મિથ્યાજ્ઞાન છે. તેમ જગતના પદાર્થોમાં જડચેતન દરેક પદાર્થ સ્વતંત્ર છે, દરેક પદાર્થ પોતે પોતાના ઉત્પાદ–વ્યય–
ધુ્રવસ્વભાવથી ટકેલો છે–એમ જાણવું તે સમ્યગ્જ્ઞાન છે, ને એક પદાર્થમાં પરને લીધે કાંઈ થાય એમ માને તો તે
મિથ્યાજ્ઞાન છે, તેણે પદાર્થના સ્વભાવને જેમ છે તેમ જાણ્યો નથી, પણ વિપરીત માન્યો છે.
અફીણ તરીકે ને ગોળને ગોળ તરીકે દેખે, પણ અફીણને ફેરવીને ગોળ ન બનાવે ને ગોળને ફેરવીને અફીણ ન
બનાવે, તેમ જ તે અફીણ પણ પોતાનો સ્વભાવ છોડીને ગોળપણે થાય નહિ ને ગોળ પોતાનો સ્વભાવ છોડીને
અફીણપણે થાય નહિ. તેમ આત્માનો જ્ઞાનસ્વભાવ બધાય સ્વ–પર જ્ઞેયોને જેમ છે તેમ જાણે, પણ ક્યાંય કાંઈ
ફેરફાર કરે નહિ. તેમ જ જ્ઞેયો પણ પોતાના સ્વભાવને છોડીને બીજારૂપે થાય નહિ. બસ; જ્ઞાન અને જ્ઞેયના
આવા સ્વભાવની પ્રતીત તે વીતરાગી શ્રદ્ધા છે, આવું જ્ઞાન તે વીતરાગી વિજ્ઞાન છે.
પર્યાયધર્મ છે, તે પર્યાયો ઉત્પાદ–વ્યય–ધુ્રવ સ્વભાવવાળા છે. એટલે પદાર્થમાં સમયે સમયે પર્યાયનાં ઉત્પાદ–
વ્યય–ધુ્રવ થાય છે તેમાં તે પદાર્થ વર્તી રહ્યો છે. આમ સ્વતંત્ર દ્રવ્યસ્વભાવને જાણવો તે સમ્યગ્જ્ઞાન છે. જો
એકેક પર્યાયની સ્વતંત્રતા ન જાણે તો તેણે દ્રવ્યની સ્વતંત્રતાને પણ જાણી નથી. કેમ કે ‘સત્’ પોતાના
પરિણામમાં વર્તીને ટકેલું છે. જો વસ્તુ પોતાને ટકવા માટે બીજાના પરિણામનો આશ્રય માગે તો તે વસ્તુ જ
‘સત્’ નથી રહેતી. ‘સત્’નો સ્વભાવ પોતાના જ પરિણામમાં વર્તવાનો છે. સત્ પોતે સ્વયં ઉત્પાદ–વ્યય–
ધ્રૌવ્યાત્મક છે. સત્ને પોતાના પરિણામનો ઉત્પાદ જો બીજાથી થતો હોય તો તે પોતે ‘ઉત્પાદ–વ્યય–ધુ્રવયુક્ત
સત્’ જ નથી રહેતું. માટે ઉત્પાદ––ધુ્રવ– વ્યય સત્ છે–એમ માનતાં જ પરિણામની સ્વતંત્રતાનો સ્વીકાર તો
આવી જ ગયો. અને, પરિણામ પરિણામમાંથી આવતા નથી પણ પરિણામી(દ્રવ્ય)માંથી આવે છે એટલે તેની
દ્રષ્ટિ પરિણામી ઉપર ગઈ, તે સ્વદ્રવ્યની સન્મુખ થયો, સ્વદ્રવ્યની સન્મુખતામાં સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રની
ઉત્પત્તિ થાય છે, તે મોક્ષનું કારણ છે.
ઉત્તર:– ભાઈ! વસ્તુસ્થિતિ સમજો. સોનું અને તાંબું કદી ભેગાં થતાં જ નથી. સંયોગદ્રષ્ટિથી સોનું અને
કેમ કે જે સોનાના રજકણો છે તેઓ પોતાના સોના–પરિણામમાં જ વર્તે છે ને જે તાંબાના રજકણો છે તેઓ
પોતાના તાંબા–પરિણામમાં જ વર્તે છે; એક રજકણ બીજા રજકણના પરિણામમાં વર્તતો નથી. સોનાના બે
રજકણોમાંથી પણ તેનો એક રજકણ બીજા રજકણમાં વર્તતો નથી. જો એક પદાર્થ બીજામાં, ને બીજો ત્રીજામાં
ભળી જાય તો તો જગતમાં કોઈ સ્વતંત્ર વસ્તુ જ ન રહે. વળી સોનું અને તાંબું ‘મિશ્ર થયા’ એમ કહેતાં પણ તે
બંનેની ભિન્નતા જ સાબિત થાય છે, કેમ કે ‘મિશ્ર’ બે–નું હોય, એકમાં ‘મિશ્ર’ ન કહેવાય. માટે મિશ્ર કહેતાં જ
પદાર્થોનું ભિન્ન–ભિન્ન હોવાપણું સાબિત થઈ જાય છે.
તે કડવું જ લાગે. તેમ– તત્ત્વને જેમ છે તેમ સ્વતંત્ર ન માનતાં પરના આધારે ટકેલું માને તો, વસ્તુ તો કાંઈ
પરાધીન થઈ જતી નથી પણ, તેણે સત્ની વિપરીત માન્યતા કરી તેથી તેનું જ્ઞાન મિથ્યા થાય છે, અને તે
મિથ્યાજ્ઞાનના ફળમાં તેને ચોરાશીના અવતાર થાય છે.