: ૫૮: : આત્મધર્મ: ૮૭
દ્રવ્યનું સત્પણું જ સિદ્ધ થતું નથી, કેમ કે તે તે સમયના પરિણામમાં દ્રવ્ય વર્તી રહ્યું છે, માટે પોતાના ક્રમબદ્ધ–
પરિણામોના પ્રવાહમાં વર્તમાન વર્તી રહેલા દ્રવ્યને ઉત્પાદ–વ્યય–ધુ્રવવાળું જ આનંદથી માનવું.
સ્વભાવમાં અવસ્થિત રહેલું દ્રવ્ય સત્ છે–એ વાત સિદ્ધ કરવા માટે પહેલાંં તો ઉત્પાદ–વ્યય–ધુ્રવયુક્ત
પરિણામ કહીને સ્વભાવ સિદ્ધ કર્યો, ને તે સ્વભાવમાં દ્રવ્ય નિત્ય–અવસ્થિત છે–એમ હવે સિદ્ધ કર્યું.
પહેલાંં પરિણામોના ઉત્પાદ–વ્યય–ધુ્રવ સિદ્ધ કરવા માટે પ્રદેશોનો દાખલો હતો, તે પરિણામની વાત પૂરી
થઈ. ને હવે દ્રવ્યનાં ઉત્પાદ–વ્યય–ધુ્રવ મોતીના હારનો દાખલો આપીને સમજાવશે.
વ્યાખ્યાન પછીની ર્ચામાંથી
પહેલાંં ‘વર્તમાન’ ને સિદ્ધ કર્યું ને પછી તે ‘વર્તમાનમાં વર્તનારો’ સિદ્ધ કર્યો. પરિણામ કોના? –કે
પરિણામીના. ઉત્પાદ–વ્યય–ધુ્રવયુક્ત વર્તમાન પરિણામ અને તે પરિણામમાં વર્તનારું ઉત્પાદ–વ્યય–ધુ્રવયુક્ત
દ્રવ્ય–તે આખું સ્વજ્ઞેય છે. એની પ્રતીત તે આખા સ્વજ્ઞેયની પ્રતીત છે. આખા સ્વજ્ઞેયની પ્રતીત કરતાં રુચિનું
જોર વર્તમાન અંશ ઉપરથી ખસીને ત્રિકાળી દ્રવ્ય તરફ વળે છે, એ જ સમ્યગ્દર્શન છે.
પરિણામનાં ઉત્પાદ–વ્યય–ધુ્રવ નક્કી કરતાં પણ દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે, કેમ કે દ્રવ્ય પોતાના
પરિણામસ્વભાવને છોડતું નથી.
પરિણામસ્વભાવમાં કોણ વર્તે છે? –દ્રવ્ય.
પરિણામને કોણ છોડતું નથી? –દ્રવ્ય.
–એટલે એમ નક્કી કરતાં દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે, ને દ્રવ્યદ્રષ્ટિ થતાં જ પરિણામમાં સમ્યક્ત્વનો ઉત્પાદ,
ને મિથ્યાત્વનો વ્યય થઈ જાય છે. એ રીતે દ્રવ્યની દ્રષ્ટિમાં જ સમ્યક્ત્વનો પુરુષાર્થ આવી જાય છે. એ સિવાય
મિથ્યાત્વ ટાળવા માટે ને સમ્યક્ત્વ પ્રગટ કરવા માટે બીજો કોઈ જુદો પુરુષાર્થ કરવાનો નથી રહેતો. દ્રવ્યદ્રષ્ટિ તે
જ સમ્યગ્દ્રષ્ટિ છે.
પ્રભુ શ્રી વીર વર્દ્ધમાન વૈરાગ્ય મંગલદિન
કારતક વદ ૧૦ સોમવાર
[ગાથા ૯]
જેણે ધર્મ કરવો હોય તેણે કેવું વસ્તુસ્વરૂપ જાણવું જોઈએ, તેની આ વાત છે. ધર્મ તે આત્માની પર્યાય છે
એટલે તે આત્મામાં જ થાય. આત્માનો ધર્મ પરમાં ન થાય તેમ જ પર વડે પણ ન થાય. તેમ જ પર્યાયનો ધર્મ
પર્યાયમાંથી થતો નથી પણ દ્રવ્યમાંથી થાય છે; ધર્મ તો પર્યાયમાં જ થાય છે પણ તે પર્યાયવડે (એટલે કે પર્યાય
સામે જોવાથી કે પર્યાયનો આશ્રય કરવાથી) ધર્મ ન થાય પણ દ્રવ્યની સન્મુખતાથી પર્યાયમાં ધર્મ થાય છે.
પરનો તો આત્મામાં અભાવ છે એટલે પર સામે જોવાથી ધર્મ થતો નથી.
હવે પોતાની અવસ્થામાં જેને ધર્મ કરવો છે તેને અધર્મને ટાળવો છે ને ધર્મપણે થઈને આત્માને સળંગ
ટકાવી રાખવો છે. જુઓ, આમાં ‘ધર્મ કરવો છે’ એમ કહેતાં તેમાં નવી પર્યાયના ઉત્પાદનો સ્વીકાર આવી જાય
છે, ‘અધર્મને ટાળવો છે’ તેમા પૂર્વ પર્યાયના વ્યયનો સ્વીકાર આવી જાય છે, અને ‘આત્માને સળંગ ટકાવી
રાખવો છે’ એમાં સળંગ પ્રવાહ અપેક્ષાએ ધુ્રવનો સ્વીકાર આવી જાય છે. એ રીતે ધર્મ કરવાની ભાવનામાં
વસ્તુના ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વભાવનો સ્વીકાર આવી જાય છે. વસ્તુમાં જો ઉત્પાદ–વ્યય–ધુ્રવ ન હોય તો અધર્મ
ટળીને અર્ધની ઉત્પત્તિ થાય નહિ ને આત્મા સળંગ ટકી શકે નહિ. અને તે ઉત્પાદ–વ્યય–ધ્રૃવ પણ જો કાળના
નાનામાં નાના ભાગમાં ન થતાં હોય તો એક સમયમાં અધર્મ ટાળીને ધર્મ થઈ ન શકે. માટે ધર્મ કરનારે વસ્તુને
સમયે સમયે ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વભાવવાળી જાણવી જોઈએ.
દ્રવ્ય–ગુણ કાયમ છે ને પર્યાય ક્ષણિક છે, તે ત્રણેને જાણીને કાયમી દ્રવ્ય તરફ વર્તમાન પર્યાયને વાળ્યા
વિના ધર્મ થતો નથી. વસ્તુમાં અવસ્થા તો નવી નવી થયા જ કરે છે. જો નવી અવસ્થા ન થાય તો ધર્મ કેમ
પ્રગટે? તથા જો જૂની અવસ્થાનો અભાવ ન થાય તો અધર્મ કેમ ટળે? અને જો સળંગપણે પરિણામોમાં ધુ્રવતા
ન રહેતી હોય તો દ્રવ્ય ટકે ક્યાં? માટે વસ્તુમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવ એ ત્રણેને જાણવા જોઈએ. ઉત્પાદ–વ્યય–ધુ્રવ