Atmadharma magazine - Ank 080
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 21

background image
માર્ગ છે. આત્માનું પરમાત્મપદ પ્રગટે તેનો આ મહામાર્ગ છે.
હવે નિમિત્તકારણની વાત મૂકે છે; ‘અને એ સઘળાનું કારણ કોઈ વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ અને તે
પ્રત્યે અવિચલ શ્રદ્ધા એ છે. અધિક શું લખવું?’ ત્રિકાળ આ એક જ માર્ગ છે એમ ભાર મૂકીને કહે છે કે ‘આજે,
ગમે તો તેથી મોડે અથવા વહેલે, એ જ સુજ્યે–એ જ પ્રાપ્ત થયે છૂટકો છે. ભાઈ, તને તારા સ્વરૂપની જ ભ્રાંતિ
છે, તે ભ્રાંતિ ટાળ્‌યા વગર છૂટકો નથી અને એ ભ્રાંતિને છેદવા માટે, જ્ઞાનીઓએ જે સંમત કર્યું તે જ સંમત કરવું
એ જ માર્ગ છે. એ માર્ગ સૂજ્યે જ સર્વ સંતોના હૃદયને પામી શકાય છે. વળી છેવટે વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ
થવાનું કહ્યું છે. પૂર્વે થઈ ગયેલા સત્પુરુષ નહિ પણ પોતાને સાક્ષાત્ વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ થાય અને તેમના
વચનનું સીધું શ્રવણ કરતાં તેમના પ્રત્યે અવિચળ શ્રદ્ધા જાગે. આમાં સમજ્યા વગર સત્પુરુષને માનવાની વાત
નથી, પણ સત્પુરુષને ઓળખીને, તે કહે છે તેવા નિરાલંબી પોતાના આત્મસ્વભાવની ઓળખાણ કરે તેણે
સંતોએ માનેલું માન્યું કહેવાય. અને એ જ નિર્વાણનો માર્ગ છે.
છેવટે પોતે ભળીને કહે છે કે ‘સર્વ પ્રદેશે મને તો એ જ સંમત.’ આત્માના અસંખ્ય પ્રદેશે મને તો એ જ
માન્ય છે.
–છાશીયા ગામમાં વીર સં. ૨૪૭પ ફાગણ વદ ૬ ના રોજ પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન.
(શ્રીમદ્ રાજચંદ્ર આવૃત્તિ બીજી પત્ર ૧૦૦ મો પૃ. ૧૧૯)
ધર્માત્માની નિ:શંકતા.

कि मे करिष्यत क्रूरौ शुभाशुभ निशाचरो।
रागद्वेष परित्याग–महामंत्रेण किलितो।।
२८।।
આ પદ્મનંદી પચીસીના એકત્વ અધિકારનો ૨૮ મો શ્લોક છે. પૂર્વે ૨૭ મા શ્લોકમાં કહ્યા પ્રમાણે જેને
પોતાના મુક્ત સ્વરૂપનું ભાન થયું છે એવો ધર્મી જીવ કહે છે કે રાગદ્વેષના પરિત્યાગરૂપ પ્રબલ મંત્રથી કિલિત
થયેલા તેમ જ ક્રૂર એવા શુભાશુભ કર્મરૂપી નિશાચરો મારું શું કરશે?–કાંઈ જ નહીં. અહીં મારા આત્મામાં
સ્વભાવની દ્રષ્ટિથી શુદ્ધતાનો પાક થવા માંડયો છે, તો પૂર્વના બંધાયેલા ક્રૂર મોહાદિ કર્મોનો પાક મને શું કરી
શકશે? ધર્મીની દ્રષ્ટિ કર્મના ઉદય તરફ નથી પણ પોતાના મુક્તસ્વભાવ તરફ છે. તેથી સ્વભાવદ્રષ્ટિના જોરે તેને
કર્મો ખરી જ જાય છે.
આ મનુષ્યદેહ પામીને સત્ય સમજવાના ટાણે તેની દરકાર ન કરે અને તીવ્ર હિંસા વગેરે ક્રૂર પરિણામ
કરે તે જીવ મરીને નરકમાં જાય છે. નરકમાં મહા પ્રતિકૂળ સંયોગ હોય છે; પરંતુ ત્યાં સાતમી નરકના મહા
પ્રતિકૂળ સંયોગ વચ્ચે પડેલો નારકી જીવ પણ કોઈવાર પોતાના સ્વભાવ તરફ વળતાં અપૂર્વ આત્મજ્ઞાન પામી
જાય છે. તેણે પૂર્વે સત્સમાગમે ચૈતન્ય તત્ત્વની વાત સાંભળી હોય પણ તે વખતે દરકાર ન કરી હોય અને
વર્તમાનમાં તે વાત યાદ કરી, વૈરાગ્ય પામીને સ્વ તરફ વળતાં આત્માને સમજી જાય છે. નરકમાં તે જીવને પૂર્વ
ભવનું સ્મરણ થતાં તે એમ વિચારે છે કે અહો, મનુષ્યપણામાં મને જ્ઞાની મળ્‌યા હતા, તેમની પાસેથી મેં ચિદાનંદ
સ્વભાવની વાત સાંભળી હતી, પણ મેં તે વખતે દરકાર ન કરી! એ પ્રમાણે અંતરવિચારમાં ઉતરતાં, સંયોગદ્રષ્ટિ
છોડીને સ્વભાવની દ્રષ્ટિથી સમજી જાય છે કે હું મુક્તસ્વરૂપ છું; એ પ્રમાણે તે જીવ ત્યાં સમ્યગ્દર્શન પામી જાય
છે. ત્યાં તે જીવને નરકમાં ક્રૂર અશુભ કર્મનો તીવ્ર ઉદય હોવા છતાં તે કહે છે કે પૂર્વે બંધાયેલા ક્રૂર શુભાશુભ કર્મ
મને શું કરશે? મારી દ્રષ્ટિ મારા મુક્તસ્વભાવ ઉપર પડી છે તે દ્રષ્ટિથી મને છોડાવવા કોઈ શુભાશુભ કર્મ સમર્થ
નથી. હું મારા સ્વભાવમાં જાગ્યો ત્યાં કર્મો મને શું કરશે? કર્મનો વિપાક જડમાં છે, મારા આત્મામાં તો