પ્રવાહમાં પોતે સળંગપણે ધુ્રવ રહે છે, એ રીતે વીતરાગતા થઈને કેવળજ્ઞાન અને મુક્તિ થાય છે.
હાર વગેરે પરિણામમાં વર્તે છે, કુંડળ કે હાર વગેરે પરિણામથી જુદું સોનું વર્તતું નથી. તેમ દરેક પદાર્થ
પોતાના વર્તમાન વર્તતા પરિણામમાં વર્તે છે, પોતાના પરિણામથી જુદું કોઈ દ્રવ્ય રહેતું નથી. કોઈ પણ
પદાર્થ પોતાના પરિણામસ્વભાવને ઓળંગીને પરના પરિણામને સ્પર્શતો નથી; ને પર વસ્તુ તેના પરિણામને
ઓળંગીને પોતાને સ્પર્શતી નથી. દરેક વસ્તુ જુદી જુદી પોત–પોતાના પરિણામમાં જ રહે છે. આત્મા
પોતાના જ્ઞાન કે રાગાદિ પરિણામમાં રહેલો છે, પણ શરીરની અવસ્થામાં આત્મા રહેલો નથી. શરીરની
અવસ્થામાં પુદ્ગલો રહેલા છે. અને શરીરના અનંત રજકણોમાં પણ ખરેખર તો દરેક રજકણ ભિન્ન ભિન્ન
પોતપોતાની અવસ્થામાં રહ્યો છે. આવો વસ્તુસ્વભાવ જોનારને પરમાં ક્યાંય એકત્વબુદ્ધિ થતી નથી ને
પર્યાયબુદ્ધિના રાગ–દ્વષ થતા નથી.
તે સ્વભાવ છે ને વસ્તુ સ્વભાવવાન્ છે. સ્વભાવવાન્–દ્રવ્ય પોતાના પરિણામસ્વભાવમાં રહેલું છે. કોઈ પણ
વસ્તુ પોતાનો સ્વભાવ છોડીને બીજાના સ્વભાવમાં વર્તે અથવા તો બીજાના સ્વભાવને કરે–એમ કદી બને નહિ.
શરીરની અવસ્થાઓ છે તે પુદ્ગલના પરિણામ છે, તેમાં પુદ્ગલો વર્તે છે, આત્મા તેમાં વર્તતો નથી; છતાં
આત્મા તે શરીરની અવસ્થામાં કાંઈ કરે–એમ જેણે માન્યું તેની મિથ્યા માન્યતા છે. જેમ અફીણના કડવાશ
વગેરેના ઉત્પાદ–વ્યય–ધુ્રવપરિણામમાં અફીણ જ રહેલું છે, તેમાં કાંઈ ગોળ રહેલો નથી, અને ગોળના ગળપણ
વગેરેના ઉત્પાદ–વ્યય–ધુ્રવપરિણામમાં ગોળ જ રહેલો છે, તેમાં કાંઈ અફીણ રહેલું નથી. તેમ આત્માના જ્ઞાન
વગેરેના ઉત્પાદ–વ્યય–ધુ્રવપરિણામસ્વભાવમાં આત્મા જ રહેલો છે, તેમાં કાંઈ ઈન્દ્રિયો કે શરીરાદિ રહેલાં નથી, –
માટે તેમનાથી આત્મા જાણતો નથી. અને પુદ્ગલના શરીર વગેરેના ઉત્પાદ–વ્યય–ધુ્રવપરિણામસ્વભાવમાં
પુદ્ગલો જ રહેલાં છે, તેમાં કાંઈ આત્મા રહેલો નથી, –માટે આત્મા શરીરાદિની ક્રિયાને કરતો નથી. આમ દરેક
પદાર્થ પોતપોતાના સ્વભાવમાં જ રહેલો છે. બસ, આવા પદાર્થના સ્વભાવને જાણવો તે વીતરાગીવિજ્ઞાન છે,
તેમાં જ ધર્મ આવે છે.
સ્વતંત્ર અસ્તિત્વપણે રહી શકે. આ જ વાત અસ્તિ–નાસ્તિરૂપ અનેકાંતથી કહીએ તો, દરેક પદાર્થ પોતાના
સ્વચતુષ્ટયથી (દ્રવ્ય–ક્ષેત્ર–કાળ ને ભાવથી) અસ્તિરૂપ છે, ને પરના ચતુષ્ટયથી તે નાસ્તિરૂપ છે. આ પ્રમાણે, દરેક
તત્ત્વ ભિન્ન ભિન્ન ટકી રહ્યું છે એમ નક્કી કરતાં, સ્વતત્ત્વને પરતત્ત્વથી જુદું જાણ્યું, ને પોતાના સ્વભાવ–માં