Atmadharma magazine - Ank 080
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 21

background image
: ૧૫૪: આત્મધર્મ: ૮૦
તેથી અલ્પકાળે શુદ્ધાત્મસ્વરૂપ પામીને તે જીવ પોતાનું કલ્યાણ કરશે. આ રીતે શુદ્ધાત્માનો ઉપદેશ જ કલ્યાણનું કારણ છે.
[] દ્ધત્ સ્રૂ ર્ . : હવે, આત્માનો સર્વોત્કૃષ્ટ પરમ શુદ્ધસ્વભાવ શાસ્ત્રગમ્ય કે
ઈન્દ્રિયગમ્ય નથી, તેમ જ વિકલ્પગમ્ય નથી, પણ પરમ સમાધિરૂપ નિર્વિકલ્પ ધ્યાનગમ્ય જ છે,–તેનું સ્વરૂપ
ફરીથી વર્ણવે છે–
(ગાથા ૨૪)
केवल दंसणणाणमउ केवल सुक्ख सहाउ।
केवल वीरिउ सो मुणहि जो जि परावउ भाउ।।
२४।।
ભાવાર્થ:– જે કેવળ દર્શનજ્ઞાનમય છે, જેને પરની સહાય નથી, પોતે જ સર્વ પ્રકારે પરિપૂર્ણ જ્ઞાનદર્શનમય
છે, તથા કેવળ સુખસ્વભાવ છે અને અનંત વીર્યવાળો છે, તે જ ઉત્કૃષ્ટ અર્હંતપરમાત્માથી પણ શ્રેષ્ઠ
સ્વભાવવાળો શુદ્ધ સિદ્ધાત્મા છે.
[] ન્સ્ િર્ , ર્ં ત્ત : આ ચૈતન્યભગવાન આત્મા બધા
પ્રકારે પોતાથી પૂરો છે–સર્વગુણસંપન્ન છે; તેના જ્ઞાન–દર્શન અસહાય છે, તીર્થંકર ભગવાનની સહાય પણ
આત્માને નથી. પોતાનો સ્વભાવ જ કેવળ આનંદસ્વરૂપ છે, તેના આનંદ માટે કોઈ પરદ્રવ્યોની અપેક્ષા નથી.
અત્યારે આત્મા આવો પરિપૂર્ણ છે, શાસ્ત્રનું કે ગુરુનું અવલંબન તેને નથી. સંયોગરૂપે તે હોય ભલે, પણ અહીં
આચાર્યદેવ કહે છે કે જેના પ્રત્યેથી તારે ઉપયોગ છોડવાનો છે તેનું તારે શું પ્રયોજન છે? માટે બધાનું લક્ષ છોડ,
અને તારો ચૈતન્યસ્વભાવ સદાય પૂરો છે તેને લક્ષ્ય બનાવીને તેનું જ નિર્વિકલ્પ ધ્યાન કર. આ આત્મસ્વભાવ
ઉત્કૃષ્ટ એવા અરિહંતથી પણ શ્રેષ્ઠ, સિદ્ધરૂપ શુદ્ધાત્મા છે. અહીં અધૂરી અવસ્થા હોવા છતાં આત્માને અરિહંતથી
પણ શ્રેષ્ઠ કેમ કહ્યો?–કારણ કે અહીં ત્રિકાળ શુદ્ધસ્વભાવની દ્રષ્ટિથી કથન છે, પર્યાય ગૌણ છે અને આ આત્માને
અરિહંતના લક્ષે રાગની ઉત્પત્તિ થાય છે, અને પોતાના સ્વભાવના લક્ષે વીતરાગતાની ઉત્પત્તિ થાય છે, તેથી
આ આત્માને માટે અરિહંત શ્રેષ્ઠ નથી પણ પોતાનો શુદ્ધસ્વભાવ જ શ્રેષ્ઠ છે. અરિહંત અવસ્થા પ્રગટ થવાનું
સામર્થ્ય તેનામાં ભર્યું છે, અને તે જ ધ્યાન કરવા યોગ્ય છે, અન્ય પદાર્થો ધ્યાન કરવા યોગ્ય નથી.
[] દ્ધત્સ્ િદ્ધ ત્ત . : સિદ્ધ ભગવાનથી પણ આ આત્મસ્વભાવ
ઉત્તમ છે. સિદ્ધપ્રભુના લક્ષે રાગ થાય છે, માટે આ આત્માની અપેક્ષાએ સિદ્ધ ભગવાન ઉત્તમ નથી. વળી તે
સિદ્ધદશા પ્રગટી ક્યાંથી? ત્રિકાળી શુદ્ધાત્મસ્વભાવમાંથી જ તે દશા પ્રગટી છે, સિદ્ધદશાનો આધાર તો તે જ છે,
માટે શુદ્ધાત્મસ્વભાવ જ શ્રેષ્ઠ છે. હે જીવ! તેને જાણીને તેનું જ ધ્યાન કર. એ જ મુક્તિનો માર્ગ છે, એ સિવાય
કોઈ ઉપાયથી આત્મશાંતિ નથી.
।। ૨૪।।
વીર સં. ૨૪૭૩ ભાદરવા સુદ ૧૪ દસલક્ષણી પર્વનો ઉતમબ્રહ્મચર્ય દિન (૧૦)
[] દ્ધત્ ્ય ? : હવે ત્રણલોકથી વંદ્ય એવા શુદ્ધાત્માને રહેવાનું સ્થાન બતાવે છે–
(ગાથા ૨પ)
एयहिं जुत्तउ लक्खणहिं जो परु णिक्कलु देउ।
सो तहिं णिवसइ परमपइ जो तइलोयहं झेउ।।
२५।।
ભાવાર્થ:– આ પરમાત્મપ્રકાશની ૧૬ થી ૨૪ ગાથા સુધીમાં શુદ્ધાત્મસ્વભાવનું વર્ણન કરીને હવે શ્રી
આચાર્યદેવ કહે છે કે–પૂર્વે કહ્યા તેવા લક્ષણોસહિત સર્વથી ઉત્કૃષ્ટ, શરીરાદિ રહિત, ત્રણલોકને આરાધ્યદેવ એવા
સિદ્ધ પરમાત્મા પરમપદમાં બિરાજે છે, તે જ ત્રણલોકને ધ્યેયરૂપ છે.
અહીં જે શુદ્ધાત્માનું વર્ણન કર્યું છે એવો પોતાનો આત્મા છે, તે જ ઉપાદેય છે, અન્ય કોઈ ઉપાદેય નથી.
સિદ્ધ ભગવાન લોકાગ્રે બિરાજમાન છે તેમ આ આત્માનો સ્વભાવ પણ લોકાગ્રે બિરાજમાન છે–એટલે કે પુણ્ય–
પાપ વગેરે સર્વે વિકારભાવસ્વરૂપ જે લોક છે તેના ઉપર જ આત્મસ્વભાવ રહે છે, પણ કદી પોતે વિકારથી
દબાઈ જતો નથી અર્થાત્ આત્મસ્વભાવ પોતે વિકારી થઈ જતો નથી. જે સદાય વિકારથી જુદો ને જુદો પોતાના
પરમ સ્વભાવમાં વસે છે એવો આ આત્મસ્વભાવ જ સર્વ જીવોને ધ્યેયરૂપ છે. એવો સિદ્ધસમાન શુદ્ધાત્મા અહીં
જ શરીરમાં બિરાજમાન છે. અહીં દેહને સિદ્ધાલયની ઉપમા છે, કેમ કે સિદ્ધ જેવો પોતાનો આત્મા તે દેહમાં