Atmadharma magazine - Ank 087
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 31

background image
: ૬૨: : આત્મધર્મ: ૮૭
દ્રવ્યની સત્તા એટલે કે દ્રવ્યનું હોવાપણું ઉત્પાદ–વ્યય–ધુ્રવવાળું છે. એકલા ઉત્પાદરૂપે, વ્યયરૂપે કે ધુ્રવરૂપે
દ્રવ્યની સત્તા નથી પણ ઉત્પાદ–વ્યય–ધુ્રવ એવા ત્રણ લક્ષણવાળી જ દ્રવ્યની સત્તા છે. ઉત્પાદ, વ્યય અને ધુ્રવ
એવી ત્રણ જુદી જુદી સત્તા નથી, પણ તે ત્રણે થઈને એક સત્તા છે.
પહેલાંં તો જે પરિણામ ઊપજ્યા તે પોતાની અપેક્ષાએ ઉત્પાદરૂપ, પૂર્વની અપેક્ષાએ વ્યયરૂપ અને સળંગ
પ્રવાહની અપેક્ષાએ ધુ્રવરૂપ–એમ પરિણામની વાત લીધી હતી. અને અહીં તો હવે છેલ્લો સરવાળો કરીને દ્રવ્યમાં
ઉત્પાદ–વ્યય–ધુ્રવ ઉતારતાં એમ કહ્યું કે દ્રવ્યમાં પછી પછીના પરિણામ પ્રગટ થાય છે તેથી દ્રવ્યનો ઉત્પાદ છે,
પહેલાંં પહેલાંંના પરિણામ ઊપજતા નથી તેથી દ્રવ્ય વ્યયરૂપ છે, અને સર્વ પરિણામમાં સળંગપણે વર્તતું હોવાથી
દ્રવ્ય જ ધુ્રવ છે. એ રીતે દ્રવ્યને ત્રિલક્ષણ અનુમોદવું.
અહો! બધાંય દ્રવ્યો પોતાના વર્તમાન પરિણામપણે ઊપજે છે, પૂર્વના પરિણામ વર્તમાનમાં નથી રહેતા
એટલે પૂર્વપરિણામપણે વ્યય પામે છે ને સળંગપણે બધાય પરિણામના પ્રવાહમાં દ્રવ્ય ધુ્રવપણે વર્તે છે. બસ!
ઉત્પાદ–વ્યય–ધુ્રવપણે વર્તતાં દ્રવ્યો નકોર સત્ છે. આવા નકોર સત્માં કાંઈ આઘુંપાછું થાય નહિ. પોતાના
જ્ઞાનમાં આવા નકોર સત્ને સ્વીકારતાં, ફેરફાર કરવાની બુદ્ધિ કે ‘આમ કેમ’ એવી વિસ્મયતા ટળી, તેમાં જ
સમ્યક્શ્રદ્ધા અને વીતરાગતા આવી ગઈ. એટલે જ્ઞાયકપણું તે મોક્ષનો માર્ગ થયો.
આ ‘વસ્તુવિજ્ઞાન’ કહેવાય છે. પદાર્થનો જેવો સ્વભાવ છે તેવું જ તેનું જ્ઞાન કરવું તે પદાર્થવિજ્ઞાન છે.
આવા પદાર્થવિજ્ઞાન વગર કદી શાંતિ થાય નહિ. જ્યાં, દરેક વસ્તુ ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વભાવવાળી છે એમ જાણ્યું
ત્યાં વસ્તુના જુદાપણાની વાડ બંધાઈ ગઈ. મારા ઉત્પાદ–વ્યય–ધુ્રવમાં પરનો અભાવ ને પરના ઉત્પાદ–વ્યય–
ધુ્રવમાં મારો અભાવ, મારા દ્રવ્ય–ગુણ–પર્યાયમાં હું, ને પરના દ્રવ્ય–ગુણ–પર્યાયમાં પર,–આમ નક્કી કરતાં પરના
દ્રવ્ય–ગુણ–પર્યાયનું સ્વામિત્વ છોડીને પોતે પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયનો રખોપિયો થયો. સ્વદ્રવ્ય તરફ વળતાં
પોતે પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયનો રક્ષક થયો એટલે કે ધુ્રવ દ્રવ્યના આશ્રયે નિર્મળ પર્યાયનો ઉત્પાદ થવા
માંડયો, તે જ ધર્મ છે. પહેલાંં, પરનું હું ફેરવું–એમ માનતો ત્યારે પરાશ્રયબુદ્ધિથી વિકારભાવોની જ ઉત્પત્તિ થતી
હતી ને પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયની રક્ષા કરતો ન હતો. તેથી તે અધર્મ હતો.
