Atmadharma magazine - Ank 087
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 31

background image
: ૫૪: : આત્મધર્મ: ૮૭
ગઈ; કોઈ પરિણામો આઘાપાછા ન થાય એ નિર્ણયમાં તો સર્વજ્ઞતાનો નિર્ણય ને જ્ઞાયક દ્રવ્યની દ્રષ્ટિ થઈ
જાય છે.
આત્મામાં વર્તમાન જે જ્ઞાનઅવસ્થા છે તે અવસ્થામાં જ્ઞાનગુણ વર્તી રહ્યો છે, બીજી અવસ્થા થશે ત્યારે
તેમાં વર્તમાન વર્તશે ને ત્રીજી અવસ્થા વખતે તે ત્રીજી અવસ્થામાં વર્તમાન વર્તશે. એ રીતે, બીજી–ત્રીજી–ચોથી
એમ બધી યે અવસ્થાઓના પ્રવાહનો પિંડ તે જ્ઞાનગુણ છે. એવા અનંતગુણોનો પિંડ તે દ્રવ્ય છે. દ્રવ્યના સમયે
સમયે જે પરિણામો થાય છે તે પરિણામો પોતાની અપેક્ષાએ ઉત્પાદરૂપ છે, પૂર્વના અભાવની અપેક્ષાએ વ્યયરૂપ
છે, ને સળંગ પ્રવાહમાં વર્તનારા અંશપણે તે ધુ્રવ છે. આવો ઉત્પાદ–વ્યય–ધુવવાળો પરિણામ છે તે દરેક દ્રવ્યનો
સ્વભાવ છે. ને એવા સ્વભાવમાં દ્રવ્ય નિત્ય વર્તી રહ્યું છે તેથી દ્રવ્ય પોતે પણ ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વભાવવાળું છે–
એમ અનુમોદવું.
દરેક ચીજ પલટતી–નિત્ય છે. જો વસ્તુ એકલી ‘નિત્ય’ જ હોય તો તેમાં દુઃખ–સુખ ઈત્યાદિ કાર્ય થઈ શકે
નહિ, અને જો વસ્તુ એકાંત ‘પલટતી’ જ હોય તો તે ત્રિકાળી ટકી શકે નહિ, બીજી ક્ષણે તેનો સર્વથા અભાવ
થઈ જાય. માટે વસ્તુ એકલી નિત્ય, કે એકલી પલટતી નથી, પણ નિત્ય ટકીને ક્ષણેક્ષણે તે પલટે છે. એ પ્રમાણે
નિત્ય–પલટતી વસ્તુ કહો કે ‘ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્યયુક્તં સત્’ કહો, તેનું આ વર્ણન છે. નાનામાં નાના કાળમાં
થતા પરિણામમાં વર્તતું–વર્તતું દ્રવ્ય નિત્ય ટકી રહ્યું છે. તેના એકેક પરિણામમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવપણું છે–એ વાત
થઈ ગઈ છે. ને તે દ્રવ્ય પોતે પણ ઉત્પાદ–વ્યય–ધુ્રવવાળું છે. –એ વાત ચાલે છે.
બધા પદાર્થો સત્ છે. પદાર્થ ‘છે’ એમ કહેતાં જ તેનું સત્પણું આવી જાય છે. પદાર્થોનું સત્પણું પૂર્વ
(૯૮મી ગાથામાં) સિદ્ધ કરી ગયા છે. પદાર્થો સત્ છે, ને સત્ તે ઉત્પાદ–વ્યય–ધુ્રવ સહિત છે. કોઈ પણ વસ્તુ
હોય તે વર્તમાન–વર્તમાનપણે વર્તતી રહે ને? –કાંઈ ભૂત કે ભવિષ્યમાં ન રહે. વસ્તુ તો વર્તમાનમાં જ વર્તે.
