: પોષ: ૨૪૭૭ : ૪૫:
બીજામાં અભાવ છે તેમ પ્રવાહક્રમમાં એક પરિણામનો બીજામાં અભાવ છે. અને એ પ્રમાણે પરિણામોમાં એકના
બીજામાં અભાવથી અનાદિઅનંત પ્રવાહક્રમ રચાયેલો છે. આવો દ્રવ્યનો સ્વભાવ છે, આવા પરિણામસ્વભાવમાં
દ્રવ્ય રહેલું છે.
અહીં વિસ્તારક્રમ તો દ્રષ્ટાંતરૂપ છે ને પ્રવાહક્રમ સિદ્ધાંતરૂપ છે. દ્રષ્ટાંત સર્વપ્રકારે લાગુ ન પડે. પુદ્ગલ અને
કાળદ્રવ્યનો તો વિસ્તાર એકપ્રદેશી જ છે તેથી તેમાં પ્રદેશોના પરસ્પર વ્યતિરેકનું દ્રષ્ટાંત લાગુ ન પડે, પણ
પ્રવાહક્રમનો જે સિદ્ધાંત છે તે તો બધાય દ્રવ્યોમાં એકસરખી રીતે લાગુ પડે છે.
જેમ ૨૫ ઓરડાના વિસ્તારવાળી ઓસરી ક્યારે થાય? કે જો તે ઓરડાઓ ક્રમસર એકબીજાથી જુદા
જુદા હોય તો. તેમ આત્મામાં અસંખ્યપ્રદેશી વિસ્તારવાળું ક્ષેત્ર ક્યારે થાય? કે જો એક પ્રદેશનો બીજા પ્રદેશમાં
અભાવ હોય ને તે બધા પ્રદેશો વિસ્તારક્રમમાં સળંગપણે એકબીજાની સાથે સંકળાયેલા હોય.
એ જ પ્રમાણે (પ્રદેશોના વિસ્તારક્રમની જેમ) દ્રવ્યનો અનાદિ–અનંત લાંબો પ્રવાહક્રમ ક્યારે થાય? કે
જો એક પરિણામનો બીજા પરિણામમાં અભાવ હોય તો. પહેલો પરિણામ બીજા પરિણામમાં નથી, બીજો
ત્રીજામાં નથી–એમ પરિણામોમાં વ્યતિરેક હોવાથી દ્રવ્યમાં પ્રવાહક્રમ છે. દ્રવ્યના અનાદિઅનંત પ્રવાહમાં એક
પછી એક પરિણામ ક્રમે થયા કરે છે; આવા દ્રવ્યો તે જ્ઞેયો છે. જ્ઞેયદ્રવ્યની જેમ છે તેમ પ્રતીત કરતાં શ્રદ્ધામાં
નિર્વિકલ્પતા અને વીતરાગતા થાય તે મોક્ષનો માર્ગ છે.
અહો! એક જ દ્રવ્યના એક પરિણામમાં બીજા પરિણામનો પણ જ્યાં અભાવ છે ત્યાં એક દ્રવ્યની
અવસ્થામાં બીજું દ્રવ્ય કાંઈ કરે એ વાત તો ક્યાં ઊભી જ રહે છે? એક તત્ત્વ બીજા તત્ત્વમાં કાંઈ કરે અથવા
તો એક દ્રવ્યના ક્રમ પરિણામોમાં ફેરફાર કરી શકાય–એમ જે માને છે તેને જ્ઞેયતત્વની ખબર નથી તેમ જ
જ્ઞેયોને જાણનારા પોતાના જ્ઞાનતત્ત્વની પણ ખબર નથી.
