Atmadharma magazine - Ank 080
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 21

background image
જેઠ: ૨૪૭૬ : ૧૫૫:
રહેલો છે. દેહમાં રહેલો પોતાનો આત્મા સિદ્ધ જેવો જ છે, તેને ઓળખાવવા દેહને સિદ્ધાલય કહ્યું છે. માટે તું
બાહ્ય લક્ષ છોડીને સિદ્ધાલયમાં બિરાજમાન તારા ચૈતન્યસ્વભાવને અંતરલક્ષવડે અવલોક.
[] ત્ ત્ જ્ઞ જા . : આત્મા સિદ્ધ જેવો છે એમ
કહેતાં અજ્ઞાનીનું લક્ષ, પોતાના આત્મા ઉપર જવાને બદલે ઊંચે સિદ્ધ ભગવાન ઉપર જાય છે, પણ તે પોતામાં
પોતાના સ્વભાવસન્મુખ જોતો નથી. અજ્ઞાની જીવને ક્યાંય પોતે દ્રષ્ટિમાં જ આવતો નથી. જ્યાં સિદ્ધ
ભગવાનની વાત આવે ત્યાં, ‘આ મારી વાત નહિ પણ મહાવીર ભગવાન વગેરે સિદ્ધ થયા તેમની વાત છે’ –
એમ પરમાં જ દ્રષ્ટિ કરે છે. એટલે તે શુભરાગમાં જ અટકી જાય છે. જ્ઞાની તો સદાય પોતાના સ્વભાવને જ
મુખ્ય કરે છે. સિદ્ધ ભગવાનની વાત આવે ત્યાં, ‘મારો સ્વભાવ જ આવો છે, સિદ્ધના અને મારા સ્વભાવમાં
કાંઈ ફેર નથી’ એમ જ્ઞાની સ્વદ્રષ્ટિ કરે છે. બીજા સિદ્ધ ભગવાનને જાણ્યા તેનું સામર્થ્ય સિદ્ધ જેટલું જ છે. સિદ્ધ
ભગવાનનો વિશ્વાસ જે જ્ઞાનમાં કર્યો તે જ્ઞાનમાં સિદ્ધપણું સમાય તેટલી મોટપ છે, પણ અજ્ઞાનીને પોતાના
જ્ઞાનસામર્થ્યનો વિશ્વાસ નથી.
[] દ્ધત્સ્ ત્ર િ . : આ ગાથામાં કહ્યું છે કે સિદ્ધ ભગવાન ત્રણલોકથી
આરાધિત છે; એટલે કે સિદ્ધ જેવો પોતાનો શુદ્ધસ્વભાવ જ ત્રણલોકના જીવોથી આરાધિત છે, પણ રાગાદિ
વિકાર તે આરાધિત નથી.
પ્રશ્ન:– ત્રણલોકમાં તો અનંતા–અજ્ઞાની જીવો પણ છે, તેઓ તો આત્મસ્વભાવને આરાધતા નથી પણ
રાગાદિને જ આરાધે છે. છતાં અહીં સિદ્ધભગવાન ત્રણલોકથી આરાધિત છે એમ કેમ કહ્યું? સિદ્ધભગવાનનો
વિરોધ કરનારા પણ ઘણા જીવો હોય છે?
ઉત્તર:– અહીં આચાર્ય ભગવાનને પોતાને શુદ્ધાત્માની ઉત્કટ આરાધના વર્તે છે તેથી તેઓશ્રીની દ્રષ્ટિમાં
ત્રણ જગતના આરાધક જીવો જ દેખાય છે; માટે દ્રષ્ટિની વ્યાપકતાથી કહ્યું કે ત્રણલોકમાં સિદ્ધભગવાન
આરાધિત છે. ત્રણલોકના સ્વામી એવા ઈન્દ્રો, ચક્રવર્તીઓ વગેરે તેને આરાધે છે. જેઓ સિદ્ધભગવાનને (શુદ્ધ
આત્માને) આરાધતા નથી પણ વિકારને આરાધે છે તેને આચાર્યદેવ જીવ જ ગણતા નથી. તેની દ્રષ્ટિ જ
વિકારમાં અને જડમાં એકાકાર છે તેથી તેને જડ ગણે છે. તે જીવને પોતાને પણ પોતાનું ચેતનપણું ભાસતું નથી
પણ વિકારપણું અને જડપણું ભાસે છે.
