Atmadharma magazine - Ank 080
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 21

background image
: ૧૪૬: આત્મધર્મ: ૮૦
અને નિમિત્ત પણ છે–એમ બંનેને જાણે ખરો, પણ તેમાં ઉપાદાનથી વસ્તુનું કામ થાય છે અને નિમિત્ત કાંઈ કરતું
નથી–એમ સમજીને જો ઉપાદાન તરફ વળે તો અનેકાંત કહેવાય. અનાદિનો અજ્ઞાની જીવ સાચું આત્મભાન
પોતાની લાયકાતથી જ્યારે પ્રગટ કરે ત્યારે તેને આત્મજ્ઞાની સદ્ગુરુ જ નિમિત્તરૂપે અવશ્ય હોય. સાચું નિમિત્ત
ન હોય તેમ બને નહીં, તેમ જ નિમિત્ત કાંઈ કરી દે–એમ પણ બને નહીં. શ્રીમદ્ કહે છે કે–
બુઝી ચહત જો પ્યાસ કો, હૈ બૂઝનકી રીત, પાવે નહિ ગુરુગમ વિના, એ હી અનાદિ સ્થિત.
પાયાકી યે બાત હૈ, નિજ છંદન કો છોડ, પીછે લાગ સત્પુરુષકો તો સબ બંધન તોડ.
હે ભાઈ! જો તું આત્મસ્વભાવનું ભાન કરવા ચાહતો હો અને અનાદિનું અજ્ઞાન ટાળવું હોય તો તેની
રીત છે. પણ ગુરુગમ વિના તે રીત હાથ આવે તેમ નથી–એવી અનાદિ વસ્તુસ્થિતિ છે. ચૈતન્યસ્વભાવ કોણ છે
તે ગુરુગમ વગર સમજાય નહીં. જીવ જ્યારે સમ્યગ્જ્ઞાન પામે છે ત્યારે. તે પોતાની લાયકાતથી જ પામે છે,
પણ તે લાયકાત વખતે નિમિત્તપણે ગુરુગમ ન હોય એમ બને નહીં.––આવો અનેકાંત છે; નિમિત્ત કાંઈ કરે
નહીં અને અજ્ઞાની નિમિત્ત હોય નહીં. જેમ ચાર મણ ચોખા લેવા જાય ત્યાં અઢી શેરનો કોથળો ભેગો હોય,
પણ ચાર મણ ચોખા ભેગો અઢી શેરનો કોથળો રંધાય નહીં, તેમ જ બારદાન તરીકે કોથળો ન હોય એમ પણ
બને નહીં. તેમ ચૈતન્યસ્વભાવને જાણવામાં જ્ઞાની નિમિત્ત તરીકે હોય છે, તે બારદાન છે–બહારની ચીજ છે. તે
નિમિત્ત કાંઈ સમજાવી દેતું નથી. જ્ઞાની સિવાય અજ્ઞાની નિમિત્ત હોય નહીં, ને આત્માના આનંદના
અનુભવમાં નિમિત્ત કાંઈ કરે નહીં. જેમ ઊંચું કેસર લેવા જાય ત્યાં બારદાન તરીકે શણીયાનો કોથળો ન હોય
પણ સારી બરણી કે પેટી હોય. તેમ અપૂર્વ સત્યસ્વભાવની સમજણ પ્રગટ કરવામાં નિમિત્તરૂપે સાચા દેવ–
ગુરુ–શાસ્ત્ર હોય, અજ્ઞાની ન હોય.
––આ રીતે, ઉપાદાન છે ને નિમિત્ત પણ છે–એમ બંનેને જાણવા તે અનેકાંત છે; પણ તે અનેકાંતિકમાર્ગ
પણ સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા કોઈ હેતુએ ઉપકારી નથી. એટલે કે ઉપાદાન
અને નિમિત્ત બંનેને જાણીને એક ઉપાદાનસ્વભાવસન્મુખ વળવું તે પ્રયોજન છે. ઉપાદાન છે અને નિમિત્ત છે–
એમ જાણીને જો તેના જ લક્ષે રોકાય, ને નિમિત્તનું લક્ષ છોડીને પોતાના ઉપાદાનની દ્રષ્ટિ પ્રગટ ન કરે તો
નિજપદની પ્રાપ્તિ થાય નહીં. પોતાના સ્વભાવ તરફની એકતા પ્રગટ કર્યા વિના અનેકાંતનું પણ સાચું જ્ઞાન
થાય નહીં.
(૧) ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ અને ક્ષણિક અવસ્થામાં અશુદ્ધતા–એ બંને પડખાંને જાણીને, શુદ્ધસ્વભાવ તરફ
વળવું તે અનેકાંત છે. શુદ્ધસ્વભાવ તરફ વળ્‌યા વિના અશુદ્ધતાનું પણ યથાર્થ જ્ઞાન થાય નહીં.
(૨) પોતે પોતાની પાત્રતા પ્રગટ કરીને અંતરમાં વલણ કરે તો સત્ સમજાય. અને તે વખતે સદ્ગુરુ
નિમિત્ત હોય, પણ નિમિત્ત કાંઈ કરે નહીં.–એ પ્રમાણે ઉપાદાન–નિમિત્તને જાણીને, નિમિત્તનું લક્ષ છોડીને ઉપાદાન
તરફ વળવું તે પ્રયોજન છે. ઉપાદાન તરફ વળ્‌યા વિના નિમિત્તનું યથાર્થ જ્ઞાન પ્રગટે નહીં.
એ પ્રમાણે બે બોલ થયા. હવે ત્રીજો બોલ નિશ્ચય અને વ્યવહાર સંબંધમાં કહેવાય છે–
(૩) અખંડ ચૈતન્યસ્વભાવ તરફ વળતાં પહેલાંં, ‘સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર શું કહે છે’ એવો પરસન્મુખ
શુભરાગ હોય છે, પણ તે શુભરાગની વૃત્તિ તરફથી લક્ષ છૂટીને અખંડ જ્ઞાયકસ્વભાવ તરફ વળ્‌યા વિના નિશ્ચય–
વ્યવહાર બંનેનું યથાર્થ જ્ઞાન થતું નથી. સ્વભાવ તરફ ઢળતાં રાગનો આશ્રય તૂટે ત્યારે અનેકાંત થાય છે. અખંડ
જ્ઞાનસ્વભાવ તે નિશ્ચય, અને શુભરાગ તે વ્યવહાર. નિશ્ચયજ્ઞાનસ્વભાવ તરફ વળતાં સ્વ–પરપ્રકાશક જ્ઞાન
સામર્થ્ય ખીલ્યું, તે જ્ઞાન શુભરાગને વ્યવહાર તરીકે જાણી લે છે.
(૧) સમજવા ટાણે પર્યાયમાં અશુદ્ધતા હોય છતાં સ્વભાવ શુદ્ધ છે, તે શુદ્ધસ્વભાવનો આશ્રય કરે તો
સમજાય.
(૨) ઉપાદાનની સમજવાની તૈયારી વખતે નિમિત્ત હોય છે, પણ સમજનાર પોતે છે.–એમ જાણીને,
નિમિત્તનું લક્ષ છોડીને ઉપાદાન તરફ વળે તો યથાર્થ સમજાય.
(૩) સત્ સમજવાની પાત્રતા વખતે શુભરાગરૂપ વ્યવહાર હોય, પણ તે વ્યવહારના આશ્રયે કલ્યાણ
નથી. તે વ્યવહારનો આશ્રય છોડીને, પરમાર્થસ્વભાવનો આશ્રય કરે તો સત્ સમજાય.