જ્ઞાતા છે ને પોતે સ્વજ્ઞેય પણ છે. તથા અન્ય જીવ–પુદ્ગલાદિ પરજ્ઞેયો છે. તે જ્ઞાન અને જ્ઞેયને કેવાં પ્રતીતિમાં
પ્રવાહક્રમ પણ કદી તૂટતો નથી. પ્રવાહક્રમ કહીને આચાર્યદેવે અનાદિઅનંત જ્ઞેયને એક સાથે સ્તબ્ધ બતાવી દીધાં
છે. ‘પ્રવાહક્રમ’ કહેતાં બધાય પરિણામોનો ક્રમ વ્યવસ્થિત જ છે, કોઈ પણ પરિણામ–કોઈ પણ પર્યાય આડા–
અવળા થતા જ નથી. આ પ્રતીતિમાં જ દ્રવ્યદ્રષ્ટિ અને વીતરાગતા છે.
કહેવા માંગે છે’ એમ પોતાને અંદર ભાસ થવો જોઈએ. જુઓ, સમજવા માટે સીડીનું દ્રષ્ટાંત લઈએ: જેમ ક્ષેત્રથી
એક પછી એક પગથિયાંનો પ્રવાહ છે, આખી સીડીનો પ્રવાહ એક છે, અને તેનું એકેક પગથિયું તે તેના પ્રવાહનો
અંશ છે. તે પગથિયાના પ્રવાહનો ક્રમ તૂટે નહિ. બે પગથિયાં વચ્ચે પણ ઝીણા ઝીણા ભાગ પાડો તો અનેક
ભાગ પડે છે, તે ચડતો ચડતો એકેક સૂક્ષ્મ ભાગ તે પરિણામ સમજવો. તેમ આત્મા અસંખ્ય પ્રદેશમાં પથરાયેલો
એક છે, ને તેના ક્ષેત્રનો એકેક અંશ તે પ્રદેશ છે; તેમ જ આખા દ્રવ્યની હયાતી અનાદિ–અનંત પ્રવાહપણે એક છે
ને તે પ્રવાહનો એકેક સમયનો અંશ તે પરિણામ છે. તે પરિણામોનો પ્રવાહક્રમ સીડીના પગથિયાંની જેમ ક્રમબદ્ધ
છે, તે પરિણામોનો ક્રમ આઘોપાછો ન થાય. એટલે બધું ય જેમ છે તેમ જાણવાનો જ આત્માનો સ્વભાવ છે. એ
સિવાય વચ્ચે બીજું કાંઈ ઘાલે તો તેને વસ્તુના સત્ સ્વભાવની શ્રદ્ધા નથી. અને વસ્તુ જેમ હોય તેમ જાણે–માને
તો જ્ઞાન–શ્રદ્ધા સાચાં થાય ને! વસ્તુ હોય તેના કરતાં બીજી રીતે માને તો જ્ઞાન–શ્રદ્ધા સાચાં થાય નહિ એટલે
જેમ દ્રવ્યનું ક્ષેત્ર તે વિસ્તાર, ને વિસ્તારક્રમના અંશો તે પ્રદેશો. તેમ દ્રવ્યનું પરિણમન તે પ્રવાહ, ને
પરિણામોનો પરસ્પર વ્યતિરેક છે.’
છે. જો પ્રદેશોનો એકબીજામાં અભાવ ન હોય, ને એક પ્રદેશ તે બીજા પ્રદેશમાં પણ ભાવપણે વર્તતો હોય એટલે
કે બધા થઈને એક જ પ્રદેશ હોય તો દ્રવ્યનો વિસ્તાર જ ન થાય, પણ દ્રવ્ય એક જ પ્રદેશી થઈ જાય. માટે
વિસ્તારક્રમ કહેતાં જ પ્રદેશો એકબીજાપણે નથી એમ આવી જાય છે. ‘વિસ્તારક્રમ’ તે અનેકતા સૂચવે છે, કેમ કે
એકમાં ક્રમ ન હોય. હવે અનેકતા ક્યારે નક્કી થાય? કે બધામાં એકતા ન હોય પણ ભિન્નતા હોય, તો જ
અનેકતા નક્કી થાય, ને અનેકતા હોય તો જ વિસ્તારક્રમ હોય; માટે વિસ્તારક્રમનું કારણ પ્રદેશોનો પરસ્પર
વ્યતિરેક છે.
વિસ્તારક્રમમાં જેમ એક પ્રદેશનો