અને તે એકેક સમયનું વર્તમાન પણ જો ઉત્પાદ–વ્યય–ધુ્રવવાળું ન હોય તો વસ્તુનું ત્રિકાળ વર્તવાપણું સાબિત ન
થાય. એટલે સમયે સમયે થતા ઉત્પાદ–વ્યય–ધુ્રવવાળા પરિણામમાં જ વસ્તુ વર્તે છે. જેમ દ્રવ્ય ત્રિકાળી સત્ છે
તેમ તેના ત્રણેકાળના પરિણામ પણ એકેક સમયનું સત છે. એકેક પરિણામને ઉત્પાદ–વ્યય–ધુ્રવયુક્ત સત્
સાબિત કરીને, અહીં પરિણામમાં વર્તનારા દ્રવ્યને ઉત્પાદ–વ્યય–ધુ્રવયુક્ત સત્ સાબિત કરે છે.
દ્રવ્યનો એક વર્તમાન વર્તતો પરિણામ પોતાપણે ઉત્પાદરૂપ છે, પોતાની પહેલાંંના પરિણામ અપેક્ષાએ
વ્યયરૂપ છે ને સળંગ પ્રવાહમાં તે ધુ્રવ છે. એ પ્રમાણે પરિણામ ઉત્પાદ–વ્યય–ધુ્રવવાળો છે ને તે પરિણામમાં દ્રવ્ય
વર્તતું હોવાથી દ્રવ્ય પણ ઉત્પાદ–વ્યય–ધુ્રવવાળું જ છે. પરિણામના ઉત્પાદ–વ્યય–ધુ્રવ સિદ્ધ કરતાં, તે પરિણામમાં
વર્તનારા પરિણામીના ઉત્પાદ–વ્યય–ધુ્રવ સિદ્ધ થઈ જ જાય છે. માટે કહ્યું કે દ્રવ્યને ત્રિલક્ષણ અનમોદવું.
અનમોદવું એટલે હોંશથી માનવું, આનંદથી સંમત કરવું.
જો સમય સમયના પરિણામની આ વાત સમજે તો ક્યાંય પરમાં ઘાલમેલ કરવાનો અહંકાર રહે નહિ ને
એકલા રાગાદિ પરિણામ ઉપર પણ દ્રષ્ટિ રહે નહિ પણ પરિણામી એવા ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિ થઈ જાય; ને
દ્રવ્યદ્રષ્ટિ થતાં આનંદનો અનુભવ થયા વિના રહે નહિ. માટે કહ્યું કે... ‘આનંદથી સંમત કરવું. ’
જેમ ત્રિકાળી સત્માં જે ચૈતન્ય છે તે ચૈતન્ય જ રહે છે ને જડ છે તે જડ જ રહે છે, ચૈતન્ય મટીને જડ
નથી થતું ને જડ મટીને ચૈતન્ય નથી થતું. તેમ એક સમયના સત્માં પણ–જે પરિણામ જે સમયમાં સત્ છે તે
પરિણામ તે સમયે જ થાય, આઘોપાછો ન થાય. જેમ ત્રિકાળી સત્ છે તેમ વર્તમાન પણ સત્ છે. જેમ ત્રિકાળી
સત્ પલટીને બીજા રૂપે થઈ જતું નથી તેમ વર્તમાન સત્ પણ પલટીને ભૂત કે ભવિષ્યપણે થઈ જતું નથી.
ત્રણેકાળના સમય સમયના વર્તમાન પરિણામ તેનો સ્વસમય (સ્વ–કાળ) છોડીને પહેલાંં કે પછીના સમયે ન
થાય. જેટલા ત્રણકાળના સમયો તેટલા દ્રવ્યના પરિણામો; તેમાં જે સમયનો જે વર્તમાન પરિણામ છે તે
પરિણામ પોતાનું વર્તમાનપણું છોડીને ભૂત કે ભવિષ્યમાં ન થાય. બસ! દરેક પરિણામ પોતપોતાના કાળમાં
વર્તમાન સત્ છે. તે સતને કોઈ ફેરવી ન શકે. સતને ફેરવવાનું માને તે મિથ્યાદ્રષ્ટિ છે, તેને જ્ઞાતાસ્વભાવની
પ્રતીત નથી. જેમ ચેતનને ફેરવીને જડ કરી શકાતું નથી તેમ દ્રવ્યના