સદા પરમાત્મસ્વરૂપ છે એવા આત્માને નમસ્કાર.’ આત્મા દ્રવ્યથી સદા મુક્તરૂપ છે. પરંતુ પર્યાયથી અનાદિથી
સંસાર છે, પરમાત્મદશા અનાદિથી પ્રગટ નથી; ત્રિકાળ શક્તિરૂપ શુદ્ધપરમાત્મા છે તેની દ્રષ્ટિ અને એકાગ્રતાવડે
પરમાત્મદશા પ્રગટે છે. શક્તિરૂપ પરમાત્મા બધા જ આત્માઓ છે, અને એ નિજશક્તિનું ભાન કરીને તેમાં
જેઓ લીન થાય છે તેઓ પ્રગટરૂપ પરમાત્મા થાય છે.
આત્મા અનાદિથી છે. તેને કોઈએ બનાવ્યો નથી; ને તેનો કદી નાશ થતો નથી. પોતાના મૂળ સ્વરૂપને
આત્માને કેવો કહ્યો છે? તેની આ વાત છે. આ શરીર, મન અને વાણી તો જડ છે, તેનાથી આત્મા તદ્ન ભિન્ન
છે. અને આત્માની અવસ્થામાં વર્તમાન પૂરતા જે કૃત્રિમ પુણ્ય–પાપના ભાવો થાય છે તેનાથી પણ આત્માનો
મૂળ સ્વભાવ ભિન્ન છે. શરીરથી જુદો અને પુણ્ય–પાપની વિકારી લાગણીઓથી રહિત, સદાય જ્ઞાનમૂર્તિ આત્મા
છે; એવા ત્રિકાળી આત્મસ્વભાવની શ્રદ્ધા તથા જ્ઞાન કરીને તેમાં એકાગ્ર થવું તે મંગળ છે. કહ્યું છે કે–
देवावि तं णमं संति जस्स धम्मे सया मणो।।
છે. તે ધર્મ કોને કહેવો? અહિંસા તે ધર્મ છે. પણ અહિંસા કોને કહેવી? અહિંસાનું સાચું સ્વરૂપ શું છે? પર
જીવની દયા વગેરે શુભ પરિણામને લોકો અહિંસા માને છે, પણ ખરેખર તે અહિંસા ધર્મ નથી. આત્મા જ્ઞાતા–
દ્રષ્ટા સાક્ષી સ્વરૂપ છે, પર જીવોને મારવાની કે બચાવવાની ક્રિયા તેને આધીન નથી. અને તેની અવસ્થામાં જે
દયા કે હિંંસાની પુણ્ય–પાપની લાગણીઓ થાય તે વિકાર છે, તે વિકારને આત્માનું સ્વરૂપ માનવું તે આત્માના
સ્વભાવની મહાન હિંસા છે. અને તે વિકાર રહિત આત્માના જ્ઞાતા સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન કરીને જેટલે અંશે
રાગરહિત દશા ઉત્પન્ન થાય તેને ભગવાન અહિંસા કહે છે. એવી અહિંસા તે ધર્મ છે, અને ધર્મ તે ઉત્કૃષ્ટ મંગળ
છે. એક સેંકડ પણ એવો ધર્મ પ્રગટ કરે તેની મુક્તિ થયા વિના રહે નહિ.
આત્માની શ્રદ્ધા–જ્ઞાન કરીને સાચી અહિંસા જીવે પ્રગટ કરી નથી. પર પ્રાણીને ન મારવો તેને લોકો અહિંસા કહે
છે, પણ ભગવાન તેને અહિંસા કહેતા નથી. ‘પરને હું મારી કે બચાવી શકું અને પરની દયાના શુભ પરિણામથી
મને ધર્મ થાય’ –એવી મિથ્યા માન્યતાથી પોતાના આત્માને હણે છે તે હિંસા છે. પર જીવનું મરવું કે બચવું તેમ
જ સુખી–દુઃખી થવું તે આ જીવને આધીન નથી. પર જીવને બચાવવાના ભાવ તે દયા છે, શુભભાવ છે, તેનાથી
પાપ નથી પણ પુણ્ય છે જીવ પોતાના રાગને લીધે પરને બચાવવાના ભાવ કરે, પણ પરને બચાવવા કોઈ સમર્થ
નથી;