કોઈ એમ માને કે ‘મેં મારી બુદ્ધિથી પૈસા મેળવ્યા.’ તો તેમ નથી. કેમ કે બુદ્ધિના જે પરિણામ થયા તે
આત્માના પ્રવાહક્રમમાં આવેલો પરિણામ છે ને પૈસા આવ્યા તે પુદ્ગલના પ્રવાહક્રમમાં આવેલો પુદ્ગલનો
પરિણામ છે. બંને દ્રવ્યો પોતપોતાના પ્રવાહક્રમમાં ભિન્નભિન્નપણે વર્તી રહ્યાં છે. આત્મા પોતાના
પરિણામપ્રવાહમાં રહેલો છે, ને જડપદાર્થો જડના પરિણામ–પ્રવાહમાં રહેલાં છે. બંને પદાર્થોનું ભિન્ન ભિન્ન
અસ્તિત્વ છે. જેણે પદાર્થોનું આવું સ્વરૂપ જાણ્યું તેને ‘હું પરમાં કાંઈ ફેરફાર કરું કે પરના કારણે મારામાં કાંઈ
ફેરફાર થાય’–એવી મિથ્યાબુદ્ધિ તો ટળી ગઈ, એટલે તે બધાં દ્રવ્યોનો જ્ઞાતા રહી ગયો. કેવળી ભગવાન
વીતરાગપણે બધાના જ્ઞાતા છે તેમ આ પણ જ્ઞાતા જ છે. હજી સાધક છે તેથી અસ્થિરતાના રાગ–દ્વેષ થાય છે
પરંતુ તે પણ જ્ઞાતાનું જ્ઞેય છે, જ્ઞાન અને રાગની એકતા પૂર્વક રાગ–દ્વેષ થતા નથી પણ જ્ઞાનના જ્ઞેયપણે રાગ–
દ્વેષ થાય છે. એટલે અભિપ્રાયથી (શ્રદ્ધાથી) તો તે સાધક પણ પૂરો જ્ઞાતા જ છે.
યથાર્થ વસ્તુસ્વરૂપ જાણતાં પોતે છએ દ્રવ્યોનો જ્ઞાતા થઈ ગયો ને છએ દ્રવ્યો જ્ઞાનમાં જ્ઞેય થયા. આ
તરફ પોતે એક જ્ઞાતા, અને સામે છએ દ્રવ્યો જ્ઞેય, એમ જ્ઞાતાપણું બતાવવા ‘સ્વાત્માનુભવ મનન’ માં કહ્યું છે કે
आत्मा सप्तम द्रव्य हो जाता है.
અહો! જ્ઞાન જ્ઞાતા તરીકે છે, તે જ્ઞાનની પ્રતીત તે નિર્વિકલ્પ સમ્યક્ત્વનું કારણ છે. સમયે સમયે ઉત્પાદ–
વ્યયધુ્રવરૂપ આવા દ્રવ્યસ્વભાવને નક્કી કરે તો જ્ઞાન જાણવાનું જ કામ કરે; ને જ્ઞેયમાં ‘આમ કેમ’ એવો
મિથ્યાબુદ્ધિનો વિકલ્પ ન આવે. અસ્થિરતાનો વિકલ્પ આવે તે તો જ્ઞાનનું જ્ઞેય થઈ જાય છે, કેમ કે જ્ઞાનમાં
સ્વપરપ્રકાશક સામર્થ્ય પ્રગટી ગયું એટલે તે રાગને પણ જ્ઞાનથી ભિન્ન જ્ઞેય તરીકે જાણે છે, એટલે તે વિકલ્પમાં
‘આવો વિકલ્પ કેમ?’ એવું વિકલ્પનું જોર આવતું નથી, પરંતુ ‘આ રાગ પણ જ્ઞેયપણે સત્ છે’ એમ જ્ઞાન જાણી
લ્યે છે એટલે જ્ઞાનની જ અધિકતા રહે છે,–બીજી રીતે કહીએ તો જ્ઞાન અને રાગનું ભેદજ્ઞાન થઈ જાય છે. અને
પછી પણ એવા જ્ઞાનસ્વભાવના આધારે જ્ઞેયોને જાણતાં તે જ્ઞાનનો વિકાસ થઈને તેની સૂક્ષ્મતા અને
વીતરાગતા વધતી જાય છે, ને ક્રમેક્રમે પૂર્ણ વીતરાગતા અને કેવળજ્ઞાન થતાં આખો લોકાલોક જ્ઞેયપણે એક
સાથે જ્ઞાનમાં ડૂબી જાય છે.–એવો આ અધિકાર છે.
અહીં આત્મામાં કેવળજ્ઞાનનું આખું દળ, ને સામે લોકાલોક જ્ઞેયનું દળ. બસ! જ્ઞેય–જ્ઞાયક સ્વભાવ રહી
ગયો. જ્ઞેય–જ્ઞાયકપણામાં રાગ–દ્વેષ કરવાનું કે ફેરફાર કરવાનું