Atmadharma magazine - Ank 078
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 25

background image
: ૧૦૪ : આત્મધર્મ : ચૈત્ર : ૨૦૦૬ :
લોકોએ માની લીધું છે એવું ધર્મનું સ્વરૂપ નથી. ધર્મ તો અંદર આત્માનો નિર્મળ પ્રગટ થતો પર્યાય છે.
આત્માની નિર્વિકારી શુદ્ધ દશા છે. સિદ્ધ ભગવાન જેવો પરમાનંદનો અંશ છે. લોકો બાહ્ય જડની ક્રિયામાં કે
પુણ્યમાં ધર્મ માને છે તે અજ્ઞાન છે, ભ્રમ છે. તેનાથી જીવનું પરિભ્રમણ મટે નહિ.
શ્રીમદ્નો ભવ – અંત વિષે પડકાર
શ્રીમદ્ને નાની ઉંમરથી જ અંતરથી પડકાર આવતો કે મારે ભવ ન જોઈએ તેમણે ઘણે ઠેકાણે ભવઅંતને
વિષે લખ્યું છે :–
‘કાયાની વિસારી માયા, સ્વરૂપે શમાયા એવા,
નિર્ગ્રંથનો પંથ ભવઅંતનો ઉપાય છે.’
જાણનાર–દેખનાર ચૈતન્યમાં ભવ એટલે અજ્ઞાન, રાગદ્વેષ અને તેના કારણે પરિભ્રમણ છે તે કલંક છે.
માટે મારે ભવ જોતો જ નથી. ભવ એટલે વિકારી ભાવો; પુણ્ય–પાપના વિકારો રહિત હું કેવળ જાણનાર–
દેખનાર–આનંદ–સ્વરૂપ છું. મારા ત્રિકાળી સ્વરૂપમાં ભવ નથી. માત્ર વર્તમાન હાલતમાં વિકાર છે તે મારું ખરું
સ્વરૂપ નથી. તેથી વિકાર અને તેનું ફળ–ભવ મારે જોતાં નથી.
પ્રશ્ન :– ભવ હોય તો બીજા જીવોનું ભલું કરી શકે ને? જો ભવ હોય તો શરીર હોય, અને શરીર હોય તો
બીજાની સેવા વગેરે કરી શકીએ! માટે ભવ શું ખોટા છે?
ઉત્તર :– અરે ભાઈ! એક પદાર્થ બીજા પદાર્થનું કાંઈ ભલું–બૂરું કરી શકે તે વાત જ તદ્ન ખોટી છે. સામા
જીવનું ભલું–બૂરું થવું, સુખી–દુઃખી થવું તેના પરિણામને આધારે છે. તેને બીજો જીવ સુખી–દુઃખી કરી શકે નહિ.
