Atmadharma magazine - Ank 080
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 21

background image
: ૧૫૨: આત્મધર્મ: ૮૦
શ્રી પરમાત્મ – પ્રકાશ – પ્રવચનો
લેખાંક ૧૬ મો] [અંક ૭૯ થી ચાલુ
[વીર સં. ૨૪૭૩ ભાદરવા સુદ ૧૨ (૨) દસલક્ષણી પર્વનો ઉત્તમત્યાગ દિન (૮)]
[] સ્ દ્ધસ્રૂ ધ્ ર્વ્ . : જંત્ર, મંત્ર, ધારણા વગેરે દુર્લભ નથી, એ તો
બધા શુભરાગ છે; પણ શુદ્ધસ્વરૂપની ઓળખાણ કરીને તેના ધ્યાનદ્વારા ઈન્દ્રિયોના રસની વૃત્તિ તથા મોહ અને
અબ્રહ્મચર્યાદિને તોડવા તે દુર્લભ છે. આત્માનો સ્વભાવ પરમાનંદમય સમરસી ભાવરૂપ છે; સ્વર્ગનાં કલ્પિત
સુખ અને નરકનાં દુઃખ એ બંને આત્માના વીતરાગી આનંદની અપેક્ષાએ સમાન છે, અર્થાત્ તે બંને આત્માના
વીતરાગી આનંદની વિરુદ્ધરૂપ છે. મનના સંકલ્પ–વિકલ્પ થાય તે સહજાનંદસ્વરૂપી આત્માના ધ્યાનના વેરી છે,
તેને જીતવા દુર્લભ છે, એટલે કે તેમાં અનંત પુરુષાર્થ છે. માટે મંત્ર–તંત્રાદિનું કે પ્રતિમા વગેરેનું ધ્યાન છોડીને
શુદ્ધાત્મસ્વરૂપનું ધ્યાન કરો.–સર્વે ગૃહસ્થોને આવો ઉપદેશ છે. ગૃહસ્થદશામાં પણ શુદ્ધાત્માનું ધ્યાન થઈ શકે છે.
શુદ્ધાત્માની સાચી સમજણ અને બહુમાન કરવું તે પણ એક પ્રકારે શુદ્ધાત્માનું ધ્યાન છે.
[] િન્દ્ર િ જી? : રસને જીતવાનું કહ્યું એટલે શું? ચૈતન્યસ્વભાવને ચૂકીને
રસમાં જે ગૃદ્ધિભાવ થતો હોય તે છોડવાની વાત છે. ધર્માત્માને બહારમાં અનેક તરેહનાં રસનાં ભોજનનો
સંયોગ હોય પણ અંતરમાં તે રસ પ્રત્યે રુચિ નથી, ચૈતન્યને ચૂકીને તે રસમાં લીન થતા નથી, માટે સંતો તેમને
જિતેન્દ્રિય કહે છે. અને અજ્ઞાનીને બહારમાં સંયોગરૂપ એક જ સાદી ચીજ હોય છતાં અંતરમાં ચૈતન્ય ચૂકીને
તેમાં લીન થઈ જતો હોય, તેને સંતો જિતેન્દ્રિય કહેતા નથી. માટે રસને જીતવાનું કહ્યું તેમાં બહારના સંયોગની
વાત નથી પણ ચૈતન્યની રુચિપૂર્વક રસની ગૃદ્ધિ ટાળવી તેનું નામ રસને જીત્યો કહેવાય. તેવી રીતે
આત્મસ્વભાવની સાવધાનીપૂર્વક મિથ્યાત્વાદિ મોહભાવ ટાળવો તે દુર્લભ છે અને સ્વરૂપની રુચિપૂર્વક
બ્રહ્મચર્યનો રંગ ટકાવી રાખવો તે પંચમહાવ્રતમાં દુર્લભ છે. અને સંકલ્પ–વિકલ્પ તોડીને ચૈતન્યસ્વરૂપમાં
એકાગ્રતા કરવી તે દુર્લભ છે. પરંતુ ચૈતન્યસ્વરૂપના ધ્યાનવડે તે સર્વે થઈ શકે છે. શુદ્ધાત્મસ્વરૂપના ધ્યાનનો
અભ્યાસ કરનાર જીવને ઈન્દ્રિયના વિષયોની રુચિ ટળી જ જાય છે. ચૈતન્યના પરમાનંદમય વીતરાગી
સ્વભાવની રુચિ થાય અને ઈન્દ્રિયના વિષયોમાંથી સુખબુદ્ધિ ન ટળે–એમ બને જ નહીં. એ રીતે સ્વરૂપની
એકાગ્રતારૂપ ધ્યાનવડે તે ચાર પ્રકારને જીતવા, તેમાં સ્વભાવનો અનંત પુરુષાર્થ છે. ।। ૨૨।।
[] દ્ધત્સ્ ? : હવે કહે છે કે આ પરમાત્મતત્ત્વ દિવ્યધ્વનિ, શાસ્ત્ર વગેરે
પરદ્રવ્યોથી અને વિકલ્પથી અગોચર છે, માત્ર નિર્વિકલ્પ આત્મધ્યાનથી જ અનુભવગમ્ય છે.
(ગાથા ૨૩)
वेयहिं सत्थहिं इंदियहिं जो जिय मुणहु ण जाइ।
णिम्मल झाणहं जो विसउ सो परमप्पु अणाइ।।
२३।।
ભાવાર્થ:– કેવળી ભગવાનની વાણી કે મુનિ વગેરે જ્ઞાનીઓનાં વચનો તથા ઈન્દ્રિયો કે મનથી શુદ્ધાત્મા
જાણી શકાતો નથી, પણ નિર્મળ ધ્યાનથી જ જાણી શકાય છે; એવો અનાદિ પરમાત્મસ્વભાવ છે.
ભગવાનના દિવ્યધ્વનિના શ્રવણથી આત્મસ્વરૂપ સમજાય નહિ. ભગવાનની વાણી તરફના લક્ષે જ્ઞાન
થતું નથી એમ જો ન સમજે તો સમ્યગ્જ્ઞાન થાય નહિ. જેને સમ્યગ્જ્ઞાનની લાયકાત હોય તેને પહેલાંં જ્ઞાનીની
વાણીનું શ્રવણ હોય છે ખરુ, પણ સમ્યગ્જ્ઞાન તો ચૈતન્યસ્વભાવના આશ્રયે જ પ્રગટે છે.
વાણીના લક્ષે તથા શાસ્ત્રોના લક્ષે જે જ્ઞાન થાય છે તે વિકલ્પાત્મક છે, રાગવાળું છે, તેનાથી આત્મા
અનુભવાતો નથી. અને ઈન્દ્રિયો તથા મનના લક્ષે પણ વિકલ્પ જ થાય છે, તેનાથી અમૂર્તિક ચૈતન્યસ્વરૂપી
આત્મા અનુભવાતો નથી. પણ તે બધાનું અવલંબન છોડીને એકલા ચૈતન્યસ્વરૂપમાં એકાગ્રતારૂપ નિર્મળ
ધ્યાનથી જ શુદ્ધ પરમાત્મા અનુભવાય છે–જણાય છે. મિથ્યાત્વાદિથી રહિત નિર્મળ સ્વશુદ્ધાત્માની અનુભૂતિવડે
અનુભવાય એવો આત્મસ્વભાવ છે. હે જીવ! તું એવા આત્માને