Atmadharma magazine - Ank 087
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 31

background image
: પોષ: ૨૪૭૭ : ૬૧:
રાગતાની ઉત્પત્તિ થવા લાગી. સામા પદાર્થના પરિણામો તેના અવસર પ્રમાણે ને મારા પરિણામો મારા અવસર
પ્રમાણે,–એમ નક્કી કર્યું એટલે પરમાં કે સ્વમાં ક્યાંય પરિણામના ફેરફારની બુદ્ધિ ન રહેતાં જ્ઞાન જ્ઞાનમાં જ
એકાગ્રતા પામે છે. તેને જ ધર્મ અને મોક્ષમાર્ગ કહેવાય છે.
એક તરફ કેવળજ્ઞાન, ને સામે દ્રવ્યના ત્રણકાળના સ્વઅવસરમાં થતા સમસ્ત પરિણામો, એમાં ફેરફાર
થવાપણું છે જ નહીં. લોકો પણ ‘ઉતાવળે આંબા ન પાકે’ એમ કહીને ત્યાં ધીરજ કરવાનું કહે છે, તેમ ‘દ્રવ્યના
પરિણામમાં ફેરફાર ન થાય’ એમ વસ્તુસ્થિતિની પ્રતીત કરતાં જ્ઞાનમાં ધીરજ આવી જાય છે. અને જ્યાં જ્ઞાન
ધીરું થઈને સ્વમાં વળવા લાગ્યું ત્યાં મોક્ષપર્યાય થતાં વાર લાગે નહિ. આ રીતે ક્રમબદ્ધ પર્યાયની પ્રતીતમાં
મોક્ષમાર્ગ આવી જાય છે.
દ્રવ્યના બધા પરિણામો સ્વઅવસરમાં પ્રકાશે છે, એ સામાન્યપણે વાત કરી, તેમાં હવે ઉત્પાદ–વ્યય–ધુ્રવ
ઉતારે છે. દ્રવ્ય જ્યારે જુઓ ત્યારે વર્તમાન પરિણામમાં વર્તે છે. વર્તમાનમાં તે કાળના જે પરિણામ છે તે કાળે
તે જ પ્રકાશે છે અને તેની પહેલાંંના પરિણામો તે વખતે પ્રકાશતા નથી. પહેલાં પરિણામના ઉત્પાદ–વ્યય–ધુ્રવ
સિદ્ધ કરતી વખતે ‘વર્તમાન પરિણામ પૂર્વ પરિણામના વ્યયરૂપ છે’ એમ કહ્યું હતું, અને અહીં દ્રવ્યના ઉત્પાદ–
વ્યય–ધુ્રવ સિદ્ધ કરવામાં કથનશૈલી ફેરવીને એમ કહ્યું કે ‘વર્તમાન પરિણામ વખતે પૂર્વના પરિણામ પ્રગટ થતાં
નથી.’–માટે તે પૂર્વ પરિણામની અપેક્ષાએ દ્રવ્ય વ્યયરૂપ છે. જે પરિણામમાં દ્રવ્ય વર્તી રહ્યું હોય તે પરિણામની
અપેક્ષાએ દ્રવ્ય ઉત્પાદરૂપ છે, તેની પહેલાંનાં પરિણામ કે જે અત્યારે પ્રગટ નથી તેની અપેક્ષાએ દ્રવ્ય વ્યયરૂપ
છે, ને બધાય પરિણામમાં સળંગ વહેતા દ્રવ્યના પ્રવાહની અપેક્ષાએ તે ધુ્રવરૂપ છે. –એ પ્રમાણે દ્રવ્યનું
ત્રિલક્ષણપણું જ્ઞાનમાં નક્કી થાય છે. આવો જ્ઞેયોનો નિર્ણય કરનારું જ્ઞાન સ્વમાં ઠરે છે, તેનું નામ
तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शन છે.
