વરૂપને સમજ્યા વગર પુણ્ય પણ તેં અનંતવાર કર્યાં, તે પુણ્ય પણ તને શરણરૂપ થયાં નથી.
માટે હવે સત્સમાગમે આત્મસ્વરૂપને સમજ. જે આત્મસ્વરૂપ અનંતકાળમાં તું સમજ્યો નથી તે આત્મસ્વરૂપ
સત્સમાગમ વગર સમજાય તેમ નથી, તેેમજ પોતાની મેળે એકલા શાસ્ત્ર અભ્યાસથી, સ્વચ્છંદે સમજાય તેમ
નથી, શુભરાગથી કે બાહ્ય ક્રિયાથી પણ તે સમજાય તેમ નથી. હે ભાઈ! ભવથી તું થાક્યો છે? તને કાંઈ
આત્માની જિજ્ઞાસા જાગી છે? ભવથી ડરીને અને આત્માની રુચિ કરીને પાત્રતાથી જો એક વાર પણ
સત્સમાગમ કરે તો ધર્મ ન સમજાય એમ બને નહિ. એક સેકંડ પણ ધર્મ સમજે તેને ભવભ્રમણનો અવશ્ય નાશ
થઈ જાય છે.