
જોવાની આંખ ઉઘડશે. સ્વભાવસન્મુખ થઈને નિશ્ચય પ્રગટ કર તો વિભાવને–વ્યવહારને–જણવાની તાકાત
ખીલશે. અથવા દ્રવ્ય અને પર્યાય એવા બે બોલ છે. દ્રવ્યદ્રષ્ટિ પ્રગટ કર તો પર્યાયનું યથાર્થ જ્ઞાન થાય.
સાચું જ્ઞાન થતું નથી. શુદ્ધસ્વભાવ કહો, ઉપાદાન કહો, નિશ્ચય કહો કે દ્રવ્ય કહો–તે તરફ ઢળ્યા વગર અશુદ્ધતાનું–
નિમિત્તનું–વ્યવહારનું કે પર્યાયનું યથાર્થ જ્ઞાન થતું નથી. અનેકાંતનું ફળ સમ્યક્ એકાંત છે એટલે કે સમ્યક્
એકાંત વગર યથાર્થ અનેકાંત હોય નહીં.
એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ... મૂળ૦
ન જાણે તો સમ્યગ્જ્ઞાન થાય નહીં.
જે જ્ઞાને કરીને જાણીયું રે તેની વર્તે છે શુદ્ધ પ્રતીત, કહ્યું ભગવતે દર્શન તેહને રે જેનું બીજું નામ સમકીત મૂળ.
ઈન્દ્રિયોથી કે રાગથી જાણવાની વાત ન કરી, પણ જ્ઞાનથી જાણવાની વાત કરી. ઈન્દ્રિયો અને રાગના
છે. પહેલાંં નિમિત્તરૂપે જ્ઞાનીનો ઉપદેશ હોય છે ખરો, પણ તે ઉપદેશવડે આત્મા જાણાય છે–એમ નથી. જ્ઞાનીનો
ઉપદેશ સાંભળીને પછી સ્વસન્મુખ અતીન્દ્રિયજ્ઞાનવડે પોતે એમ સમજ્યો કે અહો! હું આત્મા અખંડ ઉપયોગી
અવિનાશી છું. નિમિત્તથી જાણ્યું નથી, રાગથી જાણ્યું નથી, વ્યવહારથી કે ભેદથી જાણ્યું નથી, પણ સ્વતરફ વળતા
જ્ઞાનથી જાણ્યું છે. જુઓ, શ્રીમદ્ના આ કાવ્યમાં કેટલું રહસ્ય ભર્યું છે! અજ્ઞાનીઓ રેકર્ડની જેમ માત્ર શબ્દ બોલી
જાય છે પણ અંદરનો આશય સમજતા નથી. જેમ રેકર્ડ બોલે છે પણ તે રેકર્ડને હૃદય નથી, તેમ અજ્ઞાનીઓ
ભાષા ગોખીને રેકર્ડની જેમ બોલી જાય છે પણ અંદરમાં તેને ભાવની સમજણ નથી. પહેલાંં અજ્ઞાનપણે બીજી
રીતે જાણવાનું માનતો હતો, શાસ્ત્રથી, ઈન્દ્રિયોથી કે રાગથી જાણવાનું માનતો હતો તેથી અહીં કહ્યું કે ‘જ્ઞાને
કરીને જાણીયું રે...’–શું જાણ્યું? હું શુદ્ધ ઉપયોગસ્વરૂપ અવિનાશી આત્મા છું–એમ જાણ્યું, અને એમ જાણ્યું એટલે,
હોવા છતાં તેટલો જ પોતાને ન સ્વીકારતાં ‘હું શુદ્ધ ઉપયોગમય શાશ્વત છું’–એમ સ્વીકારીને પોતાના સ્વભાવ
તરફ વળ્યો, એટલે બંને પડખાંનું જ્ઞાન થઈને સમ્યક્ એકાંત થયું. રાગ અને જ્ઞાનસ્વભાવ બંનેને જાણ્યા ખરા,
પણ રાગ તે હું નહિ ને જ્ઞાન તે જ હું–એમ જ્ઞાન તરફ ઢળતાં સમ્યક્ એકાંત થયું.
એકત્વ કર્યું તે સમ્યક્ એકાંત છે, તે મોક્ષમાર્ગ છે, તે ધર્મ છે. અવસ્થામાં રાગ છે, રાગના નિમિત્તો છે, વ્યવહાર
છે, પરંતુ તે બધાને જાણીને શુદ્ધ અભેદ સ્વભાવ તરફ વળવું તે જ પ્રયોજન છે. અહીં શુદ્ધ–અશુદ્ધ, ઉપાદાન–
એકતા તરફ વાળ્યો છે.