Atmadharma magazine - Ank 076
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 21

background image
: ૬૬ : આત્મધર્મ : મહા : ૨૦૦૬ :
શ્રી સીમંધરભગવાન વર્તમાનમાં મહાવિદેહક્ષેત્રે સમવસરણમાં ઉપદેશ આપે છે, તેમાં કહે છે કે હે આત્મા! તારો
સ્વભાવ જ બેહદ સુખથી ભરેલો છે, સુખ અંતરમાં છે, બહારમાં તારું સુખ ક્યાંય નથી. જડ પૈસાના ઢગલાથી
તારા આત્માની મોટપ નથી, અને રાગ વડે પણ તારા આત્માની મોટપ નથી, અંતરમાં જે પરિપૂર્ણ ચૈતન્યમૂર્તિ
સ્વભાવ છે તેનાથી જ તારી મોટપ છે, તેને તું ઓળખ. પોતાને ભૂલીને, પૈસા વગેરેમાં સુખ છે ને મારામાં
નથી–એમ જીવે અનાદિથી માન્યું છે તે તેની નપુંસકતા છે. જેમ નપુંસકને પોતામાં વિષય ભોગવવાની તાકાત
નથી તેથી બીજાને વિષય ભોગવતા દેખીને તે રાજી થાય છે. તેમ અજ્ઞાની જીવ પોતાના પુરુષાર્થરહિત નપુંસક
છે, તે પૈસા, શરીર, સ્ત્રી વગેરેમાં સુખ માને છે; પોતાના આત્મામાં સુખ છે તેને તે ભોગવતા નથી અને પરમાં
સુખ માનીને રાજી થાય છે. મારામાં સુખ નહિ, ને પરમાં સુખ–એમ માનીને તે પોતાના આત્માનો અનાદર કરે
છે, તેથી જ ભવભ્રમણમાં ભટકે છે. એવા ભવભ્રમણનો જેને હવે ભય લાગ્યો હોય તેને ભગવાન કહે છે કે હે
જીવ! તારું સુખ બહારમાં નથી, પણ આત્મામાં જ છે; માટે તું આત્માની ઓળખાણ કર.
હે ભાઈ! ‘તારા આત્મામાં જ સુખ છે’ એ વાત સાંભળીને તને રુચે છે? જો આત્મસ્વરૂપ રુચે તો
મુક્તિ થયા વગર રહે નહિ. પ્રભુ! અનંતકાળમાં તેં બધું કર્યું છે, પણ એક આત્મસ્વરૂપની સમજણ કદી કરી
નથી. તેથી જ તું અત્યાર સુધી સંસારમાં રખડયો. અનંત અનંતકાળથી જે આત્મસ્વરૂપને સમજ્યા વિના તું
દુઃખી થઈ રહ્યો છે તે આત્મસ્વરૂપને સમજવું એ જ ધર્મની અપૂર્વ શરૂઆત છે. અજ્ઞાની જીવો પોતાની સ્વછંદ
કલ્પનાથી બીજી રીતે ધર્મની શરૂઆત માને છે, તે મિથ્યા છે.
(૪) આત્મામાં સિદ્ધપણાની સ્થાપના :– આજે અહીં શ્રી ચંદ્રપ્રભ ભગવાન તેમ જ ઉપર શ્રી સુપાર્શ્વનાથ
ભગવાનને પધારાવ્યા છે, તેમના પંચકલ્યાણક વિધિમાં આજે નિર્વાણ કલ્યાણક ઊજવાયો, અને બરાબર આજે
જ તે બંને ભગવંતોના નિર્વાણ કલ્યાણકની તિથિ છે. એ રીતે પ્રતિષ્ઠાના મુહૂર્તનો અને નિર્વાણ કલ્યાણકની
તિથિનો કુદરતે મેળ આવી ગયો છે. વળી આ સ્વાધ્યાય મંદિરમાં ગ્રંથાધિરાજ ભગવાન સમયસારની પ્રતિષ્ઠા
થઈ છે, તેમાં શ્રી કુંદકુંદભગવાન શું કહે છે? જુઓ, મંગલાચરણ કરતાં કહે છે કે–
બ્રહ્યચર્ય – પ્રતિજ્ઞા.
સૌરાષ્ટ્રમાં પૂ. ગુરુદેવશ્રીના વિહાર દરમિયાન વઢવાણ શહેરમાં પોષ સુદ ૧૩ ને સોમવારના રોજ
નીચેના ત્રણ ભાઈઓએ સજોડે આજીવન બ્રહ્યચર્યની પ્રતિજ્ઞા પૂ. ગુરુદેવ શ્રી પાસે અંગીકાર કરી છે–
(૧) શેઠ ઉજ્મશી તલકશી તથા તેમના ધર્મપત્ની છબલબહેન.
(૨) શેઠ મગનલાલ તલકશી તથા તેમના ધર્મપત્ની શકરીબહેન.
(૩) શાહ કેશવલાલ છગનલાલ તથા તેમના ધર્મપત્ની ભૂરીબહેન.
(૪) એ ઉપરાંત પોષ વદ ૫ ને રવિવારના રોજ ચીમનલાલ હીમચંદ વોરા તથા તેમના ધર્મપત્ની
ચંપાબહેન એ બંનેએ સજોડે પૂ. ગુરુદેવશ્રી પાસે બ્રહ્યચર્ય–પ્રતિજ્ઞા અંગીકાર કરી છે.
–બ્રહ્યચર્ય–પ્રતિજ્ઞા લેનારા દરેક ભાઈ–બહેનોને ધન્યવાદ.
બ્રહ્યચર્ય – પ્રતિજ્ઞા.
સૌરાષ્ટ્રમાં પૂ. ગુરુદેવશ્રીના વિહાર દરમિયાન જોરાવરનગર મુકામે પોષ વદ ૭ ને મંગળવારના રોજ
ભાઈશ્રી ભગવાનલાલ લાડકચંદ શાહ તથા તેમના ધર્મપત્ની જીવતીબહેન–એ બંનેએ સજોડે આજીવન બ્રહ્યચર્ય–
પ્રતિજ્ઞા પૂ. ગુરુદેવશ્રી પાસે અંગીકાર કરી છે. તે માટે તેમને ધન્યવાદ.
પુસ્તકો મંગાવનારાઓને સૂચના
પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી હાલ સૌરાષ્ટ્રમાં વિહાર કરી રહ્યા છે, તેથી સોનગઢમાં પુસ્તક વેચાણ હાલ
બંધ છે. જે મુમુક્ષુઓએ બહારગામથી પુસ્તકો મંગાવ્યા છે તેમના ઓર્ડરો નોંધી લેવામાં આવ્યા છે અને તેમના
મંગાવેલા પુસ્તકો રાજકોટ પહોંચ્યા પછી, ફાગણસુદ એકમ બાદ રવાના કરવામાં આવશે.