Atmadharma magazine - Ank 080
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 21

background image
: ૧૫૮: આત્મધર્મ: ૮૦
–એમ લક્ષણ વડે સત્પુરુષને ઓળખીને તેનું ચિંતવન કરવું.
આ પ્રમાણે અંતરની વાત કરીને હવે બહારની વાત કરે છે: ‘સત્પુરુષોની મુખાકૃતિનું હૃદયથી
અવલોકન કરવું. તેનાં મન–વચન–કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભુત રહસ્યો ફરી ફરી નિદિધ્યાસન કરવાં’
શરીર–મન–વાણીની ક્રિયા તો જડ છે પણ તેની પાછળ અનાકુળ સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન છે તેનું અદ્ભુત
રહસ્ય છે. મન–વચન–કાયાની જે પ્રવૃત્તિ થાય છે તેનું કર્તાપણું જ્ઞાનીને ઊડી ગયું છે, તેને તેમાં કદી સુખબુદ્ધિ
થતી નથી અને ભેદજ્ઞાન ક્યારેય ખસતું નથી. આવું જ્ઞાનીનું અદ્ભુત રહસ્ય છે, તે વારંવાર વિચારવા યોગ્ય
છે. સત્પુરુષની મુખાકૃતિનું હૃદયથી અવલોકન અને વારંવાર તેમના સમાગમની ભાવનામાં પોતાને સત્
સમજવાની રુચિ છે.
હવે કહે છે કે ‘તેઓએ સંમત કરેલું સર્વ સંમત કરવું.’ જ્ઞાનીઓએ શું સંમત કર્યું છે? આત્માના
સ્વાશ્રય સિવાય ત્રણકાળમાં ધર્મ નથી, એટલે સ્વાશ્રયભાવ તે જ જ્ઞાનીને સંમત છે. દેવ–ગુરુ–શાસ્ત્રનો
આશ્રય કરવો તે જ્ઞાનીને સંમત નથી. આત્માનો રાગરહિત જ્ઞાતા સ્વભાવ છે તેની રુચિ, તેની શ્રદ્ધા, તેનું
જ્ઞાન અને તેનો આશ્રય કરવો તે જ જ્ઞાનીને સંમત છે. આ પ્રમાણે ઓળખીને તેઓએ સમંત કરેલું સર્વ સંમત
કરવું. શુભ કે અશુભ કોઈ પણ પરાશ્રિત ભાવથી આત્માને ધર્મ થાય–એવી માન્યતા જ્ઞાનીઓને સંમત નથી.
આત્માને જે ભાવથી નુકશાન થાય તે એક પણ ભાવ જ્ઞાનીને સંમત થાય નહીં. જ્ઞાનીને આત્માનો
વિકારરહિત સ્વભાવ જ સંમત છે. એક જ્ઞાની એક માર્ગ બતાવે અને બીજા જ્ઞાની બીજો માર્ગ બતાવે–એમ કદી
બને નહિ, સર્વે સત્પુરુષોનો એક જ માર્ગ છે. આત્મસ્વભાવને ઓળખીને તેનો આશ્રય કરવો–એ જ મુક્તિનો
પંથ છે, અને એ જ માર્ગમાં સર્વે જ્ઞાનીઓની સંમતિ છે.–એ પ્રમાણે ઓળખીને જ્ઞાનીઓએ સંમત કરેલું સર્વ
સંમત કરવું. જ્ઞાની પાસેથી શ્રવણ કરતાં પોતાને ગોઠે તેટલું માને અને બીજી વાત ન રુચે–તો તે જીવે
જ્ઞાનીઓએ કહેલું સર્વ સંમત કર્યું નથી; પણ પોતાનો સ્વચ્છંદ પોષ્યો છે. દેવ–ગુરુ–શાસ્ત્રના આશ્રયે જે
પુણ્યભાવ થાય તેનો આશ્રય કરવાનું પણ ધર્મીને માન્ય નથી, પણ તેનો આશ્રય છોડવાનું માન્ય છે.
જ્ઞાનીઓએ માન્ય કરેલું સર્વ માન્ય કરવું; તેમાં જો ક્યાંય પોતાની કલ્પનાનો સ્વચ્છંદ રાખ્યો તો તેણે
જ્ઞાનીઓને ઓળખ્યા નથી, અને તેમનું કહેલું માન્યું નથી. અત્યાર સુધી જીવે પોતાની ભ્રાંતિથી જ જ્ઞાનીને
પોતાની દ્રષ્ટિએ કલ્પ્યા છે. જો જ્ઞાનીને જ્ઞાનીની રીતે ઓળખે તો તેને ભેદજ્ઞાન અને મુક્તિ થયા વિના રહે
નહીં. જ્ઞાનીની ઓળખાણ કરવામાં પરની મહત્તા નથી પણ પોતાના આત્માની મહત્તા છે. પહેલાંં તો
અનંતકાળથી આત્માની ભ્રાંતિ રહી ગઈ છે–એમ ઓળખે, અને પછી ઉપર કહ્યા પ્રમાણે પાત્ર થઈને સત્પુરુષને
ઓળખે, તો અવશ્ય આત્માની ભ્રાંતિ ટળી જાય.
જ્ઞાની એમ કહેતા નથી કે તું અમારો આશ્રય કરીને રોકાઈ જા. પણ તું તારા આત્માને સિદ્ધ જેવા
પરિપૂર્ણ સ્વભાવે ઓળખીને તેનો આશ્રય કર–એમ જ્ઞાનીના હૃદયનું રહસ્ય છે. સર્વે ધર્માત્માઓએ આ જ સંમત
કર્યું છે અને એ જ સંમત કરવા યોગ્ય–હોંશથી માન્ય કરવા યોગ્ય છે.
‘આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું–નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિંતવવા
યોગ્ય, ક્ષણે ક્ષણે–સમયે સમયે લીન થવા યોગ્ય પરમ રહસ્ય છે અને એ જ સર્વ શાસ્ત્રનો, સર્વ સંતના હૃદયનો,
ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહામાર્ગ છે.’ જુઓ તો ખરા, કેટલી દ્રઢતા પૂર્વક વાત કરી છે. ધર્મી જીવોએ જે
માન્ય કર્યું, તે જ માન્ય રાખવું તે પરમ રહસ્ય છે. ધર્મી જીવોએ શું માન્ય કર્યું,–શું આદર્યું અને શું છોડ્યું, તે
ઓળખ્યા વગર પોતે તેની શ્રદ્ધા કેવી રીતે કરે? અને તેનું ચિંતવન પણ કઈ રીતે કરે?
જ્ઞાનીઓને બરાબર ઓળખીને, તેમણે સંમત કર્યા પ્રમાણે આત્માના વીતરાગી સ્વભાવનો આશ્રય
કરવો; સર્વ શાસ્ત્રનો અને સર્વ સંતોના હૃદયનો મર્મ પામવાનો આ એક જ માર્ગ છે. નિર્વાણને અર્થે એટલે
આત્માની મુક્તિને અર્થે માન્ય કરવા યોગ્ય આ જ મહામાર્ગ છે. વળી ઈશ્વરના ઘરનો એટલે સર્વજ્ઞ ભગવાનના
માર્ગનો અથવા આત્માના સ્વભાવનો મર્મ પામવાનો આ મહા–