: ચૈત્ર : ૨૦૦૬ : આત્મધર્મ : ૧૦૭ :
૩૩ વર્ષની દેહની સ્થિતિએ તેમણે આવી ભાવના ભાવી છે. ૩૩ વર્ષની આટલી નાની વયમાં તેમનો
દેહ–ત્યાગ થયો હતો. કોઈ એમ કહેતું હતું કે, તેમણે વ્યાપારાદિમાં વ્યવસાય–ઉપાધિ બહુ કરી માટે નાની વયમાં
તેમનું શરીર ક્ષીણ થઈ ગયું અને છૂટી ગયું. પરંતુ કહેનારની તે વાત ખોટી છે. ભાઈ! જે સમયે દેહ છૂટવાનો
હોય છે, પરમાણુઓની જે ટાણે જે અવસ્થા થવાની હોય છે તે તે જ સમયે – તે જ પ્રમાણે થાય છે; તેમાં કોઈ
કાંઈ આઘુંપાછું કરી શકતું નથી. ઘણી ચિંતા કરે માટે દેહ જલદી છૂટી જાય, એ વાત સાચી નથી. બહુ ઉપાધિ કરે
માટે દેહ ક્ષીણ થાય અને ઉપાધિ ઓછી કરે તો શરીરની અવસ્થા હૃષ્ટ–પુષ્ટ રહે, એ વાત ખોટી છે. જીવ ચિંતા
કરે તો તેને શાંતિ ઘટે છે અને આકુળતા થાય છે તે વાત સાચી છે, પણ ચિંતા–અચિંતાથી શરીરમાં રોગ–
નીરોગતા થાય એમ બનતું નથી. શ્રીમદ્ને શરીરમાં જ્યારે સંગ્રહણી–શરીરના પરમાણુઓની તેવી અવસ્થા–
થવાની હતી ત્યારે થઈ છે.
વળી તેઓ અપૂર્વ અવસરમાં, શત્રુ–મિત્ર પ્રત્યેના–દ્વેષ તેમ જ રાગની–લાગણી રહિત સમદર્શી સ્વભાવ
તથા ભવનો નાશ કરવો. અને મોક્ષ પ્રગટ કરવો એવા બન્ને વિકલ્પો રહિત કેવળ શુદ્ધ સ્વભાવના–કેવળ
સાક્ષી–સ્વભાવની–ભાવના ભાવે છે.
શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શીતા, માન અમાને વર્તે તે જ સ્વભાવજો;
જીવિત કે મરણે નહિ ન્યૂનાધિકતા, ભવ મોક્ષે પણ વર્તે શુદ્ધ સમભાવજો. અપૂર્વ.
આ આત્માને બહારમાં કોઈ શત્રુ કે મિત્ર છે નહિ. આત્માનો શત્રુ અજ્ઞાન અને રાગ–દ્વેષ વિકારી
પરિણામ છે, અને મિત્ર ચૈતન્ય આનંદ–કંદ ત્રિકાળી સ્વભાવ છે. કહ્યું છે કે:–
पुरिसा तुममेव तुमं मित्तं, किं बहिया मितमिच्छसि।
હે જીવ! તું જ તારો મિત્ર છે, તું બાહ્ય–મિત્રની ઈચ્છા કેમ કરે છે? ખરેખર બહારમાં કોઈ તારો મિત્ર
નથી.
વળી માન–અપમાન કોનાં? સામો જીવ તેને ઠીક લાગે–તેને ગોઠે–તેમ તેના ભાવો કરે છે; તેને ન રુચે તે
તેનો (પોતાનો) અનાદર કરે છે અને રુચે તો પોતાની રુચિનો આદર કરે છે. પરનો આદર–અનાદર કોઈ કરતો
નથી.
વળી, ‘જીવન કે મરણે નહિ ન્યૂનાધિકતા,’ મરણ હોય તો ઠીક નહિ અને જીવન હોય તો ઠીક; અથવા
આ આમ કેમ? એવી ન્યૂનાધિકતા જેમાં નથી એવાં મુનિપદની તેઓ ભાવના ભાવે છે. શરીરના સંયોગ–
વિયોગની જે કાળે જે દશા થવાની હોય તેમ થાય છે; જીવન ટાણે જીવે એટલે કે શરીર જીવ સાથે એક ક્ષેત્રે રહે,
અને મરણ ટાણે શરીર છૂટે, સૌને ટાણે સૌ પોતપોતાનું કામ કરે, તેમાં આમ થાય તો ઠીક, એવો ન્યૂનાધિક
એટલે કે ઠીકાઠીકનો ભાવ જેમાં નથી એવા સ્વભાવ–પદની આ ભાવના છે.
‘ભવ મોક્ષે પણ વર્તે શુદ્ધ સમભાવજો.’ –હું જ્ઞાનદર્શન સ્વભાવમાં રહેનારો છું, ભવ અને મોક્ષ એવા બે
ભેદોનો–બે વિકલ્પોનો આશ્રય કરનારો હું નથી. કોઈ કહે કે તારો આ ભવે મોક્ષ છે, તો ય શું? અને કોઈ કહે કે
તારો એક ભવે મોક્ષ છે, તો ય શું? ભવ મારામાં ખરેખર ક્યાં છે? અને મોક્ષના પર્યાય જેટલો ય હું ક્યાં છું, હું
તો ત્રિકાળી જ્ઞાન–દર્શન સ્વભાવ છું, ભવ–મોક્ષના પર્યાય જેટલો કે તે બેના વિકલ્પ જેટલો હું નથી. તે બંને
પર્યાયોમાં મન સમભાવ છે એટલે કે એ બંનેના વિકલ્પો તરફ મારું વલણ નથી, હું તેમનો જ્ઞાતા છું–જાણનાર
દેખનાર–સાક્ષીમાત્ર છું.
આત્મસ્વભાવનો મહિમા કરતાં, તે સ્વભાવ–પદ વાણીથી અગોચર છે, પૂર્ણ રીતે–સંતોષ થાય એમ સર્વ–
પ્રકારે–વાણીમાં તેનું કથન આવી શકતું નથી એમ કહે છે :–
જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહિ પણ તે શ્રી ભગવાન જો;
તેહ સ્વરૂપને અન્યવાણી તે શું કહે? અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અપૂર્વ.
ભગવાન સર્વજ્ઞદેવે પોતાની નિર્મળ દશામાં–કેવળ જ્ઞાનમાં આત્માને જેવો પૂર્ણ જોયો તેવો તેને વાણી–
વાહનમાં તેઓ પણ પૂર્ણપણે કહી શક્યા નહિ. અલ્પજ્ઞને તો જ્ઞાન અલ્પ હોવાથી તેને વાણીમાં નિમિત્તતા અલ્પ
છે, પરંતુ સર્વજ્ઞ ભગવાન–કે જેમને પરિપૂર્ણ