।। ૨પ।।
[] ત્ર્ ? : એ રીતે, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માના સ્વરૂપનું કથન કર્યું અને તેમાં
પરમાત્મા સિદ્ધભગવાન જેવો પોતાનો ત્રિકાળી પરમાત્મસ્વભાવ છે તે જ ધ્યાન કરવા યોગ્ય છે એમ બતાવ્યું.
પોતાના પરમાત્મસ્વભાવનું ધ્યાન એ જ સર્વનો સાર છે. આ ગ્રંથમાં શુદ્ધાત્માના ધ્યાનની મુખ્યતાથી કથન છે.
શુદ્ધાત્માના ધ્યાનથી જ સમ્યગ્દર્શન થાય છે, તેનાથી જ સમ્યગ્જ્ઞાન થાય છે, તેનાથી જ સમ્યગ્ચારિત્ર અને
કેવળજ્ઞાન થાય છે. માટે શુદ્ધાત્માનું ધ્યાન એ જ બધા શાસ્ત્રોનું તાત્પર્ય છે.
[] ત્ િદ્ધ ધ્ : જેવા સિદ્ધભગવાન પ્રગટરૂપ પરમાત્મા છે એવા જ
પરમાત્મા શુદ્ધ નિશ્ચયનયથી આ દેહમાં પણ શક્તિરૂપ છે અર્થાત્ દરેક આત્મા સ્વભાવથી સિદ્ધ પરમાત્મા જ છે,
માટે તેનું જ ધ્યાન કરવાથી પ્રગટરૂપ સિદ્ધદશા થાય છે–એમ હવે કહે છે–
(ગાથા ૨૬)
जेहउ णिम्मलु णाणमउ सिद्धिहि णिवसइ देव।
तेहउ णिवसइ बंभु परु देहहं मं करि मेउ।।
२६।।
ભાવાર્થ:– જેવા સિદ્ધભગવાન ભાવકર્મ–દ્રવ્યકર્મ–નોકર્મની ઉપાધિરહિત નિર્મળ, જ્ઞાનમય, પરમ આરાધ્ય
દેવાધિદેવ, કેવળજ્ઞાનાદિ પ્રગટસ્વરૂપ કાર્યસમયસાર સિદ્ધિમાં વસે છે તેવો જ આ આત્મા સિદ્ધ જેવા સર્વ લક્ષણો
સહિત પરમબ્રહ્મ, શુદ્ધબુદ્ધ સ્વભાવરૂપ પરમાત્મા શક્તિરૂપે શરીરમાં વસે છે; માટે હે શિષ્ય! તું સિદ્ધભગવાનમાં
અને તારામાં ભેદ ન કર, અર્થાત્ અન્ય સિદ્ધભગવાનનું લક્ષ છોડીને તું તારા શુદ્ધબુદ્ધ પરિપૂર્ણ સ્વભાવને જ ધ્યાવ.
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
રાજકોટથી વિહાર કરીને પૂ. ગુરુદેવશ્રી ગઢકા ગામે પધાર્યા ત્યારે વૈશાખ સુદ પ ના રોજ રાજકોટના
ભાઈશ્રી નાનચંદ અનુપચદ મહેતા તથા તેમના ધર્મપત્ની કમળાબેન–એ બંનેએ સજોડે આજીવન બ્રહ્મચર્ય–
પ્રતિજ્ઞા પૂ. ગુરુદેવશ્રી પાસે અંગીકાર કરી છે. આ બદલ તેમને ધન્યવાદ!