Atmadharma magazine - Ank 087
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 27 of 31

background image
: ૬૬: : આત્મધર્મ: ૮૭
ઉત્પાદ–વ્યય–ધુ્રવયુક્ત પરિણામ છે તે સ્વભાવ છે, અને સ્વભાવ છે તે સ્વભાવવાન્ને લીધે છે. –આમ
સ્વભાવ અને સ્વભાવવાનને દ્રષ્ટિમાં લેતાં, ક્યાંય પરનાં ઉત્પાદ–વ્યય–ધુ્રવને હું કરું કે મારા ઉત્પાદ–વ્યય–ધુ્રવને
પર કરે એ વાત રહેતી નથી, એટલે પોતે પોતાના સ્વભાવવાન્ તરફ વળીને જ્ઞાન થઈ જાય છે, તેમાં જ ધર્મ
આવી ગયો. લોકોએ બહારમાં ધર્મ માન્યો છે, પણ વસ્તુસ્થિતિ અંતરની છે. લોકોએ માનેલા ધર્મમાં અને
વસ્તુસ્થિતિમાં આથમણો–ઉગમણો ફેર છે.
‘વસ્તુ’ તેને કહેવાય જે પોતાના ગુણ–પર્યાયમાં વસે, પોતાના ગુણ–પર્યાયથી બહાર વસ્તુ કાંઈ ન કરે,
ને વસ્તુના ગુણ–પર્યાયને બીજો ન કરે. આવા ભિન્ન ભિન્ન તત્ત્વાર્થનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે. પહેલાંં
સમ્યગ્દર્શન થાય પછી શ્રાવકનાં અને મુનિનાં વ્રત વગેરે હોય. સમ્યગ્દર્શન વગર વ્રતાદિ માને તે તો ‘છાર પર
લીંપણું’ જાણો. આત્માની પ્રતીત થયા વગર ક્યાં રહીને વ્રતાદિ કરશે?
જેમ ગાડા નીચે ચાલતું કૂતરું જાણે કે મારે લઈને ગાડું ચાલે છે, પણ ગાડાના પરિણામમાં તેના દરેક
પરમાણુ વર્તી રહ્યાં છે, ને કૂતરાના રાગાદિ પરિણામમાં કૂતરું છે, ગાડું અને કૂતરું કોઈ એકબીજાના પરિણામમાં
વર્તતા નથી. છતાં કૂતરું મફતનું માને છે કે ‘મારાથી ગાડું ચાલે છે.’ તેમ પર વસ્તુના પરિણામ સ્વયં તેનાથી
થાય છે, તેને દેખીને અજ્ઞાની જીવ મફતનો એમ માને છે કે પરના પરિણામ મારાથી થાય. પણ તેમ થતું નથી.
દરેક તત્ત્વના પરિણામ સત્ છે, તેમાં બીજો શું કરે? આવો સ્વતંત્ર વસ્તુનો સ્વભાવ છે, તે જ સર્વજ્ઞ ભગવાને
જ્ઞાનમાં જોયો છે. કાંઈ ભગવાને જોયો માટે તેવો વસ્તુનો સ્વભાવ છે–એમ નથી, તેમ જ તેવો વસ્તુનો સ્વભાવ
છે માટે ભગવાનને તેનું જ્ઞાન થયું–એમ પણ નથી. જ્ઞેય વસ્તુનો સ્વભાવ સત્ છે, ને જ્ઞાન પણ સત્ છે. પ્રથમ
આવા સત્ સ્વભાવને સમજો. જે આવા સ્વભાવને સમજે તેણે જ વસ્તુને વસ્તુગતે ઓળખી કહેવાય.
કર્મ–પરિણામમાં પુદ્ગલો વર્તે છે, ને આત્માના પરિણામમાં આત્મા વર્તે છે; કોઈ એકબીજાના
પરિણામમાં વર્તતા નથી, એટલે કર્મો આત્માને રખડાવતાં નથી. પોતાના સ્વતંત્ર પરિણામને ન જાણતાં, કર્મ
મને રખડાવે એમ માન્યું છે તે ઊંધી માન્યતાથી જ જીવ રખડી રહ્યો છે, પણ કર્મે તેને રખડાવ્યો નથી; તે
રખડવાના પરિણામમાં આત્મા વર્તી રહ્યો છે. સમયે સમયે ઉત્પાદ–વ્યય–ધુ્રવ થવાનો દરેક વસ્તુનો સ્વભાવ છે–
એ સમજે તો પરિણામી દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય છે, અને દ્રવ્યદ્રષ્ટિમાં સમ્યક્ત્વ ને વીતરાગતાનો ઉત્પાદ થાય છે, તે
ધર્મ છે.
જો દ્રવ્યના એક સમયનું સત્ બીજાથી થાય તો તે દ્રવ્યનું વર્તમાન સત્પણું નથી રહેતું; અને વર્તમાન
સત્નો નાશ થતાં ત્રિકાળી સત્નો પણ નાશ થઈ જાય છે, અર્થાત્ વર્તમાન પરિણામને સ્વતંત્ર સત્ માન્યા
વિના ત્રિકાળી દ્રવ્યનું સત્પણું સાબિત થતું નથી; માટે દ્રવ્યનું વર્તમાન બીજાથી (–નિમિત્તથી) થાય–એ
માન્યતામાં મિથ્યાત્વ થાય છે, તેમાં સત્નો સ્વીકાર આવતો નથી. સત્નો તો નાશ થતો નથી, પણ જેણે સત્ને
ઊંધુંં માન્યું તેની માન્યતામાં સત્નો અભાવ થાય છે. ત્રિકાળી સત્ સ્વતંત્ર, કોઈના કર્યા વગરનું છે તેમ જ
એકેક સમયનું વર્તમાન સત્ પણ સ્વતંત્ર, કોઈના કર્યા વગરનું છે.–આવા સ્વતંત્ર સત્ને ઊંધુંં–પરાધીન માનવું
તે મિથ્યાત્વ છે, તે જ મોટો અધર્મ છે. લોકો કાળાબજાર વગેરેમાં તો અધર્મ માને છે પણ ઊંધી માન્યતાથી
આખા વસ્તુસ્વરૂપને હણી નાખે છે તે ઊંધી માન્યતાના પાપની ખબર નથી. મિથ્યાત્વ તે તો ધર્મનો મોટો
કાળોબજાર છે, તે કાળાબજારથી ચોરાસીના અવતારની જેલ છે. સત્ને જેમ છે તેમ માને તો મિથ્યાત્વરૂપ
કાળાબજારનું મોટું પાપ ટળે ને સાચો ધર્મ થાય. માટે સર્વજ્ઞદેવે કહેલા વસ્તુસ્વભાવને બરાબર સમજવો જોઈએ.
‘આત્મધર્મ’ ના ૮૬ મા અંકમાં, પૃ. ૨૨ કોલમ ૨ લાઈન ૨૧ માં
ધરમસીભાઈની પાછળ દાન સંબંધી જે વિગત લખી છે તેમાં આ પ્રમાણે
નામનો ફેરફાર કરીને વાંચવું–“ધરમસી ભાઈના સ્વર્ગવાસ પાછળ
તેમના સુપુત્ર રાયચંદભાઈ (હસ્તે પાનીબેન) તરફથી સોનગઢની
સંસ્થાના જુદા જુદા ખાતામાં એકંદર હજારેક રૂા. આપ્યા હતા.”