આચાર્યભગવાને આ ગાથામાં સત્ને ઉત્પાદ–વ્યય–ધુ્રવયુક્ત બતાવીને અદ્ભુત વાત કરી છે. વર્તમાન
વર્તમાન સમયના પરિણામની આ વાત છે, કેમ કે આખું દ્રવ્ય વર્તમાન પરિણામમાં સાથે વર્તી રહ્યું છે.
[અહીં પૂ. ગુરુદેવશ્રીનો આશય એમ સમજાવવાનો છે કે પરિણામ અને દ્રવ્ય બંને સાથે જ છે. દ્રવ્ય ક્યારેય
પરિણામ વગરનું ન હોય, પરિણામ ક્યારેય દ્રવ્ય વગરના ન હોય. પરિણામ અત્યારે થયા ને દ્રવ્ય ગયા
કાળમાં રહી જાય–એમ ન હોય; અને દ્રવ્ય છે પણ પરિણામ નથી એમ પણ ન બને. માટે પરિણામ અને દ્રવ્ય
બંને વર્તમાનમાં સાથે છે–એમ સમજવું.
] દ્રવ્યમાં સ્વકાળે સદાય વર્તમાન પરિણામ થાય છે, જ્યારે જુઓ
ત્યારે દ્રવ્ય પોતાના વર્તમાન પરિણામમાં જ વર્તી રહ્યું છે, એવા વર્તમાન વર્તતા દ્રવ્યની પ્રતીત તે
વીતરાગતાનું મૂળ છે.
‘પરિણામનો સ્વ–અવસર’ કહ્યો ત્યાં પરિણામનું જે વર્તવાપણું તે જ તેનો અવસર છે; અવસર અને
પરિણામ–એમ બે જુદી ચીજ નથી. જેનો જે અવસર છે તે વખતે તે પરિણામ વર્તે છે, તે પરિણામમાં વર્તતું દ્રવ્ય
ઉત્પાદરૂપ છે, તેની પહેલાંંના પરિણામમાં દ્રવ્ય વર્તતું નથી તેથી તે વ્યયરૂપ છે અને બધેય સળંગપણાની
અપેક્ષાએ દ્રવ્ય ધુ્રવ છે. એ રીતે દ્રવ્યમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ ત્રિલક્ષણપણું પ્રસિદ્ધિ પામે છે.
જીવ અને અજીવ બધાં દ્રવ્યો અને તેના અનાદિઅનંત પરિણામો સત્ છે, તે સત્ સ્વયંસિદ્ધ છે, તે સત્નો
કોઈ બીજો રચનાર કે પરિણમાવનાર નથી. જેમ કોઈ દ્રવ્ય પોતાનું સ્વરૂપ છોડીને આડુંઅવળું ન થાય તેમ
દ્રવ્યના કોઈ પરિણામ પણ આડાઅવળા ન થાય. દ્રવ્યમાં પોતાના કાળે દરેક પરિણામ ઊપજે છે, પૂર્વના
પરિણામ નથી ઊપજતા અને દ્રવ્ય સળંગ ધારાએ રહ્યા કરે છે.–આવા ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વભાવવાળા દ્રવ્યને
જાણવાથી, પોતાના જ્ઞાયકસ્વભાવની પ્રતીત થાય છે, ને