વળી સામા જીવને દુઃખ કે સુખ બાહ્ય સંયોગોને કારણે નથી. પર પદાર્થથી મને સુખ–દુઃખ થાય છે એવી અજ્ઞાન
માન્યતાથી, પરમાં સુખ–દુઃખની કલ્પના કરે છે. ખરેખર તે કલ્પના તેને કલ્પિત સુખ
[ખરેખર જે દુઃખ જ છે]
અને દુઃખનું કારણ છે. સામો જીવ તેની કલ્પના છોડે તો ખરું સુખ પામે. માટે કોઈ જીવ કોઈ જીવને સુખ કરે
એવી માન્યતા તદ્ન ભ્રમ છે. વળી તેને માટે ભવની માગણી જે કરે તે પણ તદ્ન મૂઢ છે. બધા જીવો સાચું
સમજવાનો પુરુષાર્થ ન કરે. કોઈ અલ્પ જીવો સત્ય સમજવાનો પુરુષાર્થ કરે અને તેમનો ભવ અંત થાય. માટે
જીવે પોતાનું કલ્યાણ કરવા માટે પોતાનું સ્વરૂપ સમજીને પરિભ્રમણનો અંત કરવો. માટે ભવ જ ન જોઈએ,
ભવ અંતના આ ટાણાં આવ્યાં છે. સાચું સમજવાના ટાણાં આવ્યાં છે, ત્યાં અંતર સમજવાનો પુરુષાર્થ કરે તો
શીઘ્ર ભવનો અંત થઈ જાય. વળી લોકો માને છે કે પરનું કંઈ ભલું કરીએ. પણ ભાઈ! પરનું ભલું કોણ કરી શકે
છે? સૌથી નજીકમાં રહેલા આ શરીરમાં કોઢનાં ચાંદણાં થયા હોય તેને પણ ફેરવી નથી શકતો તો પછી દૂર એવા
પર પદાર્થોમાં તે શું કરે? શું તેને કોઢનાં ચાંદણાં રાખવાનો ભાવ છે? ચાંદણા શરીરની અવસ્થા છે. શરીરને–તે
પરમાણુઓને–જે સમયે જે રૂપે પરિણમવું હોય તેમ પરિણમે છે. અચેતન જડ શરીર પોતાની અવસ્થા બદલવાને
સ્વતંત્ર છે. તેમાં બીજા કોઈનો હાથ કામ ન કરે એટલે કે તેને બીજો કોઈ પદાર્થ પલટાવી શકે નહિ, માટે હે
જીવ! પરના કરવાપણાની માન્યતા ને તું છોડ! તે અજ્ઞાન માન્યતા છોડવી એ રાગ–દ્વેષ વગેરેને છોડવા તે
નિર્ગ્રંથનો પંથ–ભવના નાશનો ઉપાય છે.
સમ્યગ્જ્ઞાની સાધક જીવને પુરુષાર્થની કચાશને લીધે રાગ, વિકલ્પ રહી ગયો, તેના કારણે એકાદ ભવ
હોય ખરો, પરંતુ નિર્ગ્રંથનો માર્ગ ભવ બતાવતો નથી; તે તો ભવથી રહિત કેવળ સ્વભાવ જ બતાવે છે.
ઈશ્વર વીતરાગ છે, સાક્ષી છે. તે ભવ આપે નહિ.
વળી કેટલાક માને છે કે, ભગવાન–ઈશ્વર ભવ આપે સ્વર્ગ આપે, તે વાત સાચી નથી. ભગવાન તો
સર્વના જાણનાર, વીતરાગ નિર્દોષ છે. તેને કોઈને ભવ કે સ્વર્ગ આપવાની ઈચ્છા હોય નહિ. જો તેને ઈચ્છા
કલ્પો તો ભગવાન સર્વના સાક્ષી–જ્ઞાતા અને નિર્દોષ–રાગ–વિકાર રહિત રહેતા નથી, ભગવાન દોષી થઈ જાય,
પણ એમ બનતું નથી. માટે ભગવાન સર્વજ્ઞ, ઈચ્છા રહિત, વીતરાગ છે. તે કોઈને સ્વર્ગ આદિ આપે નહિ.
સ્વર્ગાદિ ગતિ જીવ પોતાના શુભાદિ પરિણામથી પ્રાપ્ત કરે છે.
પરિભ્રમણના નાશની અંતરધગશ
ભાઈ! તને ભવભ્રમણનો ત્રાસ થયો છે? ‘મારે હવે ભવ ન જોઈએ, આત્માની સાચી ઓળખાણ કરીને
તેનો હવે અંત લાવવો છે.’ એવી અંદરથી ધગશ થઈ છે? શ્રીમદ્ રાજચંદ્રને નાની ઉંમરથી જ અંદરમાંથી પડકાર
આવતો કે, ‘મારે આ ભવ–આ પરિભ્રમણ ન જોઈએ.’ આત્મા પર પદાર્થના આશ્રય રહિત સ્વતંત્ર