Atmadharma magazine - Ank 087
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 31

background image
કારતક વદ ૧૨ બુધવાર
પ્રવચનસાર ગાથા ૯૯ ભાવાર્થ ! ત્ર્
દરેક દ્રવ્ય સદાય સ્વભાવમાં રહે છે તેથી તે ‘સત્’ છે. વસ્તુ પોતાના પરિણામમાં વર્તમાન રહેતી હોય તો
‘સત્’ રહે ને? જો વર્તમાન પરિણામમાં ન રહેતી હોય તો વસ્તુ ‘સત્’ કઈ રીતે રહે? ઉત્પાદ–વ્યય–ધુ્રવવાળો
પરિણામ તે વસ્તુનો સ્વભાવ છે, ને તે વર્તમાન પરિણામમાં વસ્તુ સદાય વર્તી રહી છે, તેથી તે સત્ છે.
આત્માનું ક્ષેત્ર અસંખ્યપ્રદેશી એક છે, ને તે ક્ષેત્રનો નાનામાં નાનો અંશ તે પ્રદેશ છે. તેમ આખા દ્રવ્યની
પ્રવાહ–ધારા એક છે, ને તે પ્રવાહધારાનો નાનામાં નાનો અંશ તે પરિણામ છે.
ક્ષેત્ર અપેક્ષાએ દ્રવ્યનો સૂક્ષ્મ અંશ તે પ્રદેશ છે.
કાળ અપેક્ષાએ દ્રવ્યનો સૂક્ષ્મ અંશ તે પરિણામ છે.
આ તો જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ કરાવવા માટે વર્ણન છે. પરિણામ પરિણામીમાંથી આવે છે, –એવા
પરિણામી દ્રવ્યની દ્રષ્ટિ કર તો તે પરિણામીના આશ્રયે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પરિણામ ઊપજે, ટકે અને
વધીને પૂર્ણ થાય.
એકેક પરિણામ પોતાના સ્વકાળમાં ઊપજે છે, પૂર્વ પરિણામથી વ્યયરૂપ છે ને સળંગ પ્રવાહમાં તે ધુ્રવ છે.
કેવળજ્ઞાનપરિણામ પોતાના સ્વરૂપ અપેક્ષાએ સ્વકાળે ઉત્પાદરૂપ છે, પૂર્વની અલ્પજ્ઞ પર્યાય અપેક્ષાએ તે વ્યયરૂપ
છે, ને દ્રવ્યના સળંગ પ્રવાહમાં તો તે કેવળજ્ઞાન–પરિણામ ધુ્રવ છે; એ રીતે બધાય પરિણામો પોતપોતાના
વર્તમાન કાળમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવવાળા છે, ને તે તે વર્તમાન પરિણામમાં વસ્તુ વર્તી રહી છે, એટલે કે વસ્તુ
વર્તમાનમાં જ પૂરી છે. એવી વસ્તુની દ્રષ્ટિ કર તો તેના આશ્રયે ધર્મ થાય છે. જ્ઞાની કેવળજ્ઞાન–પર્યાયના કાળને
ગોતતા નથી (અર્થાત્ તેના ઉપર દ્રષ્ટિ કરતા નથી) કેમ કે તે પર્યાય અત્યારે તો સત્ નથી પણ ભવિષ્યમાં તેના
સ્વકાળે તે સત્ છે, માટે જ્ઞાની તો વર્તમાનમાં સત્ એવા ધુ્રવદ્રવ્યને જ ગોતે છે (–ધુ્રવ ઉપર દ્રષ્ટિ કરે છે.) આ
અપેક્ષાએ નિયમસારમાં ઉદય–ઉપશમ–ક્ષયોપશમ ને ક્ષાયક એ ચારે ભાવોને વિભાવભાવ કહ્યા છે. જે પર્યાય
વર્તમાન ઉત્પાદપણે વર્તે છે તે તો અંશ છે; કેવળજ્ઞાન–પર્યાય પણ અંશ છે, –તે વર્તમાન પ્રગટ નથી અને
ભવિષ્યમાં પ્રગટ થશે–એમ પરિણામના કાળ ઉપર જોવાનું નથી રહેતું પણ વર્તમાન પરિણામ વખતે ધુ્રવપણે
આખું દ્રવ્ય વર્તી રહ્યું છે તે દ્રવ્યની પ્રતીત કરવાનું આમાં આવે છે, દ્રવ્યની દ્રષ્ટિ થતાં વીતરાગતા થાય છે.
