અનેકાંત એટલે શું? વસ્તુમાં નિત્ય–અનિત્ય વગેરે બબ્બે પરસ્પર વિરુદ્ધ ધર્મો રહેલા છે, તેનું નામ અનેકાંત છે.
આત્મા સ્વભાવે શુદ્ધ છે, અવસ્થાએ વર્તમાન અશુદ્ધ છે–ઈત્યાદિ પ્રકારે બબ્બે પડખાં જાણીને એક સ્વભાવ તરફ
વળવું તે જ પ્રયોજન છે, અને તેનું નામ સમ્યક્ એકાંત છે. આત્મા સ્વભાવે શુદ્ધ અને અવસ્થાએ અશુદ્ધ–એમ
બબ્બે પડખાં જાણીને તેના વિકલ્પમાં અટકી રહે અને શુદ્ધસ્વભાવ તરફ વળે નહીં, તો તેને નિજપદની પ્રાપ્તિ
થાય નહીં, અને તેણે ખરેખર અનેકાંતને જાણ્યો ન કહેવાય.
અનેકાંત તે સર્વજ્ઞભગવાનનો માર્ગ છે, સર્વજ્ઞનો માર્ગ એટલે નિજપદનો માર્ગ. ત્રિકાળી સ્વભાવે શુદ્ધ અને
વર્તમાન પર્યાયે અશુદ્ધ–એવું અનેકાંતનું જ્ઞાન અંર્તસ્વભાવસન્મુખ થઈને નિજપદની પ્રાપ્તિ કરવા સિવાય બીજા
કોઈ હેતુએ ઉપકારી નથી. જુઓ, આમાં વિચારવા જેવું ઊંડુ રહસ્ય છે.
આવશે ક્યાંથી? પ્રાપ્તની પ્રાપ્તિ હોય એટલે કે જો શક્તિરૂપે શુદ્ધતા હોય તો પર્યાયમાં વ્યક્ત થાય; જો શુદ્ધતા ન
જ હોય તો પ્રગટે નહીં. માટે શક્તિરૂપે આત્માનો સ્વભાવ શુદ્ધ છે, અને પ્રગટ અવસ્થામાં અશુદ્ધતા છે. જો
અવસ્થામાં અશુદ્ધતા ન હોય તો વર્તમાનમાં શુદ્ધતા હોય એટલે પ્રગટ પરમાનંદનો અનુભવ હોવો જોઈએ. માટે
આત્મા એકાંત શુદ્ધ કે અશુદ્ધ નથી પણ દ્રવ્યસ્વભાવે શુદ્ધ અને પર્યાયમાં અશુદ્ધ–એવો અનેકાંત છે.
આત્મસિદ્ધિમાં કહ્યું છે કે–
તો અસંગ ચૈતન્યના પરમ આનંદનો અનુભવ વર્તતો હોત. માટે અવસ્થામાં વિકાર અને નિમિત્તનો સંગ છે.
છતાં ‘અસંગ છે પરમાર્થથી.’ અંર્તસ્વભાવની દ્રષ્ટિથી જોતાં સમ્યક્ ચિદાનંદ પ્રભુ અસંગ છે. જો પરમાર્થે અસંગ
ન હોય તો કદી અસંગ થાય નહીં. અને જો વ્યવહારે પણ અસંગ હોત તો પૂર્ણાનંદનો અનુભવ વ્યક્ત હોત. જે
પુણ્ય–પાપ, ક્રોધ વગેરેની લાગણીઓ થાય છે તે કાંઈ જડને થતી નથી, પણ ચેતનની અવસ્થામાં પોતે જ કરે છે.
જો ચેતન શુદ્ધ જ હોય તો ભૂલ કોની? અને સંસાર કોનો? જો ચેતનની અવસ્થામાં ભૂલ ન હોય તો આ
સમજવાનો ઉપદેશ કોને? આત્મા શક્તિરૂપે ત્રિકાળ શુદ્ધ પરિપૂર્ણ હોવા છતાં વર્તમાન અવસ્થામાં મલિન થઈ
રહેલો છે. જો તે મલિનતા ન હોત તો અત્યારે પરમાત્મા હોત. વળી જો અશુદ્ધતા જ તેનું સ્વરૂપ હોત તો તે કદી
ટળી શકત નહીં. પરમાર્થે આત્મા અસંગ–શુદ્ધ છે, અને નિજભાને તે પ્રગટે છે.
‘સ્વભાવે શુદ્ધ અને અવસ્થાએ અશુદ્ધ’ એમ બે પડખાં જાણીને તેની સામે જ જોયા કરે અને શુદ્ધસ્વભાવ તરફ
ન વળે તો તેને નિજપદની પ્રાપ્તિ થતી નથી ને અશુદ્ધતા ટળતી નથી. પણ ‘ત્રિકાળ સ્વભાવે હું શુદ્ધ છું, ને
ક્ષણિક પર્યાયમાં અશુદ્ધતા છે’ એમ બને પડખાંને જાણીને, જો ત્રિકાળી શુદ્ધ સ્વભાવ તરફ વળે તો નિજપદની
પ્રાપ્તિ થાય છે, ને અશુદ્ધતા ટળે છે.