: ચૈત્ર : ૨૦૦૬ : આત્મધર્મ : ૧૦૯ :
શ્રી પરમાત્મા – પ્રકાશ – પ્રવચનો
લેખાંક ૧૪ મો ] [અંક ૭ થી ચાલુ
: વીર સં: ૨૪૭૩ ભાદરવા સુદ ૧૦ બુધવાર : દસલક્ષણીપર્વનો ઉત્તમ સંયમદિન (૬)
[શ્રી પરમાત્મ પ્રકાશ–ગા. ૧૭–૧૮]
(૧૨૯) ઉત્તમ સંયમધમર્ અને તેનું ફળ : – આજે દસલક્ષણપર્વનો ઉત્તમ સંયમનો દિવસ છે, તે સંયમધર્મના
ફળમાં પરમાત્મદશા પ્રગટે છે. આત્માનો સ્વભાવ ત્રિકાળ પરમાત્મસ્વરૂપ છે, એની શ્રદ્ધા–જ્ઞાન પૂર્વક ઉત્તમ
સંયમ હોય છે અને તેના ફળમાં પરમાત્મ પર્યાય પ્રગટે છે.
(૧૩૦) ધ્યાન કરવાયોગ્ય અાત્મસ્વભાવ કેવો છે? : – ધ્યાન કરવાયોગ્ય ત્રિકાળ પરમાત્મસ્વભાવ કેવો છે તે
આ ગાથામાં બતાવે છે.–
ગાથા – ૧૭
णिच्चु णिरंजणु णाणमउ परमाणंद सहाउ।
जो एहउ सो संतु सिउ तासु मुणिज्जहि भाउ।। १७।।
ભાવાર્થ :– જેનો નિત્ય નિરંજન જ્ઞાનમય પરમાનંદ સ્વભાવ છે એવો આ આત્મા પોતે જ શાંત અને
શિવ–સ્વરૂપ છે; હે પ્રભાકર ભટ્ટ! તું એવા આત્મસ્વભાવને જાણ અર્થાત્ તેનું ધ્યાન કર.
આત્મા ત્રિકાળ પરમાનંદમય જ્ઞાનસ્વભાવી છે, વિકાર રહિત અબંધ છે; મોક્ષદશા થવી તે પર્યાયદ્રષ્ટિથી
છે. બંધ દશા હતી ને મોક્ષદશા થઈ–એવા બે ભેદ ત્રિકાળ આત્મસ્વભાવમાં નથી. બંધ–મોક્ષ પર્યાયમાં છે,
ત્રિકાળ સ્વભાવમાં નથી. એવા ત્રિકાળી સ્વભાવને જાણીને તેનું ધ્યાન કરવું તે જ મુક્તિનું કારણ છે.
(૧૩૧) સમ્યગ્દશર્ન કોને ધ્યાવે છે : – આત્માના સ્વભાવમાં ત્રણે કાળે રાગ નથી, અને જ્યાં રાગ જ નથી
ત્યાં પરદ્રવ્ય સાથેનો સંબંધ ક્યાંથી હોય? આત્માનો સ્વભાવ ભાવકર્મથી રહિત છે, અને જડકર્મથી પણ રહિત
છે. ત્રિકાળ નિરપેક્ષ એકલા જ્ઞાનમય છે, જ્ઞાનથી પરિપૂર્ણ સ્વભાવ છે. આવી વસ્તુ તે જ સમ્યગ્દર્શનનું ધ્યેય છે.
અર્થાત્ એવી વસ્તુના ધ્યાનથી જ સમ્યગ્દર્શન પ્રગટે છે.
(૧૩૨) પરમાનંદસ્વભાવ અને તેની પિરણિત જાુદાં નથી. : – સ્વભાવ ત્રિકાળ પરમાનંદમય છે અને તેની
દ્રષ્ટિથી જે પરમાનંદ પરિણતિ પ્રગટી તે પણ અભેદપણે સ્વભાવમાં જ સમાઈ ગઈ. ત્રિકાળના લક્ષે જે આનંદનો
અંશ પ્રગટ્યો તે અંશ ત્રિકાળમાં જ ભળી ગયો, એટલે તે પરમાનંદદશા પણ અભેદપણે શુદ્ધ દ્રવ્યાર્થિકનયનો
વિષય થઈ ગઈ.
(૧૩) ધમર્ધ્યાન અને અાત્તર્ – રાૈદ્ર ધ્યાન : – આત્માનો સ્વભાવ નિત્ય–નિરંજન–જ્ઞાનમય પરમાનંદ સ્વરૂપ છે,
તે ત્રિકાળ કલ્યાણ સ્વરૂપ છે, તેમાં કદી ઉપદ્રવ નથી, બંધનની ઉપાધી નથી. હે શિષ્ય, તું એવા ત્રિકાળ શુદ્ધ બુદ્ધ
પરમાત્મસ્વભાવને જાણીને તેનું ધ્યાન કર. સ્વભાવનું જ્ઞાન કરીને ત્યાં જ એકાગ્ર થા, એ જ ધર્મધ્યાન છે.
રાગાદિમાં એકાગ્રતા તે આર્ત્ત–રૌદ્રધ્યાન છે. રાગાદિની એકાગ્રતા તે સંસાર છે, ને સ્વરૂપની એકાગ્રતા તે
મુક્તિનું કારણ છે.
(૧૩૪) સમ્યગ્દશર્ન – જ્ઞાન – ચાિરત્ર તે ધ્યાન છે, ને તેઅો ધ્યાનથી જ પ્રગટે છે : – શુદ્ધ આત્મસ્વભાવની શ્રદ્ધા
કરવી તે પણ પરમાત્મ–સ્વભાવનું જ ધ્યાન છે. સમ્યગ્દર્શન પણ સ્વરૂપની જ એકાગ્રતા છે, અને સમ્યગ્જ્ઞાન તે પણ
ધ્યાન જ છે, અને સમ્યક્ચારિત્ર પણ ધ્યાન છે. એ ત્રણે સ્વાશ્રયની એકાગ્રતારૂપ ધ્યાનના જ પ્રકાર છે. અને
પરાશ્રયની એકાગ્રતા તે મિથ્યાશ્રદ્ધા–મિથ્યાજ્ઞાન ને મિથ્યાચારિત્ર છે. ધ્યાનની જ મુખ્યતાથી આ શાસ્ત્રમાં વર્ણન છે.
પરમાત્મસ્વભાવના ધ્યાનથી જ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. સમ્યગ્જ્ઞાન પણ ચૈતન્યની એકાગ્રતારૂપ ધ્યાનથી જ
થાય છે, ને સમ્યક્ચારિત્ર પણ તે ધ્યાનથી જ થાય છે. પરંતુ કોઈ વિકલ્પની પ્રવૃત્તિથી કે જડની ક્રિયાથી સમ્યગ્દર્શન
જ્ઞાન કે ચારિત્ર થતાં નથી. રાગની એકાગ્રતા છોડીને, સ્વરૂપની એકાગ્રતા કરવી તે જ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે.
એકલા જ્ઞાનસ્વભાવમાં એકાગ્રતા કરતાં જ રાગાદિની ચિંતા તૂટી જાય છે તે જ ‘એકાગ્ર ચિંતા નિરોધ’રૂપ ધ્યાન છે,
ને તે જ મોક્ષમાર્ગ છે.