શાસ્ત્રોનું તાત્પર્ય વીતરાગતા છે વીતરાગતાને તાત્પર્ય કહેતાં સ્વભાવની દ્રષ્ટિ કરવી એ જ તાત્પર્ય છે–એમ
આવ્યું, કેમ કે વીતરાગતા તો સ્વભાવની દ્રષ્ટિથી જ થાય છે. અંતરમાં દ્રવ્યસ્વભાવ ઉપર લક્ષ રહેતાં વીતરાગતા
થઈ જાય છે; આથી ધુ્રવદ્રવ્યસ્વભાવની દ્રષ્ટિ તે જ સર્વસ્વ કાર્યકર થઈ. પર્યાયને ગોતવાનું ન રહ્યું એટલે કે
પર્યાયની દ્રષ્ટિ ન રહી. ધુ્રવસ્વભાવની દ્રષ્ટિ રાખીને પર્યાયનો જ્ઞાતા રહ્યો, તેમાં વીતરાગતા થતી જાય છે.
વીતરાગતા થાય તે તાત્પર્ય છે, પણ તે વીતરાગતા કેમ થાય? વીતરાગપર્યાયને શોધતાં (એટલે કે તે
પર્યાયની સામે જોતાં) વીતરાગતા નથી થતી પણ ધુ્રવતત્ત્વના આશ્રયે રહેતાં પર્યાયમાં વીતરાગતારૂપ તાત્પર્ય
થઈ જાય છે. એ રીતે, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ થવી તેમાં જ તાત્પર્ય આવી જાય છે. એટલે, શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા
છે એમ કહો, કે શાસ્ત્રનું તાત્પર્ય સ્વભાવદ્રષ્ટિ છે–એમ કહો, બંને એક જ છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે–
‘જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહિ કાંઈ, લક્ષ થવાને તેહનો કહ્યાં શાસ્ત્ર સુખદાઈ.’
જેવો ભગવાનનો આત્મા, તેવો જ પોતાના આત્મા, તેના સ્વભાવમાં કાંઈ ભેદ નથી. એવા સ્વભાવનું
લક્ષ કરવું તે જ શાસ્ત્રોનો સાર છે.
અહીં પરિણામોના ઉત્પાદ–વ્યય–ધુ્રવની વાત ચાલે છે, તેમાંથી વીતરાગી તાત્પર્ય કઈ રીતે નીકળે છે તે
બતાવ્યું. પરિણામોનું ધુ્રવપણું તો સળંગ પ્રવાહ અપેક્ષાએ છે. હવે પરિણામોનો પ્રવાહક્રમ એક સાથે તો વર્તતો
નથી, એટલે પરિણામોનું ધુ્રવપણું નક્કી કરવા જતાં ધુ્રવસ્વભાવ ઉપર જ દ્રષ્ટિ જાય છે. ધુ્રવસ્વભાવની દ્રષ્ટિ
વગર પરિણામના ઉત્પાદ–વ્યય–ધુ્રવ નક્કી થઈ ન શકે. પરિણામને ધુ્રવ ક્યારે કહ્યો? –કે પરિણામોના આખા
પ્રવાહની અપેક્ષાએ તેને ધુ્રવ કહ્યો; આખો પ્રવાહ એક સમયમાં પ્રગટી જતો નથી એટલે પરિણામની ધુ્રવતા
નક્કી કરવા જનારની દ્રષ્ટિ એકેક પરિણામ ઉપરથી ખસીને ધુ્રવદ્રવ્ય ઉપર ગઈ. પરિણામ ઉપરની દ્રષ્ટિથી
(પર્યાયદ્રષ્ટિથી) પરિણામની ધુ્રવતા નક્કી નહિ થાય. પરિણામોનો