Atmadharma magazine - Ank 080
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 21

background image
: ૧૪૪: આત્મધર્મ: ૮૦
સવર્જ્ઞનો માર્ગ અને નિજપદનો માર્ગ જુદા નથી. જ્યારે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર એ ત્રણ અભેદપણે
આત્મારૂપ વર્તે છે ત્યારે તે જીવ, સર્વજ્ઞનો માર્ગ પામ્યો એમ કહો, કે નિજસ્વરૂપને પામ્યો એમ કહો, –બંને જુદા નથી.
જે નિજપદ એટલે કે આત્મસ્વરૂપ સર્વજ્ઞ ભગવાને પોતાના જ્ઞાનમાં પ્રત્યક્ષ જાણ્યું, પણ વાણીદ્વારા પૂરું
ન કહેવાયું, ભગવાનના જ્ઞાનમાં આવ્યું પણ વાણીમાં પૂરું ન આવ્યું, તો તે પદના મહિમાને અન્ય વાણી તો શું
કહે? ‘અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો’ વાણીથી અગોચર અને પોતાના જ્ઞાનના સ્વાનુભવથી ગોચર છે.
આત્માનું નિજપદ તો પોતાના સ્વસંવેદનજ્ઞાનથી જ વેદવા યોગ્ય છે–જણાવા યોગ્ય છે–પ્રાપ્ત કરવા યોગ્ય છે–
પ્રગટ કરવા યોગ્ય છે–અનુભવ કરવા યોગ્ય છે.–એ પ્રમાણે નિજપદનો મહિમા કરીને ત્યાર પછી છેલ્લી કડીમાં તે
પદની પ્રાપ્તિ માટે ભાવના કરતાં કહે છે કે–
એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં,
ગજા વગર ને હાલ મનોરથરૂપ જો.
તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો,
પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો... અપૂર્વ૦
આવા ચૈતન્યસ્વરૂપી નિજપદનું પોતાને ભાન તો થયું છે, પણ હજી પૂર્ણ પ્રાપ્તિ થઈ નથી, તેથી પૂર્ણતાની
પ્રાપ્તિની ભાવના કરી છે. અને તેની પ્રાપ્તિ જરૂર થશે–એમ પોતાની નિઃશંકતા છે.
ભરૂચના એક ભાઈ અંતરદ્રષ્ટિ વગર બાહ્યક્રિયામાં વિધિ–નિષેધના આગ્રહી હતા, તેમના ઉપરના એક
પત્રમાં શ્રીમદ્ લખે છે કે–‘અનેકાંતિક માર્ગ પણ સમ્યક્એકાંત એવા નિજપદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા
અન્ય હેતુએ ઉપકારી નથી.’–આ એક લીટીમાં શ્રીમદે સર્વજ્ઞના હૃદયનો મર્મ ગોઠવ્યો છે, બધા શાસ્ત્રોનો
છેવટનો સાર આમાં બતાવી દીધો છે. પાત્ર જીવ હોય તે તેનું રહસ્ય સમજી જાય. શ્રીમદ્ના વચનો પાછળ એવો
ગૂઢ ભાવ રહેલો છે કે ગુરુગમ વગર પોતાની મેળે એનો પત્તો ખાય તેમ નથી. ઘણા જીવો શાસ્ત્રમાં કહેલા
વ્યવહાર વ્રત, તપ, ઉપવાસાદિ ક્રિયામાં તેમ જ આ ખપે ને આ ન ખપે–એમ બાહ્ય વિધિ–નિષેધના આગ્રહમાં
વળગી રહે છે ને તેમાં જ સર્વસ્વ માની બેસે છે. પરંતુ તે વ્રતાદિમાં પર તરફ જતી લાગણીનો ભાવ તેમ જ દેવ–
ગુરુ–શાસ્ત્રની શ્રદ્ધાનો ભાવ તે બધો શુભરાગ છે–વિકાર છે, તેમાં જ જે ધર્મ માનીને અટકી પડ્યા છે તેને
શ્રીમદ્ આ એક લીટી દ્વારા કોરડો મારીને અંતરમાં વાળવા માંગે છે. આ એક લીટીમાં કેટલું રહસ્ય રહેલું છે તેનું
માપ બહારથી ન આવે.
