વગરનો તારો સ્વભાવ છે, તેની પ્રતીત અને રુચિ કરીને તેને વિકારથી બચાવવો તે અહિંસા છે. આવી અહિંસા
તે ધર્મ છે, ધર્મ તે મંગળ છે, ને તેવા ધર્મવંત જીવોને દેવો પણ વંદન કરે છે.
શરીરથી ભિન્ન તત્ત્વ છે, તેના મૂળ સ્વભાવમાં પુણ્ય–પાપની ઝાંઈ નથી. પર સંયોગના લક્ષે જે પુણ્ય–પાપના
પરિણામ થાય છે તે આત્માનો સ્વભાવ નથી. નીચલી દશામાં ધર્મીને ઈચ્છા થાય ખરી, પણ ધર્મી જાણે છે કે
ઈચ્છા તે વિકાર છે, તે મારો સ્વભાવ નથી. હું જાણનાર–દેખનાર છું. સ્ફટિકના સ્વચ્છ સ્વભાવની જેમ આત્મા
નિર્મળ શ્રદ્ધા–જ્ઞાન સ્વરૂપ છે, ઈચ્છા તેના સ્વભાવમાં નથી. જે ઈચ્છા થાય તેનાથી સ્વભાવમાં લાભ નથી, તેમ
જ તે ઈચ્છા વડે પરમાં પણ કાંઈ કામ થઈ શકતું નથી; એ રીતે ઈચ્છા તે સ્વભાવમાં તેમ જ પરમાં નિરર્થક છે.
એમ જો ઈચ્છાને નિરર્થક જાણે તો તે ઈચ્છાથી ભિન્ન પોતાના સ્વભાવને ઓળખીને તે તરફ વળે. જેટલી શુભ
કે અશુભ ઈચ્છાની ઉત્ત્પત્તિ થાય તે હિંસા છે. અને સ્વભાવ તરફના વલણમાં રહેતા ઈચ્છાની ઉત્પત્તિ જ ન થાય
તે અહિંસા છે. વહાલામાં વહાલો પુત્ર મરતો હોય તેને બચાવવાની ઈચ્છા કરે છતાં તે ઈચ્છાને લીધે પુત્ર બચતો
નથી. એ રીતે ઈચ્છાને લીધે પરનું કાર્ય થતું નથી, તેમ જ તે ઈચ્છા આત્માનો સ્વભાવ પણ નથી. આમ ઈચ્છા
રહિત જ્ઞાન સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન કરીને તેમાં રાગરહિતપણે ઠરવું તેને ભગવાન સર્વજ્ઞદેવ અહિંસા કહે છે.
એવી અહિંસા તે મુક્તિનું કારણ છે. નજીકમાં રહેલું આ શરીર પણ આત્માની ઈચ્છાને આધીન કામ કરતું નથી
તો વળી બીજા પદાર્થોમાં તો આત્મા શું કરે? દયા વગેરે શુભ ઈચ્છા કરીને હું પરને મદદગાર થઈ શકું છું અને
હિંસાદિ પાપભાવની ઈચ્છાથી હું પરને નુકસાન કરી શકું છું–એમ અજ્ઞાની માને છે. હું પરનો જાણનાર નહિ પણ
હું પરને લાભ–નુકસાન કરનાર છું–એમ જેણે માન્યું તેણે પોતાના જ્ઞાનસ્વભાવની હિંસા કરી છે. જેમ સ્વચ્છ
સ્ફટિકમાં વર્તમાન પૂરતી કાળી–રાતી ઝાંઈ દેખીને મૂર્ખ માણસ તે સ્ફટિકને જ આખો કાળો–રાતો માની લે છે,
પણ ડાહ્યો માણસ તો જાણે છે કે સ્ફટિકમાં કાળી–રાતી ઝાંઈ તે ક્ષણિક છે. સ્ફટિકનું મૂળ સ્વરૂપ કાળું રાતું નથી.
તેમ આત્માની અવસ્થામાં ક્ષણિક પાપ કે પુણ્યના ભાવ દેખીને અધર્મી જીવ તો આખા આત્માને જ પુણ્ય–
પાપમય માની લે છે. પણ ધર્મી જીવ તો જાણે છે કે આ પુણ્ય–પાપ વર્તમાન પૂરતા છે, તે પુણ્ય–પાપ જેટલું
આત્માનું સ્વરૂપ નથી. આવી શ્રદ્ધા–જ્ઞાન કરીને આત્માના સ્વરૂપમાં એકાગ્ર થતાં વિકારની ઉત્પત્તિ જ થતી
નથી. એટલે તેણે પોતાના આત્માને વિકારથી ઉગારી લીધો, તે પરમાર્થે અહિંસા ધર્મ છે. આવા આત્મસ્વભાવનું
ભાન કરવું તે અપૂર્વ છે. આત્માના ભાન વગર શુભરાગરૂપ અહિંસા તો જીવે અનંતવાર કરી, તેમાં આત્માનું
કલ્યાણ નથી. આત્મભાન વગર શુભ તેમ જ અશુભ ભાવ કરીને અનંતકાળથી જીવ ચાર ગતિમાં રખડી રહ્યો
છે. પાપભાવ કરીને નરક–તિર્યંચગતિમાં ગયો છે, તેમ જ પુણ્ય ભાવ કરીને મોટો રાજા કે દેવ પણ અનંતવાર
થયો છે, તે કાંઈ અપૂર્વ નથી. પૂર્વે અનંતકાળમાં જેટલું કરી ચૂક્યો છે તે કાંઈ અપૂર્વ નથી અને તેમાં આત્માનું
કલ્યાણ નથી.
તેને અજ્ઞાની ધર્મનું કારણ માની બેસે છે, પણ ભગવાન તો કહે છે કે અશુભરાગની જેમ શુભરાગવડે પણ
આત્માની હિંસા થાય છે, અને તે રાગથી ધર્મ માને તેમાં તો મિથ્યાત્વરૂપ મહા હિંસા, અને એ જ આત્માનું
ભાવમરણ છે. અનાદિ કાળથી ક્ષણે ક્ષણે એવા ભાવમરણમાં જીવ મરી રહ્યો છે.
કસ્તુરિયામૃગની ડૂંટીમાં સુગંધી કસ્તૂરી ભરી છે પણ તેને તેનો વિશ્વાસ નથી, તેથી બાહ્યમાં ભટકે છે.