મોતીની માળા લઈને જાપ જપતો હોય, તેમાં પહેલાંં એક મોતી આંગળીના સ્પર્શમાં હોય ને પછી તે
છૂટીને બીજું મોતી આંગળીના સ્પર્શમાં આવે, તે વખતે પહેલું મોતી સ્પર્શમાં આવતું નથી, એટલે પહેલાં
મોતીના સ્પર્શની અપેક્ષાએ માળાનો વ્યય થયો, બીજા મોતીના સ્પર્શની અપેક્ષાએ માળાનો ઉત્પાદ થયો અને
‘માળા’ તરીકેનો પ્રવાહ તો ચાલુ જ રહ્યો તેથી માળા ધુ્રવ રહી. એ પ્રમાણે એક પછી એક થતા પરિણામમાં
વર્તનારા દ્રવ્યમાં પણ ઉત્પાદ, વ્યય ને ધુ્રવ સમજવા.
કોઈ કહે કે ‘ઉત્પાદ–વ્યય તો પર્યાયના જ થાય છે ને દ્રવ્ય તો ધુ્રવ જ છે, તેમાં પરિણમન ન હોય.’ તો
તેમ નથી. દ્રવ્ય એકાંત નિત્ય નથી પણ નિત્ય–અનિત્ય–સ્વરૂપ છે, એટલે પરિણામ બદલતાં તે પરિણામમાં વર્તતું
દ્રવ્ય પણ પરિણમે છે. જો પરિણામનો ઉત્પાદ થતાં દ્રવ્ય પણ નવા પરિણામે ન ઊપજતું હોય તો તો દ્રવ્ય
ભૂતકાળમાં રહી જાય એટલે કે વર્તમાન વર્તમાનપણે તે વર્તી શકે નહિ, ને તેનો અભાવ જ થાય. માટે
પરિણામના ઉત્પાદ–વ્યય થતાં દ્રવ્ય પણ ઉત્પાદ–વ્યયપણે પરિણમે જ છે. દ્રવ્યના પરિણમન વગર પરિણામના
ઉત્પાદ–વ્યય થાય નહિ, અને દ્રવ્યની સળંગ ધુ્રવતા પણ નક્કી ન થાય. માટે દ્રવ્ય ઉત્પાદ–વ્યય–ધુ્રવવાળું જ છે;
‘પર્યાયમાં જ ઉત્પાદ–વ્યય છે ને દ્રવ્ય તો ધુ્રવ જ રહે છે, તેમાં ઉત્પાદ–વ્યય થતા જ નથી’–એમ નથી.
પરિણામના ઉત્પાદ–વ્યય–ધુ્રવમાં વર્તતું દ્રવ્ય પણ એક સમયમાં ત્રિલક્ષણવાળું છે.
અહો, સ્વ કે પર દરેક દ્રવ્યના પરિણામ પોતપોતાના કાળે થાય છે, પર દ્રવ્યના પરિણામ તે દ્રવ્યના
ઉત્પાદ–વ્યય–ધુ્રવથી થાય છે, ને મારા પરિણામ મારા દ્રવ્યમાંથી ક્રમસર થાય છે.–આમ નક્કી કરતાં પરદ્રવ્ય
ઉપરથી દ્રષ્ટિ ખસી ને સ્વ તરફ વળ્‌યો. હવે સ્વમાં પણ પર્યાય ઉપરથી દ્રષ્ટિ ખસી ગઈ કેમ કે તે પર્યાયમાંથી
પર્યાય પ્રગટતી નથી પણ દ્રવ્યમાંથી પર્યાય પ્રગટે છે, એટલે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ગઈ. એને ત્રિકાળી સત્ની પ્રતીતિ
થઈ. આવી ત્રિકાળી સત્ની પ્રતીતિ થતાં દ્રવ્ય પોતાના પરિણામમાં સ્વભાવની ધારાએ વહેતું, ને વિભાવ
ધારાનો નાશ કરતું પરિણમે છે. માટે દ્રવ્યને ત્રિલક્ષણ અનુમોદવું.
પહેલાંં પરિણામનાં ઉત્પાદ–વ્યય–ધુ્રવની વાત કરી હતી, અને અહીં દ્રવ્યના ઉત્પાદ–વ્યય–ધુ્રવની વાત કરી.