Atmadharma magazine - Ank 080
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 21

background image
જેઠ: ૨૪૭૬ : ૧૫૩:
ધ્યાનના અભ્યાસવડે જાણ! શુદ્ધાત્મા તે ધ્યાનનો વિષય છે.
વીર સં. ૨૪૭૩ ભાદરવા સુદ ૧૩ દસલક્ષણી પર્વનો ઉતમઅકિંચન્ય દિન (૯)
[] ત્ધ્ મ્ગ્ર્િ . : આત્મધ્યાનથી જ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન,
સમ્યગ્ચારિત્ર ને કેવળજ્ઞાન પમાય છે. કર્મ, શરીર, વાણી, શુભાશુભ ભાવ કે પર્યાય–એ બધાનું લક્ષ છોડીને જેણે
પોતાની અવસ્થાને અંતરસ્વભાવમાં એકાગ્ર કરી તેઓ જ સમ્યગ્દર્શનાદિ પામ્યા છે. આત્માની સમજણથી
કંટાળીને આંખ બંધ કરીને ધ્યાન કરવા મંડી જાય તેને સાચું ધ્યાન ન હોય, પણ સ્વરૂપની અરુચિરૂપ
આર્ત્તધ્યાન હોય. પહેલાંં યથાર્થ સમજવું જોઈએ, સત્સમાગમે શ્રવણ કરીને તત્ત્વનો અવિરુદ્ધ નિર્ણય કરવો
જોઈએ, પછી જ આત્માનું ધ્યાન થઈ શકે. પર લક્ષે તો આત્માની ઓળખાણ થતી નથી, પુણ્યથી પણ થતી નથી,
અને વર્તમાન પર્યાયના લક્ષે પણ થતી નથી; પણ વર્તમાન પર્યાયને ત્રિકાળી સ્વભાવમાં વાળીને ધ્યાન કરવાથી
જ યથાર્થ ઓળખાણ થાય છે ને સમ્યગ્દર્શનાદિ પ્રગટે છે.
[] ત્ . : જેને ત્રિકાળ સ્વભાવમાં બંધન જ નથી,–સદાય મુક્ત
સ્વરૂપ જ છે, એવો શુદ્ધ નિર્મળ ચિદ્રૂપ આત્મા છે, તેમાં પરિણામને લીન કરવા તે ધ્યાન છે. કહ્યું છે કે–
‘अन्यथा वेदपाण्डित्यं शास्त्रपाण्डित्यमन्यथा।
अन्यथा परमं तत्त्वं लोकाः क्लिश्यन्ति चान्यथा।।’
–યશસ્તિલક અ. પ ગા. પ૧
શાસ્ત્ર જુદાં છે ને આત્મા જુદો છે. શાસ્ત્રમાંથી આત્મા પ્રગટતો નથી. શાસ્ત્રના લક્ષે સમ્યગ્જ્ઞાન થતું
નથી. શાસ્ત્રોમાં તો વિકલ્પોનું વર્ણન છે, અને આત્માનો સ્વભાવ તો વિકલ્પાતીત છે. નય–પ્રમાણના વિકલ્પો
આત્મામાં નથી. શાસ્ત્રજ્ઞાનની પંડિતાઈ જુદી ચીજ છે ને આત્મા પરમતત્ત્વ જુદી ચીજ છે. તેમ જ લોક જે ક્લેશ
પામે છે તે જુદી ચીજ છે. શાસ્ત્રના ભણતરથી જે પંડિતાઈ થાય તેની અપેક્ષા આત્માને નથી. શાસ્ત્રજ્ઞાન તો
પરાવલંબી વિકલ્પવાળું છે, આત્મા નિર્વિકલ્પ છે. મોટા વાદવિવાદ કરીને જીત મેળવે તેથી આત્માનું જ્ઞાન થતું
નથી. આત્મા પરમતત્ત્વ છે તે કેવળ જ્ઞાનઆનંદરૂપ છે. પરની અપેક્ષા કહો તો રાગ આવે અને રાગ ત્યાં દુઃખ
હોય; આત્મા તો પરમાનંદસ્વરૂપ છે.
[] ન્ ન્ . : જે જીવ પોતાના ચૈતન્યસ્વભાવ સન્મુખ વળે નહિ અને બહારના
જ સાધનોથી ચૈતન્યની સમજણ માનીને ત્યાં અટકી રહે, તેને ભગવાન આચાર્યદેવ કહે છે કે અરે ભાઈ! તું તારા
અંર્તસ્વભાવને શોધ. તારું તત્ત્વ બહારમાં નથી પણ અંતરમાં છે, તેને અંર્તસન્મુખ થઈને શોધ. બહારમાં ભિન્ન
કારકોની શોધ કરીને તું અનાદિથી રખડી રહ્યો છે. શ્રી પ્રવચનસાર અ૦ ૧ ગા૦ ૧૬ માં કહ્યું છે કે–‘નિશ્ચયથી
પરની સાથે આત્માને કારકપણાનો સંબંધ નથી, કે જેથી શુદ્ધાત્મસ્વભાવની પ્રાપ્તિને માટે સામગ્રી (–બાહ્ય
સાધનો) શોધવાની વ્યગ્રતાથી જીવો (નકામા) પરતંત્ર થાય છે.’ આચાર્યદેવ કહે છે કે ચૈતન્યતત્ત્વને માટે
ચૈતન્યથી ભિન્ન કોઈ સાધન નથી; માટે હે ભવ્ય! તારા સ્વતંત્ર તત્ત્વને ઓળખીને ઠર. અંતરસ્વરૂપનો સહજ
માર્ગ જેમાંથી ન નીકળતો હોય તે બધું પડતું મૂકી દે. અંતરતત્ત્વ જુદું છે અને બહારનાં સાધનો જુદાં છે.
[] પ્ર, સ્ત્રજ્ઞ ત્જ્ઞ . : અંતરમાં પરમ તત્ત્વના ભાવ સમજવાનું
પ્રયોજન છે. કોઈને ગાથાના શબ્દો યાદ ન રહે તો કાંઈ નહિ. ગાથાના શબ્દો શાસ્ત્રમાં છે, પણ તે શબ્દોનો ભાવ
શાસ્ત્રમાં નથી, ભાવ તો આત્મામાં છે. એ આત્મતત્ત્વને જાણ્યા વિના લોકો બિચારા મફતના અન્ય માર્ગમાં
કલેશિત થઈ રહ્યા છે, એમ શ્રી આચાર્ય દેવની કરુણા છે.
ઉપાદેય છે–એ ભાવાર્થ છે. ।।૨૩।।
[] દ્ધત્ લ્ : આ શાસ્ત્રમાં વારંવાર શુદ્ધાત્માનું વર્ણન કર્યું છે. જેને
જેનો રસ હોય તે વારંવાર તેનું રટણ કરે, અને બીજી વાત આવે તો ય તેને ઢીલી કરી નાંખે. આ શાસ્ત્રમાં
શુદ્ધાત્માને જ વારંવાર વર્ણવ્યો છે અને તેની જ એકાગ્રતાનો ઉપદેશ કર્યો છે. ભવ્ય જીવોને કલ્યાણનું કારણ તે
જ છે. વારંવાર શુદ્ધાત્માનો જ ઉપદેશ સાંભળવા માટે જે જીવ ઊભો છે અને તે શુદ્ધાત્માનું શ્રવણ કરતાં જેને
કંટાળો આવતો નથી તે જીવને શુદ્ધાત્માની રુચિ થઈ છે, ને બીજી રુચિ ટળી ગઈ છે;