એક બાઈ ચોખાની કમોદ ખાંડતી હતી, તેમાં ચોખા તો કસદાર હોવાથી નીચે ઉતરતા હતા, અને
ફોતરાં ઉપર દેખાતા હતા. ત્યાં બીજી બાઈએ તે જોયું. તેણે અંદરના ચોખા તો ન દેખ્યા ને બહારના એકલા
ફોતરાં જોયા. એટલે પેલી બાઈ ફોતરાં ખાંડતી લાગે છે એમ માનીને પોતે પણ ઘરે જઈને ફોતરાં ખાંડવા
લાગી. પણ ફોતરામાંથી ચોખા ક્યાંથી નીકળે? તે બાઈએ માત્ર બાહ્ય અનુકરણ કર્યું. તેમ અજ્ઞાની જીવો પણ
જ્ઞાનીઓની ઊંડી અંતરદ્રષ્ટિને ઓળખતા નથી અને માત્ર તેમના શુભરાગનું અને બહારની ક્રિયાનું અનુકરણ
કરે છે. જ્ઞાનીઓને અંતરમાં પુણ્ય–પાપની લાગણીઓ ઉપર દ્રષ્ટિ હોતી નથી, અને જડ શરીરની ક્રિયા મારે
લીધે થાય છે–એમ તેઓ માનતા નથી, તેમની દ્રષ્ટિનું જોર અંતરમાં નિજપદ ઉપર હોય છે કે હું અનાદિઅનંત
ધ્રુવસ્વભાવી જ્ઞાયકમૂર્તિ આત્મા છું.–આવી અંતરંગદ્રષ્ટિને તો અજ્ઞાની જાણતો નથી, અને અવસ્થામાં વર્તતી
પુણ્ય–પાપની લાગણીઓને તથા દેહાદિની ક્રિયાને જુએ છે અને તેનાથી જ ધર્મ થતો હશે એમ તે માને છે;
એટલે ફોતરાં ખાંડનાર બાઈની માફક, તે પણ ફોતરાં જેવા શુભરાગમાં ને દેહાદિની ક્રિયામાં અટકી રહે છે.
જ્ઞાનીઓ તો પોતાના અંતરમાં સ્વભાવ તરફનું વલણ કરી રહ્યા છે, સ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન ને એકાગ્રતારૂપી
કસ તો અંદરમાં ઉતરે છે (–અર્થાત્ આત્મામાં અભેદ થાય છે), તેનું ફળ બહારમાં દેખાતું નથી; અસ્થિરતાના
કંઈક રાગને લીધે પૂજા–ભક્તિ–વ્રત વગેરે શુભરાગ તેમ જ વેપાર–ધંધા વગેરે સંબંધી અશુભરાગ થાય તેને
જ્ઞાની ફોતરાં સમાન જાણે છે તથા દેહ–મન–વાણીની ક્રિયા તો જડની છે, તે બંનેથી ભિન્ન પોતાના
નિજસ્વભાવ ઉપર જ્ઞાનીની દ્રષ્ટિ છે. આવી દ્રષ્ટિને લીધે ધર્મીને ક્ષણે ક્ષણે અંતરમાં નિજપદ તરફનું વલણ છે.
વચ્ચે પુણ્ય–પાપની લાગણી ઊઠતાં નિમિત્તો ઉપર લક્ષ જાય છે અને દેહાદિની ક્રિયા તેના કારણે સ્વયં થતી
હોય છે, તેને જ અજ્ઞાની જુએ છે. પરંતુ જ્ઞાનીને