Atmadharma magazine - Ank 080
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 21

background image
: ૧૫૦: આત્મધર્મ: ૮૦
ત્રણેકાળે આ એક જ ભવના અંતનો ને મુક્તિની પ્રાપ્તિનો ઉપાય છે.
શ્રીમદ્ના વચનોમાં જ્યાં હોય ત્યાં ભવના અંતનો પડકાર છે. તેઓ લખે છે કે––
‘કાયાની વિસારી માયા સ્વરૂપે શમાયા એવા –નિર્ગ્રંથનો પંથ ભવ–અંતનો ઉપાય છે.’
સ્વસન્મુખ થઈને સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન પ્રગટ કરીને તેમાં લીનતા કરવી તે જ ભવના અંતનો ઉપાય છે.
ભવના અંતનો પંથ ક્યાંથી શરૂ થાય?–શું ભવના કારણનો આશ્રય લેવાથી ભવના અંતની શરૂઆત થાય? –કે
ભવરહિત સ્વરૂપનો આશ્રય લેવાથી ભવના અંતની શરૂઆત થાય? ધર્મ માટે આત્માના સ્વભાવ સિવાય
પરનો આશ્રય સ્વીકારવો તે બંધનો પંથ છે અને શુદ્ધ સ્વભાવનો આશ્રય સ્વીકારવો તે મોક્ષનો પંથ છે.
આત્મસિદ્ધિમાં કહ્યું છે કે–
જે જે કારણ બંધના તેહ બંધનો પંથ,
તે કારણ છેદકદશા મોક્ષપંથ ભવ અંત.
શુભાશુભભાવની રુચિ ને પર્યાયબુદ્ધિ તે બંધનનો એટલે કે સંસારનો પંથ છે. અને તેનો છેદ તે ભવના
અંતનો એટલે કે મોક્ષનો પંથ છે. પણ તેનો છેદ કઈ રીતે થાય? ‘આ શુભાશુભનો છેદ કરું’–એમ તેની સામે
જોયા કરવાથી (અર્થાત્ પર્યાયબુદ્ધિથી) તેનો છેદ થાય નહિ, પણ આત્માના શુદ્ધ ચૈતન્યસ્વભાવની રુચિ કરીને
તેમાં એકાગ્ર થતાં પર્યાયબુદ્ધિનો અને રાગનો છેદ થઈ જાય છે–અર્થાત્ તેની ઉત્પત્તિ જ થતી નથી. એટલે શુદ્ધ
ચૈતન્યસ્વભાવની રુચિ કરીને તેમાં એકાગ્રતા કરવી તે જ મોક્ષનો ને ભવના અંતનો પંથ છે.
શાસ્ત્રોમાં નિશ્ચય તેમ જ વ્યવહાર બંનેની વાત છે, પણ આશ્રય તો એક નિશ્ચયનો જ બતાવ્યો છે. જ્ઞાન
કરવા માટે પર ચીજ છે ખરી, પણ કલ્યાણ તો સ્વના આશ્રયે જ થાય છે. અભેદના આશ્રયે–નિશ્ચયના આશ્રયે–
દ્રવ્યસામાન્યના આશ્રયે–અથવા તો શુદ્ધ ઉપાદાનના આશ્રયે કલ્યાણ છે, એ સિવાય ભેદના આશ્રયે–વ્યવહારના
આશ્રયે–પર્યાયના આશ્રયે કે નિમિત્તના આશ્રયે કલ્યાણ નથી શાસ્ત્રોમાં નિશ્ચય–વ્યવહાર વગેરે બબ્બે પડખાંનું
જ્ઞાન કરાવ્યું છે, પણ તે બે પડખાંને જાણીને એક તરફ વળવા માટે આ ઉપદેશ છે.
બાહ્યસંયોગ અને નિમિત્તો હો ભલે, પણ તે આત્માના ધર્મનું સાધન નથી. અરે પ્રભુ! તું
ચૈતન્યભગવાન એવો નમાલો નથી કે તને પર સંયોગની અનુકૂળતાએ લાભ થાય. તારા કલ્યાણને માટે પરના
આશ્રયની જરૂર પડે એવું તારું સ્વરૂપ નથી. નિમિત્ત ભલે હો પણ તે તારા આત્માથી પર છે. અને નિમિત્તને
લક્ષે વ્યવહાર–શુભરાગ–થાય તે પણ તારા સ્વભાવથી પર છે એ પ્રમાણે જાણીને સ્વભાવ તરફ વળવું તે જ
પરમાત્મપદનો ઉપાય છે. આ પ્રમાણે સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ અનેકાંત
ઉપકારી નથી. પર્યાયમાં અશુદ્ધતા છે ખરી, પણ તેના આશ્રયે નિજપદની પ્રાપ્તિ થતી નથી. સ્વભાવ તરફ ઢળ્‌યા
વિના, પર્યાયના આશ્રયે કલ્યાણ થાય–એવું અનેકાંત માર્ગમાં એટલે કે વસ્તુના સ્વભાવમાં છે જ નહીં. તું તને
સમજીને, તારા સ્વભાવનો મહિમા કર અને તારા સ્વભાવ તરફ વળ–એ જ કલ્યાણનો માર્ગ છે. નિજપદની
એટલે કે પરમાત્મદશાની પ્રાપ્તિ સ્વના આશ્રયે થાય છે, પરના આશ્રયે નિજપદની પ્રાપ્તિ અટકે છે. ઉપાદાનના
આશ્રયે નિજપદની પ્રાપ્તિ થાય છે, નિમિત્તના આશ્રયે નિજપદની પ્રાપ્તિ અટકે છે.
નિજપદની પ્રાપ્તિ જીવથી થઈ શકે છે, તેનો આ ઉપદેશ છે. અનંતકાળથી જીવે પોતાના નિજપદની સંભાળ
કરી નથી, અને નિમિત્ત તથા વ્યવહારના આશ્રયે કલ્યાણ માનીને પરપદની જ પ્રાપ્તિ કરી છે. સ્વપદ–ચૈતન્ય–
સ્વભાવને ભૂલીને પરના આશ્રયે પરપદની–રાગની–કર્મની ને શરીરના સંયોગની પ્રાપ્તિ થાય છે, ને ચાર ગતિના
અવતાર ટળતા નથી. રાજપદ હો કે દેવપદ હો તે બધા પરપદ છે, અને તેના કારણરૂપ પુણ્યભાવ પણ પરપદ છે,
ચૈતન્યભગવાન આત્માનું તે પદ નથી. નિજપદ તો જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવ છે, તેના આશ્રયે શ્રદ્ધા–જ્ઞાન–રમણતા
કરતાં પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે. એ સિવાય પરના આશ્રયે રાગ ઊઠે તેનાથી પરપદની પ્રાપ્તિ થાય છે.
અનેકાંત પોતાના સ્વભાવપદની પ્રાપ્તિ અર્થે જ ઉપકારી છે.
શ્રીમદ્ રાજચંદ્રનું જીવન એકદમ આંતરિક હતું. તેમને સંયમદશા થઈ ન હતી પણ અંતરસ્વભાવની દ્રષ્ટિ
પ્રગટી હતી, સ્વભાવ પ્રાપ્તિ માટેનો પ્રયત્ન વર્તતો હતો. અંદરથી ભગવાન આત્મા જાગ્યો હતો. છેવટે તેમનો
પોકાર છે કે–